________________
શાંતિ મળશે ? અરે . આ દસ્કૃત્ય માટે તો મને નરક પણ ઓછી પડશે. રે ... નરકથી પણ અધિક દુઃખનો અનુભવ તો હું અત્યારે જ કરી રહ્યો છું. ઓ વિધાતા ! આ ભાતુ હત્યારાને હજુ તેં જીવતો કેમ રાખ્યો છે ? કરૂણા કરીને મારા પ્રાણોને લઈ લે ! ઓ પૃથ્વી ! આ પાપીને તું સમાવી લે. અરરરરર... આ ભાતૃહત્યાની વાત નેમિપ્રભુએ કરી ત્યારે જ હું મૃત્યુ પામ્યો હોત તો ? આ ભાતૃહત્યાના મહાપાપથી જરૂર બચી શક્યો હોત ! - આમ વૃક્ષની પ્રત્યેક શાખાઓને, પશુઓને અને પક્ષીઓને રડાવતા, સ્વયં આકન્દ કરતા ઝૂરતા જરાકુમારને કૃષ્ણ કહ્યું‘‘બાંધવ! તું ખેદ છોડી દે. ભવિતવ્યતામાં ફેરફાર કરવાની તાકાત ખુદ દેવો- દેવેન્દ્રો અને દેવાધિદેવોમાં પણ નથી હોતી. હવે તું અહિંથી જલ્દી જતો રહે. નહિંતર બળરામ તારા રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખશે. આ કૌસ્તુભ ( બાણ-ભાથા) નું ચિહ્ન લઈને આપણી તરફ અત્યંત સ્નેહાળ એવા પાંડવોની પાસે પહોંચીને અમારા તરફથી થયેલા અપરાધોની ક્ષમા યાચના સાથે દ્વારકાનો સર્વ વૃતાંત કહી સંભળાવજે. જા બંધુ ! કરોડો યાદવોમાંથી એક જ તું બચ્યો છે. ઉધે પગલે જજે, જેથી બળરામને કોઈ મનુષ્ય આવ્યાની ગંધ સુદ્ધાં ન આવે.'
આ પ્રમાણે કૃષ્ણથી વારંવાર પ્રેરણા કરાયેલ જરાકુમારે હિબકાં ભરતા ભરતાં કૃષ્ણના પગમાંથી તીર ખેંચી કાઢ્યું અને કૌસ્તુભ લઈને વિપરીત પગલે વારંવાર કૃષ્ણ તરફ જોતો પાંડવોની પાંડુ - મથુરા નગરીની દિશા તરફ જવા રવાના થયો. - હવે બાણના ઘાતથી અત્યંત પીડિત થયેલા કૃષ્ણ ઉત્તરાભિમુખ રહીને હાથ જોડીને અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારવા પૂર્વક સૌ પ્રથમ નેમિનાથ ભગવાનને નમસ્કાર કર્યા. ત્યારબાદ તૃણની શય્યા ઉપર રહેલા શ્રી કૃષ્ણ શાંબ-પ્રદ્યુમ્ન અને રુકિમણી વગેરે પ્રવૃજિત થયેલા મહાત્માઓની અનુમોદના સાથે સ્વદુતની ગહ કરવા લાગ્યા.
આ પ્રમાણે શુભ અધ્યવસાયોમાં રહેલા શ્રી કૃષ્ણને પીડાના અતિરેક સાથે વાયુનો પ્રકોપ વધવા લાગ્યો અને શુભ દયાનમાંથી અશુભ (રીદ્ર) ધ્યાન તરફ એકાએક વળાંક લીધો.
દ્વારકાની ઋદ્ધિ-સમૃદ્ધિ, દ્વારકાનો દાહ અને પાયન- આ બધું માનસપટ ઉપર ઉભરાવા લાગ્યું-“મારા સર્વનાશનું મૂળ છે.... -દ્વૈપાયન, જેણે મારી આવી દુર્દશા કરી. ના... આજ સુધીમાં પૂર્વે ક્યારેય કોઈ મનુષ્ય કે દેવ સુદ્ધાં પણ મારો
કરે છે
GOGહજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org