________________
માટે લાંછન રૂપ ગણાય. કારણ કે સાધુની હીલના આખરે તો શાસનની જ હીલના છે માટે મહેરબાની કરીને કંઈક ઉપાય બતાવો, અન્યથા પ્રતિજ્ઞા પૂરી થયા વિના મારે જીવવું પણ મુશ્કેલ થઈ જશે. એવું જીવન શું કામનું? જે ધર્મની થતી અવહેલનાને ન અટકાવી શકે ?''
આમ, વારંવારની પ્રાર્થનાથી સૂરીદેવે શેઠને પૂછયું- “હમણાં પુરોહિતના ઘરે શું ચાલી રહ્યું છે તે મને જણાવશો?’
શેઠ બોલ્યા-‘પુરોહિતે અત્યારે પોતાનું નવું મકાન તૈયાર ક્યું છે, જેમાં આવતીકાલે રાજાને પરિવાર સહિત ભોજન માટે પધારવાનું નિમંત્રણ આપશે.''
તે સાંભળીને શેઠના અત્યંત આગ્રહ અને દાક્ષિણ્યને વશ થયેલા સૂરીદવ બોલ્યા-‘એક કામ કરજો. રાજા જ્યારે ભોજન માટે પુરોહિતના મહેલની નજીક આવે તે વખતે તે (રાજા) ને હાથથી ખેંચીને મકાનનાં પ્રવેશ કરતાં અટકાવજો, અને તે જ વખતે મંત્રબળથી હું આ મહેલને જમીનદોસ્ત કરી દઈશ.''
અને બીજે દિવસે તેમ જ થયું.
જેવો શેઠે રાજાનો હાથ ખેંચ્યો અને તેને અંદર પ્રવેશ કરતાં અટકાવ્યો તેવો જ મહેલ કડડભૂસ થઈને કાટમાળમાં ફેરવાઈ ગયો. રાજા બચી ગયો.
ત્યારબાદ શેઠે રાજાને કહ્યું કે આપને હણવા માટે પુરોહિતનું આ કાવવું હતું. નહિંતર નવો જ બનાવેલો મહેલ એકાએક શી રીતે તૂટી પડે ?
આ સાંભળીને ક્રોધિત થયેલા રાજાએ પુરોહિતને બાંધીને શેઠને સોંપતા કહ્યું કે તમારે જે શિક્ષા કરવી હોય તે કરજો. શેઠ ને તો આટલું જ જોઈતું હતું.
તેમણે પુરોહિતને સાધુની અવજ્ઞાનું સ્મરણ કરાવીને જે પગ, સાધુ ઉપર લટકાવ્યો હતો તેને કાપવા માટે ખાસ સ્ટેન્ડ ઉપર પગ (ને) રખાવ્યો.
STOR)
* ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org