________________ !i||| Gi]\ પ્રભુ દર્શનની પ્યાસ ભગવાનનું દર્શન આસાન નથી પણ જેને દરશ (ન)ની તરસ લાગે છે તે (દર્શન) ર્યા વગર રહેતો નથી. પ્યાસથી દુર્લભ દર્શન, સુલભ બની જાય છે. દર્શનની પ્યાસ લગાવવા માટે (ભગવાનને શોધવા) આપણે રણના રોઝ બની જવું જોઇએ. ભગવાનનું નામ લેતાં અને તેનું (પ્રતિમા સ્થિત) રૂપ જોતાં ખૂબ આનંદ આવે-ભારે હર્ષોલ્લાસપૂર્વક જે ભગવાનના દર્શન કરે તેને સાક્ષાત્ ભગવાનના દર્શન નિકટના જ સમયમાં થવાનાં છે, તેમ સમજવું. આ રીતે એક વખત પણ ભગવાન મળી જાય તો અનંત જનમ-મરણના ચક્કર મટી જાય. આથી જ, જ્ઞાની પુરૂષો તિજોરી, ટી.વી. અને શ્રીમતીના દર્શને ખુશ થઈ જનારા સંસારીઓને સૌ પ્રથમ પ્રભુ-દર્શનની પ્યાસ લગાવે છે. આ જ મહત્તા છે- સદ્ગુરૂની....... જે શાસ્ત્ર અને અનુભવ- જ્ઞાન દ્વારા અહિં બેઠા બેઠા સિદ્ધ ભગવંતોના દર્શન કરાવે છે. ઘેર બેઠા ટી.વી. દ્વારા જેમ દિલ્હી (દેશ-વિદેશ) ના દશ્યો જોઇ શકાય છે તેમ યોગસાધનામાં (ધ્યાન યોગની પરાકાષ્ઠા રૂ૫) સમાપત્તિનો સાધક આત્મા અહિં (સંસારમાં) રહ્યા રહ્યા ભગવાનના દર્શન કરી શકે છે. 5. પૂ. આ. વિ. કલાપૂર્ણ સૂ. મ. UiS ત્ર 56 ટક For Private & Personal Use Only al Education International www.jainelibrary.org