________________
આ બાજુ ચાક્ય પણ ભમતો ભમતો તે (ચંદ્રગુપ્ત) બાળકને જોવા માટે તે જ ગામમાં (જ્યાં બાળકોની સાથે ચંદ્રગુપ્ત ક્રીડા કરી રહ્યો હતો ત્યાં) આવી ચડ્યો. આ વખતે ચંદ્રગુપ્ત (બાળક) સ્વયં રાજા બનીને અન્ય બાળકોને કંઈક આપી રહ્યો હતો, ચાણક્ય પણ તે બાળ- રાજા પાસે યાચના કરતાં કહ્યું–‘‘મહારાજ ! મને પણ કંઈક આપો’’ આ સાંભળીને ચંદ્રગુપ્ત (બાળકે) કહ્યું-ભૂદેવ ! લ્યો તમને આ ગાય ભેટ આપું છું. ચાયે કહ્યું ગાયોથી હું ડરું છું, ચંદ્રગુપ્ત બોલ્યો ડરવાની જરૂર નથી.આ પૃથ્વી તો વીરભોગ્યા છે (‘વીરભોગ્યા ભૂરિયમ્') ત્યારબાદ ચાયે અન્ય બાળકોને પૂછયું આ બાળક કોણ છે? ત્યારે બાળકોએ જવાબ આપ્યો આ બાળકની માતાનો દોહદ પૂરવાથી કોઈ સન્યાસીને આ બાળક અપાયેલો છે. શિશુ છતાં પણ પ્રકૃષ્ટ જ્ઞાનવાન આ બાળક પોતાનો જ છે. એમ વિચારીને ચંદ્રગુપ્તને ચાણક્ય કહ્યું ‘વત્સ ! ચાલ તને રાજ્ય અપાવું. તું જેને અપાયો છે તે જ હું સન્યાસી છુ.” - રાજ્યચ્છ એવો બાળ-ચંદ્રગુપ્ત પણ તેની સાથે આવવા તૈયાર થયો. ચાણક્ય પણ તેને લઈને જલ્દીથી તે નગરને છોડી
દીધું.
| ત્યાર પછી પૂર્વે ધાતુવાદ વડે ભેગા કરેલા કેટલાક ધન વડે ચાણક્ય થોડીક સેનાને તૈયાર કરી અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તેણે પાટલીપુત્રને ફરતો ઘેરો ઘાલ્યો. પણ નંદના વિશાળ સૈન્ય સામે તે ટકી શક્યો નહિં, પરાજય થતાં ભાગી છૂટેલા ચંદ્રગુપ્તને પકડવા નંદના સૈનિકોએ પીછો પકડ્યો. તે સૈનિકોમાંથી પૂરપાટ વેગે દોડતા ઘોડા સહિત એક સૈનિક તે બન્નેની એકદમ નજીક આવી ગયો. તેને આવતો જોઈને ચાણક્ય બાળક ચંદ્રગુપ્તને નજીકમાં રહેલા તળાવની અંદર છુપાવી દીધો અને પોતે ધોબીની જેમ કપડા ધોવાનો ડોળ કરવા લાગ્યો.
નજીક આવેલા સૈનિકે પૂછયું- અરે ધોબી ! અહિંથી પલાયન થતા ચંદ્રગુપ્તને તે જોયો ? ચાણક્ય કહ્યું હા.... આ તળાવની અંદર પ્રવેશેલો તે ક્યાંક છુપાઈ ગૃયો છે.
સૈનિક વસ્ત્રો, શસ્ત્રો અને બખ્તર વગેરે બધું ત્યાં મુકીને માત્ર એક પોતડી પહેરીને ચંદ્રગુપ્તને શોધવા સરોવરની અંદર જેટલામાં જંપ લગાવે છે તેટલામાં જ તેની જ તલવાર વડે ચાણક્ય તે સૈનિકનું માથું ઉડાવી દીધું. ત્યારબાદ ચંદ્રગુપ્તને
જ ૩૧ બ્રેક For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org