SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નગરીને મરણાન્ત ઉપસર્ગ થનાર છે . તેથી પાસે રહેલા પર્વતની નજીકના કદંબવનમાં કાદંબરી ગુફાની અંદર રહેલા મોટા શિલાકુંડોમાં મદિરા વગેરે બધા જ પ્રકારના માદક પીણાનો ત્યાગ કરવો . પરંતુ કોઈએ પણ તેનું પાન કરવું નહિ”’ આ સાંભળીને સર્વ નગરલોકોએ દારૂનો બધો જથ્થો નગર બહાર રહેલા તે કુંડોની અંદર ઠાલવી દીધો . હવે છ મહિના બાદ અનેક વૃક્ષોનાં સમૂહમાંથી ખરતા પુષ્પોના સંગથી કુંડમાં રહેલી બધી મદિરા પકવ રસવાળી બની ગઈ. એક વખતે શાંબ (કુમાર) નો શિકારી ફરતો ફરતો તે જંગલમાં આવી ચડયો અને તૃષાથી પીડિત થયેલા તેણે કુંડસ્થિત તે મદિરાને પીધી . અને તેનાં મધુર સ્વાદથી ખુરા થયેલા તેણે મશકમાં તે મદિરા ભરીને શાંખને આપી . ‘‘અત્યંત રોચક આ મદિરા તું ક્યાંથી લાવ્યો ?’’ શાંબના આ પ્રનના જવાબમાં તે શિકારીએ કાદંબરીનાં કુંડમાંથી ગ્રહણ કર્યાનું જણાવ્યું . સ્વચ્છંદી એવા અનેક યદુ કુમારોની સાથે શાંખે બીજા દિવસે કાદંબરી ગુફામાં જઈને ઘણા સમય પછી મળેલી મદિરાને તૃપ્તિ ન થઈ ત્યાં સુધી પીધે જ રાખી . ત્યારબાદ ગાંડાની જેમ ઉન્મત્ત બનેલા તેઓ પર્વત ઉપર ચડીને ક્રીડા કરવા લાગ્યા . તેટલામાં જ ધ્યાનસ્થ દ્વૈપાયન ઋષિને તેમણે જોયા . જોતાની સાથે જ, ‹ આ જ આપણી નગરીનો ઘાતક બનવાનો છે. પણ તે ઘાતક બને તે પહેલા આપણે જ તેનો ઘાત કરી નાંખીએ, જેથી દ્વારકા-નાશનો સવાલ જ ન રહે.’’ –એમ વિચારીને અપમાન કરવા સહિત તેને હાથ-પગ લાકડી અને મુક્કાઓ વડે માર-પીટ કરવાની શરૂઆત કરી. છેવટે અધમૂઓ કરીને તે જોગીને જમીન ઉપર પટકી દીધો . કોઈ ચર પુરૂષે કુમારોના આ પરાક્રમના સમાચાર શ્રી કૃષ્ણને આપ્યા. તે સાંભળાતાની સાથે જ દુઃખી થયેલા કૃષ્ણ, બળરામની સાથે દ્વૈપાયન પાસે દોડી આવ્યા અને તેના કોપની ઉપરશાંતિ માટે મીઠા વચનો વડે ક્ષમા માંગતા કહ્યું - ‘“હે મહર્ષિ !! મદ્યથી ઉન્મત્ત બનેલા અવિવેકી અને અજ્ઞાની એવા મારા પુત્રોએ આપનો જે અપરાધ કર્યો છે તેની અમે ક્ષમા માંગીએ છીએ. કૃપા કરીને ક્ષમા કરો.’’ આમ કહેવા છતા પણ અશાંત અને અમાપ ક્રોધવાળા દ્વૈપાયને કહ્યું-‘‘અરે, કૃષ્ણ ! તારા મધુર વચનો વડે કરીને હવે સર્યું. તમને બન્નેને છોડીને નગરજનો સહિત નગરીને બાળી નાંખવાનો મેં સંકલ્પ (નિયાણું) રેલ છે અને તેમાં ફેરકાર કરાવવાની તાકાત કોઈનામાં નથી. ચાલ્યા જાવ અહિથી ..., આગ લાગે ત્યારે કુવો ખોદવાની ખાલિશ Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy