________________
ઉપર દયા લાવીને મારા બંધુને મનાવો, એને સમજાવો....!ઓ પ્રિય બંધુ ! તારી આવી ચેષ્ટામાં તો મને આખુંય જગત શૂન્ય દેખાય છે...તેથી મહેરબાની કરીને ઉઠ... ઉભો થા. લે આ પાણી પી લે. હમણા સૂવાનો વખત નથી. “
આ પ્રમાણે મૃત કૃષ્ણ સાથે કાલાવાલા કરતા બળરામે આખી રાત પસાર કરી. પ્રભાતમાં પણ ગાંડાની જેમ આલાપો કરતા બળરામ કૃષ્ણને જગાડતા રહે છે. -‘ઉઠ.... ઉઠ બંધુ ! હવે તડકો ચડવા આવ્યો. હજુ તો આપણે ઘણે દૂર જવાનું
કૃષ્ણ પ્રત્યે અત્યંત મોહાસક્ત બળદેવ, નહિં ઉઠતા કૃષ્ણના શબને પોતાના ખભે ઉપાડીને વનની અંદર લવારા કરતા ભમવા લાગ્યા. આ પ્રમાણે ભમતા ભમતા ગ્રીષ્મઋતુ પૂરી થઈ અને વર્ષાત્રતુનો પ્રારંભ થયો.
પૂર્વે બળરામ પ્રત્યેના અત્યંત પ્રેમથી સારથિ બનેલા સિદ્ધાર્થ નામના સગા ભાઈએ બળરામ પાસે દીક્ષાની યાચના કરતા બળરામે કહેલું- ‘ કે તું કાળ કરીને દેવ થાય તો મને પ્રતિબોધ કરવા આવજે.'' મરીને દેવ થયેલા સિદ્ધાર્થે આ વખતે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મોહવશ, કૃષ્ણની લાશને ખભે ઉપાડતા બળરામની દુર્દશાને જોઈ અને તેને પ્રતિબોધ પમાડવા નીચે આવ્યો. નવા નવા રૂપો કરીને નવા નવા કીમીયાઓ અજમાવવા લાગ્યો.
* પત્થર ઉપર કમળ ઉગાડવાના... * બળી ગયેલા વૃક્ષને વારંવાર પાણી વડે સિંચવાના.... * મરેલી ગાયના મુખમાં બળાત્કારે ઘાસ ખવડાવવાના.... વગેરે ટુચકાઓ જુદા જુદા રૂપો કરીને તેણે બળરામને
બતાવ્યા. શું પત્થર પર પંકજ ઉગી શકે ..? દષ્પવૃક્ષને પાણી સિંચવાથી નવપલ્લવિત બનાવી શકાય?....
-
૨
Jain Education International
For Pro
ersonal Use Only
www.jainelibrary.org