________________ બોલાવી તેને ઘોડા ઉપર બેસાડીને ચાણક્ય ત્યાંથી આગળ જવા રવાના થયો. વચ્ચે રસ્તામાં ચંદ્રગુપ્તને તેણે પૂછયું કે (તારી બાબતમાં) મારા અને ઘોડેસ્વારની વચ્ચે જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે તું મનમાં શું વિચારતો હતો ? ચંદ્રગુપ્ત કર્યું - ‘‘પૂજ્યવર ! ત્યારે મેં એટલું જ વિચારેલું કે આપ જે કરો તે સુંદર જ હોય આ બાબતમાં મારે કંઈ વિચારવાનું હોય નહિ.' આ સાંભળીને અત્યંત સન્તુષ્ટ થયેલો ચાણક્ય વિચારવા લાગ્યો ભવિષ્યમાં ચંદ્રગુપ્ત સદા મારે વશ રહેશે. મુસાફરીમાં આગળ જતા રસ્તામાં બાળ ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું - મને સખત ભૂખ લાગી છે. ચંદ્રગુપ્તને ત્યાં બેસાડી ચાણક્ય કોઈ ગામની નજીકમાં ભોજન લેવા માટે ગયો. તેટલામાં કોઈ ભટ્ટને તેણે સામેથી આવતાં જોયો, ચાણક્ય પૂછ્યું, આ ગામમાં ભિક્ષા મળશે ? ભટ્ટે કહ્યું હા, ખૂબ મળશે. હું પણ હમણાંજ દહીં અને ભાત વગેરેનું ભોજન કરીને નીકળ્યો છું. ચાણક્ય વિચાર્યું ગામમાં ભિક્ષા લેવા જતાં નંદના નિર્દય સૈનિકો બહાર એકલા રહેલા ચંદ્રગુપ્તને મારી નાખશે તો ભવિષ્યમાં રાજ્ય મેળવવાનું મારું સ્વપ્ન અધુરૂં જ રહી જશે માટે આવી પડેલી અવસ્થાને ગમે તેમ પાર કર્યો જ છૂટકો. આમ વિચારીને તેણે ભટ્ટના પેટમાં છરો હુલાવી દીધો અને તેના જઠરમાંથી તાજો ખાધેલો કાંબો કાઢીને ચંદ્રગુપ્તને ખવડાવ્યો અને ભૂખ્યા એવા તેણે પણ ખાધો. સાચે જ નરાધમ લોકો નાનકડા પણ નિજ સ્વાર્થ માટે પરદ્રોહ કરતાં વાર નથી લગાડતા. આજના રાજકારણમાં તો દેશના હિત સાથે જેને કંઈ નાતરું જ નથી એવા એકલપેટા રાજકારણીઓનો રાફડો ફાટ્યો છે. માફિયાઓને પણ સારા કહેવડાવે તેવા રાજનેતાઓ જે દેશનું રાજ્ય ચલાવતા હોય તે દેશની પ્રજા પણ ભૂખમરાથી પીડાય કે અનેક બદીઓનો ભોગ બને તેમાં નવાઈ શું હોય ? - જે દેશની કેટલીય ગરીબ પ્રજાને અનાજનો એકેક દાણો મેળવવા માટે કમ્મરતોડ મહેનત કરવી પડે તોય પૂરું ન મેળવી. શકે, અને છેવટે મારા-મારી, લૂંટફાટ અને આપઘાતના માર્ગે જવું પડે કે ક્યાંક જીવતા કોઈ બાળક કે બાળકીને સળગાવી મારીને પોતાની સળગતી જઠરાગ્નિને શાંત કરવાનો વખત આવે- આવી પરિસ્થિતિમાં પણ અનેક કૌભાંડોમાં સંડોવાયેલા અનેક રાજ-નેતાઓ ચાણક્યને પોતાનાથી હજાર ગણા સારા કહેવડાવે તેવા દેશ માટે અભિશાપ રૂપે પૂરવાર થયેલા ન ગણાય શું? ચાણક્યને તો મજબૂર થઈને ક્યાંક કાળા કામ કરવા પડ્યા હશે. જ્યારે આધુનિક ચાણક્યોની તો વાત જ ન્યારી છે. અબજો નહિં પણ અરબોની સંપત્તિ સ્વીઝર્લેન્ડ બેંકમાં જમા પડી હોય તો ય પોતાને મળેલી સત્તા દરમ્યાન ચૂસાય તેટલું ચૂસીને દેશને ખોખલો બનાવીને હસતા મુખડે મૂલ્યોની વાત કરતાં જરાય લાજતા નથી. કોઈક બૈરનાર જેવા માડીજાયા સચ્ચાઈની સપાટીએ ઉપર આવતા દેખાય તો ફટ દઈને તેમના ઉપર તરાપ મારવામાં આવે છે. જાણે કે તેમને હતા-નહતા કરવાના પ્રપંચો ગોઠવવામાં આવે છે. | રાજકારણીઓએ પોતાના અંધ સ્વાર્થ ખાતર આ દેશની કેટલી અધોગતિ કરી દીધી છે? પ્રજાને સાવ નિર્માલ્ય બનાવી દીધી છે? કહેવાતી લોકશાહીમાં લોકોનો સૂર જ નથી અને છે તો એનું સુરસુરીયું થઈ જાય છે. કોઈ સાંભળનાર જ નથી. વાસ્તવમાં લોક-શાહી એટલે અમલદાર શાહી, ગુંડાશાહી, લાગવગશાહી, અંધેરશાહી ચાલી રહી છે. જ્યારે રાજાશાહીમાં મહાજનનો અવાજ હતો. મહાજન એટલે લોકોનો અવાજ. આ મહાજન લોકોની લાગણીને સત્તા સુધી પહોંચાડતું અને તેનો નિકાલ પણ થતો. આવા મહાજનવાળી રાજાશાહીનું જ્યારે પણ નિર્માણ થશે ત્યારે જ કદાચ સફેદ ઠગોનું વિસર્જન થશે. ત્યારે જ ભારતનું કલ્ચર બઠેલાશે. * * lain Education International વહિટ 320 For Private & Personal Use Only www.jainelibrary.org