________________
પિતાએ બાળનું નામ રાખ્યું ‘ચાણક્ય’’
બીજના ચંદ્રની જેમ ઉમરથી, કળાઓથી, વિદ્યાર્થી અને ગુણોથી વૃદ્ધિ પામતા તેણે યૌવના ઉંબરે પગ મૂક્યો, કોઈ કુલીન-બ્રાહ્મણ કન્યા સાથે તેના લગ્ન થયા. નિર્ધન હોવા છતાં પણ સંતોષી હોવાથી ધન મેળવવા માટે ચાણક્ય ખાસ પ્રયત્ન કરતો નહિં, યથા શક્તિ શ્રાવક ધર્મને પાળતો.
એક વખત તેની પત્ની પોતાના ભાઈના લગ્નમાં પિયર ગઈ. પણ સાદા વસ્ત્રો અને આભૂષણો રહિત તેની અવસ્થા જોઈને કોઈએ તેનો આદર સત્કાર ન ર્યો. તેની અન્ય બહેનો શ્રીમંત-બ્રાહ્મણોને ત્યાં પરણી હતી તે બધાનો અદકેરો આદર સત્કાર કરાયેલો જાણીને ચાણક્ય-પત્ની મનોમન દુઃખી થઈ. કેમેય કરીને લગ્ન પતાવીને ઉદાસીન અવસ્થામાં તે ઘરે પાછી કરી. તેના મુખ ઉપર ગ્લાનિ જોઈને ગ્લાન થયેલા ચાણક્ય ઉદાસીનતાનું કારણ પૂછ્યું. પણ તે કશુંય બોલી શકી નહિં, આંખમાંથી બોર બોર જેવડા આંસુ સારવા લાગી. ચાણક્યના અતિ આગ્રહે જ્યારે તેણે પિયરમાં થયેલા અનાદરની પેટ છૂટી વાત જણાવી ત્યારે ચાણક્ય વિચારવા લાગ્યો..... | ‘સાચેજ મનુષ્ય માટે દરિદ્રતા એ જીવતું મરણ છે.'' માણસ ગમે તેવો કળાવાન, વિદ્વાન, યશસ્વી કે રૂપવાન હોય પણ જો તેની પાસે ધન ન હોય તો તે દુનિયાની નજરે ક્ષીણ ચન્દ્ર જેવો નિસ્તેજ જોવાતો હોય છે.
સાંભળ્યું છે કે “ રાજા નંદ બ્રાહ્મણો ને ખૂબ જ ધન આપે છે’’ માટે ત્યાં જવું જોઇએ આમ વિચારીને નિપુણમતિ ચાણક્ય પાટલીપુત્રના રાજા નંદની સભામાં ગયો.
અને આગલી હરોળના અનધિકૃત આસન ઉપર જઈને બેઠો. | ચાક્યને જોઈને ત્યાં રહેતો કોઈ સિધ્ધપુત્ર કંઈક ઊંચે સાદે બોલ્યો, “આ બ્રાહ્મણ’’ નંદના વંશને ઓળંગી જશે.
આ બાજુ ચાણક્યને નંદના સિંહાસન ઉપર બેઠેલા જોઈને રાજાની દાસીએ હાથ જોડીને ચાણક્યને વિનંતી કરતાં કહ્યું‘ભૂદેવ ! બાજુનાં સિંહાસન ઉપર પધારો. અહિં નહિં.' ત્યારે ચાણક્ય તેની વાત ને હસીને કાઢી નાંખી એટલું જ નહિં દાસીએ બતાવેલા તે (બીજા) આસન ઉપર પોતાનું કમંડલુ ગોઠવ્યું. ત્રીજા આસન પર દંડ ગોઠવ્યો. ચોથા આસન પર અક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org