________________
ચેષ્ટા મૂકી દો.’ બળદેવે પણ શ્રી કૃષ્ણને સમજાવતા કહ્યું કે- ભાઈ ! જિન વચનને અન્યથા કરવાની તાકાત કોઈમાં પણ નથી. આ જોગીને સમજાવવા કરતાં આપણા સ્થાને જ પાછા ફરો.’’ શોકથી વ્યાકુળ બનેલા બન્ને સ્વસ્થાને પાછા ફર્યા. બીજે દિવસે કૃષ્ણ નગરમાંકૈપાયનના નિદાનની ઉદ્ઘોષણા કરાવી. અને ધર્મમાં વિશેષતઃ તત્પર રહેવા કહ્યું.
એક વખત ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિપ્રભુ પધાર્યા. મોહહર અને મનોહર દેશના સાંભળીને શાંબ- પ્રદ્યુમ્ન વગેરે અનેક કુમારોએ અને રુકિમણી વગેરે યવંશની અનેક સ્ત્રીઓએ પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને ઉભયલોકનાં દુઃખો તથા દુરિતોથી મુક્ત બન્યા.
તે વખતે ઉભા થઈને અંજલી જોડીને શ્રી કૃષ્ણ પ્રભુને પૂછયું- “પ્રભો ! કેટલા સમય બાદ કૈપાયન દ્વારા દ્વારકાને ઉપદ્રવ થશે ?’’ ‘‘દ્વૈપાયન બાર વર્ષ બાદ દ્વારકાને બાળશે’’ - ‘‘આટલું કહીને પ્રભુએ અન્યત્ર વિહાર લંબાવ્યો. શ્રી કૃષ્ણ દ્વારકામાં આવીને ફરીથી ઉદઘોષણા કરાવી અને દયા-દાન-બ્રહ્મચર્ય અચૌર્ય તથા આયંબિલનો તપ વગેરે અનષ્ઠા નોમાં વિશેષ ઉદ્યમ કરવાનું જણાવ્યું. લોકો પણ સાવધાન થઈને દેવ- પૂજા, આયંબિલનો તપ વગેરે ધર્મારાધનામાં વિશેષતઃ તત્પર રહેવા લાગ્યા.
દ્વૈપાયન પણ સંકલ્પપૂર્વક મરીને અગ્નિકુમાર દેવ થયો. પૂર્વભવનાં વૈરને સંભારીને તે દ્વારકામાં આવ્યો. પરંતુ નગરજનોની વિશેષ ધર્મારાધના સામે તેની શક્તિ કારગત નીવડી શકે તેમ ન હતી. તેથી, હંમેશા છિદ્રોને જોતો તે એટલામાં ફરતો રહેતો હતો.
આ બાજુ, “ તપના પ્રભાવથી કૈપાયન નાસી ગયો છે’’ એમ વિચારીને ૧૨ વર્ષ પૂરા થતા લોકોએ તપો તપવાનું છોડી દઈને પૂર્વની જેમ જ મદ્ય-માંસનું સેવન કરવાનું ચાલુ કર્યું તથા ધર્મ નિરપેક્ષ અને સ્વચ્છંદ રીતે જીવન જીવવાનું શરૂ કર્યું.
