________________ VOSU ODNOTOWODVOTO પિતાએ ક્રમશઃ એકેક પુત્રનો ઈન્ટરવ્યુ લીધો. મૂડી કરતાં અનેકગણું કમાઈને લાવેલા પહેલા પુત્ર ઉપર ખુશ થયેલા પિતાએ તેને ઘર - પેઢી-કુટુંબ પરિવાર વગેરે સર્વસ્વનો માલિક બનાવ્યો. બીજા પુત્રને ઘર -વ્યાપારમાં જોડી દીધો અને મૂડીને ખાઈ જનારા ત્રીજા પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો. બિચારો મજૂરી વગેરે કરીને કષ્ટ પૂર્વક પેટિયું રળવા લાગ્યો. બીજો પુત્ર સુંદર ભોજનાદિનો લાભ મેળવી શક્યો ખરો પરંતુ પહેલા પુત્રની જેમ દુનિયામાં તેની યશ-કીર્તિ પ્રસરી નહિં. આ દષ્ટાંતનો ઉપાય બતાવતાં સૂત્રકાર ભગવાન કહે છે माणुसत्तं भवे मूलं लाभो देवगई भवे। ની મૂન વેણ નીવાળ નરાતિરિવરવતા યુવે છ/૧દ્દી નારા | આપણને મળેલ મનુષ્યભવ એ મૂળ મૂડી (ઇન્કમ) છે તેના દ્વારા કરેલી સાધના વડે મળતા સ્વર્ગ અને અપવર્ગએ (મૂડી ઉપરાંતનો) નકો (પ્રોફીટ) છે અને મૂડીનો છેદ (મનુષ્ય જન્મ બરબાદ) કરવા બરાબર મળે છે નરક ગતિ અને તિર્યંચ ગતિ. જે માંસ-મદિરા વગેરે આરોગે છે, મહારંભ અને મહાપરિગ્રહમાં રક્ત રહે છે, પંચેન્દ્રિય જીવોનો વધ કરે છે અને વિશ્વાસઘાત કરે છે તેઓ દેવાળિયાની જેમ માનવભવની મૂળ મૂડીને સેફ રાખી શકતા નથી બલ્લે દેવાળિયા બનીને નરગતિને વહોરી લે છે અને ફરીને માનવ બનવા માટે તેઓ અયોગ્ય ઠરે છે તેજ રીતે જે અન્યાય અનીતિ પ્રપંચ અને કાવાદાવા રમે છેગૂઢ હૃદય વાળા છે લુચ્ચાઈ કરે છે તે (ત્રીજા પુત્રની જેમ) મનુષ્યગતિની બહાર ફેંકાય છે અને પશુઓની વણથંભી યોનિઓમાં વારવાર જન્મ-મરણ કરીને બિચારા દુઃખી દુઃખી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org