________________
અત્યંત ભયભીત-રાંકડા બની ગયેલા પુરોહિતે ગળગળા થઈને શેઠને પોતાના ઉપર યા ગુજારવાનું કહ્યું અને હવે પછી આ રીતે ક્યારેય પણ સાધુની અવજ્ઞા નહિં કરું, આ વખતના મારા અપરાધને ક્ષમા કરો, એમ પણ કહ્યું.
આ પ્રમાણે તેના વચનો સાંભળીને કરૂણાનિષ્ઠ શેઠે તેને છોડી દીધો. જૈનોની આ જ એક આગવી નિષ્ઠા હોય છે કે તેઓ ક્રોધિત થયા હોય તોય કરૂણાર્ક પણ જલ્દી બની જતા હોય છે.
જેની નસેનસમાં મર્દાનગી ભયું ધર્મ-ખમીર વહેતું હતું. એ શેઠજીની પ્રતિજ્ઞા પુરોહિતને છોડી દેવામાં અધૂરી જ રહી જતી હતી. તે માટે શેઠે પુરોહિતની લોટની બનાવેલી મૂર્તિ તૈયાર કરાવી અને તે મૂર્તિરૂપે રહેલા ઈન્દ્રદત પુરોહિતનો પગ કાપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. | ધનનો વરસાદ વરસાવનારાઓનો આજે કદાચ સુકાળ છે. પરંતુ અવસર આવ્યું લોહી આપવા માટે-પ્રાણ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર થનારાઓનો સાચે જ દુષ્કાળ પડ્યો હોય તેમ લાગે છે.
ધર્મરક્ષાનો, તીર્થરક્ષાનો, સંસ્કૃતિ રક્ષાનો કે દેશ રક્ષાનો, પ્રરન ગમે તે હોય પણ જ્યાં સુધી સત્યના ક્ટર પક્ષપાતી ખમીરવંતા માડી -જાયાઓ તે તે ક્ષેત્રને પ્રાપ્ત નહિં થાય ત્યાં સુધી દેશનું કલ્ચર સુધરવાની શક્યતા નહિંવત્ છે. ધર્મધર્મીઓની શક્લ જે બદલાવી જોઈએ તેન બદલાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.
પાંચ પ્રકારના શિષ્ય ગુરૂના માથાનો દુઃખાવો બને..... અધમાધમ શિષ્ય (અવજ્ઞા) ગુરૂ સામે માથું ઉચકે ....... અધમ શિષ્ય (ઉપેક્ષા) ગુરૂનું માથું દબાવી આપે ...... મધ્યમ શિષ્ય | (સેવા) ગુરૂની આજ્ઞા માથે ચડાવે.... ઉત્તમ શિષ્ય (આશા) ગુરૂના મસ્તિષ્કમાં જઈ વસે ..... ઉત્તમોત્તમ શિષ્ય (આશય)
આ. દ. વિ.
૨૧ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org