દ્વૈપાયન પણ આ છિદ્રને પામીને ખૂબ ખુશ થયો. તે વખતે દ્વારકા નગરીમાં નાશને સુચવતાં કેટલાક અશુભ ઉત્પાતો થવા લાગ્યા. બળરામ અને કૃષ્ણનાં હળ અને ચક વગેરે રત્નોનો નાશ થયો. ત્યારબાદ કૈપાયન દેવે સંવર્ત-વાયુ વિકુર્તી લાકડા, પાંદડા, ઘાસ વગેરે દ્વારા આખી નગરીને ભરી દીધી. અનેક પ્રકારના ઉત્પાતો થતા જોઈને આખાય નગરમાં હાહાકાર મચી ગયો. .. સર્વને ગરીનો નાશ. હવે હાથમાં જ દેખાવા લાગ્યો. ભયભીત બનેલા નગરજનો દ્વારકા છોડીને નાસી જે લાગ્યા. પરંતુ પાયને મહાવાયુ વડે આઠેય દિશાઓમાંથી પલાયન થતા લોકોને ઉપાડી ઉપાડીને નગરની અંદર પૂરી દીધા. નગર દ્વારો બંધ કરીને નગરની અંદર રહેલ અને નગરની બહાર રહેલ કરોડો યાદવોને એકઠા કરીને પાયને અગ્નિ પેટાવ્યો. ચારેય બાજુ આગ સળગી ઉઠી. આગ બુઝાઈ ન જાય તે માટે તે સુરાધમ દ્વૈપાયન વૃક્ષો અને વેલડીને અંદર નાંખતો ગયો. એક બીજાને જોઈ પણ ન શકાય તેવા ધૂમાડાના ગોટાઓથી આખું નગર વ્યાપ્ત બની ગયું. આંધળાની જેમ એક ડગલું પણ ખસી શક્વા માટે લોકો શક્તિમાન ન થઈ શક્યા. બાળકોના ચિત્કારો, યુવાનોની બૂમો, સ્ત્રીઓની ચીસો અને વૃદ્ધોના આક્રન્દથી વાતાવરણ અત્યંત ગમગીન કરૂણાસ્પદ બની ગયું... એક બીજાને વળગી પડેલા અસહાય પીરજનો અગ્નિનો કોળીઓ થવા લાગ્યા... સ્વર્ણ અને મણિથી સુશોભિત મહેલાતો ભસ્મસાત્ થવા લાગી. ઊંચી હવેલીઓની છતો અને ભીતો જમીનદોસ્ત થતી તૂટવા લાગી ... કકડભૂસ થતી તોતિંગ ઈમારતોના અને ભડકે બળતી અગ્નિ-જવાળાઓનાં બ્રહ્માંડ ફૂટે તેવા ભયંકર અવાજોથી આકાશ પાતાળ જાણે કે એક થવા લાગ્યા. શસ્ત્રાગારો ભસ્માગારોમાં ટ્રાન્સફર થવા લાગ્યા.... ખુદ માલિકો જ જયારે અસહાય બનીને આગશરણ થવા લાગ્યા ત્યારે પશુઓની તો વાત જ શી કરવી ? મસ મોટા હાથી અને ઘોડાઓ સહિતની હસ્તિશાળાઓ અને અશ્વશાળાઓ પણ કીકીયારીઓથી ભયાનક બનેલી, ક્ષણમાં જ ભસ્મસાત્ થવા લાગી. પલકારામાં જ વિનાશનો ઉદધિ જાણે હિલોડે ચડ્યો હતો. .
સારીય દ્વારકાને અગ્નિજવાળાઓથી લપેટાઈ ગયેલી જોઈને અત્યંત વ્યાકુળ બનેલા કૃષ્ણ અને બળરામ તુરત જ પિતા વસુદેવ અને માતા દેવકી તથા રોહિણીને મહેલમાંથી બહાર કાઢીને રથ ઉપર બેસાડ્યા અને નગરી બહાર તેઓને લઈ જવા રથને હાંકવા માટે શરૂઆત કરી પણ દ્વૈપાયને ખંભિત કરેલા ઘોડાઓ ત્યાંથી એક ડગલુ પણ આગળ ભરવા માટે સમર્થ ન થયા, ત્યારે બળરામ અને કૃષ્ણ સ્વયં તે ઘોડાઓને સ્થાને ગોઠવાઈ જઈને રથને ખેંચવા લાગ્યા.
યુદ્ધની અંદર અર્જુનના સાત ઘોડાના રથના સફળ સારથિ કુણને સ્વયં અશ્વના સ્થાને જોઈંટ થવું પડ્યું .... સમયની કેવી બલિહારી !!!
| ‘ઓ રામ ! ઓ કેશવ !! ઓ મહાપરાક્રમી ! ઓ યાદવેશ્વર ! આ આગના ઉપદ્રવથી અમને બચાવો, બચાવો, અમારું રક્ષણ કરો' આ પ્રમાણે નગરજનોનાં કરૂણ આક્રબ્દોને સાંભળતા દીનતાને પામેલા બળરામ અને કૃષ્ણ, માતા-પિતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org