SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જીવ સહુને વહાલો હોય છે... એક વખત મહારાજા શ્રેણિકે સભામાં આવેલા લોકોને પૂછયું-“હમણાં રાજગૃહ નગરમાં મળતી એવી કઈ વસ્તુ છે જે સસ્તી હોય અને સ્વાદમાં સુમધુર હોય?” સહુએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. છેવટે ક્ષત્રિયોનો વારો આવ્યો, તેમણે કહ્યું- “હમણા સસ્તી અને સ્વાદુ કોઈ વસ્તુ હોય તો તે છે માંસ.” આ સાંભળીને ત્યાં બેઠેલા અભયકુમારે વિચાર્યું, ‘આ લોકો ધિષ્ઠ છે . જો એમને સબક શીખવાડવામાં નહિં આવે તો હિંસક આચાર-વિચારોનો બહોળો ફેલાવો થશે . માટે એવો કો'ક ઉપાય કરવો જોઈએ, જેથી ફરીથી આવું બોલવાનો તે લોકો ખો ભૂલી જાય.' આમ વિચારીને તે જ રાત્રે અભયકુમારે એક પછી એક બધા જ ક્ષત્રિયોના ઘરે જઈને, તેમને કહ્યું- “રાજાના કુંવર બહુ મોટી માંદગીમાં ફસડાઈ પડ્યા છે. વૈદ્યોના મંતવ્ય મુજબ રાજ-પુત્રને જીવાડવાનો એકજ ઉપાય છે. અને તે છે .... બે ટાંક પ્રમાણ મનુષ્યનાં કળેજાનું માંસ’ . હે ક્ષત્રિયો! તમે લોકો રાજાનું અન્ન ખાઓ છો. માટે તમારૂં અનન્ય કર્તવ્ય બની રહે છે કે, રાજાના કુંવરને કોઈ પણ ભોગે બચાવવા . અને હા .... તમારું કાળજું લીધા બાદ તમારી પાછળ તમારા કુટુંબની આજીવિકા સુખેથી ચાલે, તે માટે એક હજાર સોનામહોરોની થેલી (કાળજાના બદલામાં) તમને રાજ્ય તરફથી ભેટ આપવામાં આવશે. જેથી તમારી પાછળ તમને કુટુંબની ચિંતા ન રહે.” આ સાંભળીને એક ક્ષત્રિયે હાથ જોડીને ગ...ગત્ સ્વરે અભયકુમારને કહ્યું-“ભાઈસા'બ! ... મારી પોતાની એક હજાર સોનામહોરો આપને હું અર્પણ કરું છું. આપ અહિથી પધારો અને અન્ય ક્ષત્રિયોને ત્યાં જઈને કળેજાની માંગણી કરો . મને જીવન-દાન આપો.” અભયકુમારે તેની હજાર સોનામહોરો લઈને ત્યાંથી ચાલતી પકડી અને પહોંચ્યા અન્ય ક્ષત્રિયોને ત્યાં બધા ક્ષત્રિયોએ એક જ વાત કરી કે “અમારી હજાર સોનામહોરો લઈ જાવ, પણ અમને જીવતા છોડો. કળજું કોઈ બીજાની પાસેથી ગ્રહણ કરજો .” આ પ્રમાણે અભયકુમારે દરેક ક્ષત્રિયોના ઘરમાં જઈ ને કુલ એક લાખ સોનામહોરો ભેગી કરી, પણ કોઈએ પોતાના કાળજાનું માંસ આપ્યું નહિં. બીજે દિવસે સવારે રાજ્ય સભામાં અભયકુમારે લાખ સોનામહોરોનો ઢગલો કર્યો. અને ક્ષત્રિયોને ઉદ્દેશીને કહ્યું‘‘ગઈકાલે તમે લોકોએ આ સભામાં સૌથી સસ્તી વસ્તુ ‘માંસ’ ને ગણાવી હતી. પરંતુ, આ એક લાખ સોનામહોરોના બદલામાં બે ટાંક (એક નાનકડું જુનું માપ) જેટલું પણ માંસ મળી શક્યું નહિં. બોલો હવે, માંસ મોંધુ કે સોધુ?” બધા જ ક્ષત્રિયો લજ્જિત થઈને નીચે જોઈ રહ્યા!! અભયકુમારે બધાને ધમકાવીને હવે પછી કયારેય પણ માંસ-ભોજન નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવી . જો, લાખ સોનામહોરોના બદલામાં પણ પોતાનું માંસ આપવાનું પાલવે તેમ ન હોય તો, નિર્દયતા સાથે ક્તલ ચલાવીને લવાયેલા બીજા જીવનાં અંગોને આરોગવાનું કે તેવા ધંધા કરવાનું કેમ પાલવે ? યાદ રહે ઃ જીવ સહુને વહાલો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy