SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કકકકકas પૂજ્યપાઠ અધ્યાત્મયોગી શ્રીમદ્વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના કરકમલોથી લખાયેલા ગ્રંથોની યાદી છે. ૦ ૦ ૦ ૦ ૦ ) (૧) અમૃતવેલ-સજઝાયના માધ્યમે દુષ્કત ગ એટલે કે પાપનિંદા, સુકૃત અનુમોદના અને અરિહંતાદિ પરમેષ્ઠીઓ પ્રત્યે સમર્પણભાવ ઇત્યાદિ મુખ્ય પદાર્થોનાં મર્મને ઉઘાડનાર પુસ્તક- ‘‘સહજ સમાધિ’’ | (૨) પ્રીતિ- ભક્તિ-વચન અને અસંગ ઇત્યાદિ અનુષ્ઠાનો દ્વારા પરમાત્મ ભક્તિ કેવી રીતે કરાય ? લાખો માઇલ દૂર રહેલા પરમાત્મા ક્યા માધ્યમથી આપણા મન-મંદિરમાં મંગલ-પદાર્પણ કરે છે.....? વગેરે ભક્તિ વિષયક પદાર્થોનું સુંદર અને સરળ ભાષમાં નિરુપણ કરતું પુસ્તક - ‘મિલે, મન ભીતર ભગવાન’’ | (૩) આ સંસારમાં (મૃત્યુલોકમાં) રહેવા છતાં પણ આપણે મુક્તિસુખની વેરાયટી મેળવી શકીએ છીએ- ‘સમતાનાં માધ્યમથી આ સમતાનું બીજું નામ છે – ‘સામાયિક’’ સામાયિકનાં અનેક પ્રકારોને તાત્વિક શૈલીમાં રજુ કરતું પુસ્તક-‘‘સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ ? | (૪) અધ્યાત્મનિષ્ઠ શ્રી દેવચંદ્રજી મહારાજાનાં દ્રવ્યાનુયોગથી ભરેલા ચોવીશી સ્તવનોના ગંભીર અર્થોને અને તાત્વિક રહસ્યોને ખોલનારું પુસ્તક “પરમતત્વની ઉપાસના’’ (૫) ભક્તિ યોગ વિષયક ચૂંટી કાઢેલા નાના-મોટા નિબંધોથી અલંકૃત પોકેટ બુક- “ “ભક્તિ યોગ’’ (૬) પરમાર્થથી ધ્યાન શું ચીજ છે ? જૈન દર્શનનાં પ્રત્યેક અનુષ્ઠાનોમાં ‘ધ્યાન-યોગ’ ભરપૂર ભરેલો છે. જે ધ્યાનમાં દેવગુરૂ - ધર્મ ન હોય તે ધ્યાન શુભ ધ્યાન નથી બની શક્ત... ઇત્યાદિ સ્પષ્ટતાઓથી યુક્ત ધ્યાનમાં હજારો પ્રકારો બતાવનાર અભૂત અનોખું મહાકાય ગ્રન્થરત્ન * * દયાન-વિચાર? ? . (૭) આજ સુધી જે પુસ્તકનાં માધ્યમથી આચાર્ય ભગવંતે પોતે રાત્રિનાં કલાસો દ્વારા હજારો વિદ્યાર્થીઓને સરળ અને વૈરાગ્ય વર્ધક રોચક શૈલીમાં જૈન તત્વોને કંઠસ્થ કરાવ્યા છે એવા જૈન દર્શનના હાર્દ સમાન નવ તત્વો અને જીવવિચારનાં પદાર્થોને સુંદર અને અત્યંત સરળ ભાષામાં સંક્ષિપ્ત રૂપથી બતાવનાર પુસ્તક- ‘‘તત્વજ્ઞાન પ્રવેશિકા’’ | (૮) મુક્તિનો માર્ગ છે ભક્તિ, પણ ભક્તિમાં પ્રબળ નિમિત્ત બને છે... મૂર્તિ. આમ, મૂર્તિપૂજાને અનેક વિધ શાસ્ત્ર-પાઠોથી અને ઐતિહાસિક સાબિતીથી સિદ્ધ કરીને મુક્તિની પ્રાપ્તિમાં મૂર્તિને અનન્ય કારણ રૂપ દર્શાવતું પુસ્તક - “ ભક્તિ હૈ માર્ગ મુકિત ક....'' (૯) સુંદર - મઝાના ચૂંટેલા કેટલાક પ્રાચીન સ્તવનોની અર્થ- પૂર્ણ વિવેચનાને ખોલતું પુસ્તક - ‘‘તાર હો તાર પ્રભુ” (૧૦) કવિરત્ન નારણભાઈના વિસ્તૃત પ્રયત્નથી તૈયાર થયેલ, પાંસઠીયા યંત્રથી યુક્ત, અનાનુપૂર્વી (જપ) ના સાધક આત્માઓ માટે અનોખું, નવું અને સચિત્ર પ્રકાશન (પોકેટ બુક) - “ “જપ યોગ’’ ' હજારો પ્રકાશવર્ષ દૂર-સુદૂર ઊંડા આકાશમાં, ટમટમતા તારલાઓ પણ હોય છે... તો, કનડતા મંગળ અને શનિ જેવા ગ્રહો ' પણ હોય છે.. આ વિશ્વ પણ એક વિશાળ ગગન’ છે. જેમાં, ઘોર અંધારી રાત્રિમાં પ્રકાશનો પુંજ પાથરતા તારલાઓ જેવા મહાપુરૂષો પણ છે... અને ઉપદ્રવકારી ગ્રહોની જેમ નડતા કા-પરૂષો પણ જોવા મળે છે. ઇતિહાસનાં અમર પાને અંકાયેલ આ બધાની ઝળહળતી કે કાળી ડિબાંગ જીવન ઘટનાઓ, જમ્બો જેટની ૨૦મી સદીના માનવીય જીવન-વ્યોમને કંઇક મૂક સંદેશો આપી જાય છે. જે ઉત્થાન અને પુનરૂત્થાનનાં ટર્નિંગ પોઈટને લાવી દેવા બસ છે. 'આ પુસ્તકની અંદર રહેલ સચિત્ર ઘટનાઓને વાંચજો અને વાગોળજો. કદાચ. વ્યસનોનાં વાદળોથી ઘેરાયેલું... અને ક્રોધાદિ- કૌટુંમ્બિક ક્લેશની કાલિમાથી ક્યુષિત જીવન- આકાશ, પ્રકાશ. પૃજલ્થી રેલાઈ ઉઠરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy