________________ આમ નગરજનોનાં મુખેથી દિન-પ્રતિદિન હલ્લ-વિહલ્લની વધતી જતી પ્રશંસા સાંભળીને કોણિકની રાણી ‘પદ્માવતી’ ને થયું-ખરેખર, ઘી વગરનું જેમ રુક્ષ ભોજન નકામું છે તેમ દિવ્ય હાર અને સેચનક હાથી વગેરેથી રહિત આ વિશાળ સામ્રાજ્ય પણ સાવ ફિક્યું છે.' | હુલ્લ-વિહલ્લ અને તેના સ્ત્રી પરિવારની પ્રતિષ્ઠાને સહન નહિં કરી શક્તી પદ્માવતીએ મનોમન ગાંઠ વાળી- ‘બળાત્કારે પણ મારા પતિ (કોણિક) દ્વારા આ બધું મેળવીને જ રહીશ.'' તેણીએ એકાંતમાં કોણિક પાસે પોતાની ઈચ્છા રજુ કરી. કોણિકે કહ્યું- ‘બંધુ પાસે રહેલી સંપત્તિને જો હું આંચકી લઉં તો હું કાગડા કરતા પણ હલ્કો ગણાઉં. માટે આ વાતને તું પડતી મૂક.'' પણ, સ્ત્રી હઠ જેનું નામ !!!! પદ્માવતી એકની બે ન થઈ.... તે ન જ થઈ. આખરે પત્ની ઉપરનાં સ્નેહના કારણે કોણિકને નમતું જોખવું પડ્યું. ખાનદાન કુટુંબના નબીરાઓ પણ સ્ત્રીના પાશમાં પડ્યા પછી નહિં કરવાનું કરી બેસતા હોય છે. જેમ ગાંડો માણસ બજાર વચ્ચે ઉભો રહીને પહેરેલા વસ્ત્રો ફેંકી દે અને બેશરમ નગ્ન બની જાય, તેમ કોણિકે પણ ન્યાય-નીતિ- મર્યાદા અને બંધુ-પ્રેમ બધું અભરાઈએ ચઢાવી દઈને હલ્લ-વિહલ્લ પાસેથી અણહક્કની દિવ્ય હાર વગેરે ચારેય વસ્તુની માંગણી કરી અને છેવટે ગુસ્સો કરીને ત્યાં સુધી જણાવી દીધું કે જો નહિં આપો તો હું બળાત્કારે પણ પડાવી લઈશ. હુલ્લ-વિહુલે જવાબ આપ્યો-“ખુદ પિતાએ જ જ્યારે અમને આ હાર વગેરે આપ્યા છે, તો તે અમારા હક્કના જ ગણાય. હા.... જો તું રાજ્યનો ભાગ આપવા તૈયાર હોય તો અમે અત્યારે જ આ હાર વગેરે આપી દેવા તૈયાર છીએ”. પણ કોણિકે આ વાત મંજુર ન રાખી. છેવટે હલ્લ-વિહુલ્લે વિચાર્યું- “હવે અહિં રહેવું એ આપણા માટે શ્રેયકારી નથી. માથે આપત્તિ તોળાઈ રહી છે...'' આમ વિચારીને બન્ને જણ સપરિવાર રાતો-રાત ચંપાનગરીથી નીકળીને વૈશાલીનાં મહારાજા માતામહ ચેડા (માતાના પિતા) પાસે આવ્યા અને પોતાની સર્વ હકીક્ત જણાવી. ચેડાએ તેમનું સ્વાગત-સમ્માન કર્યું અને રહેવાની સુંદર વ્યવસ્થા કરી આપી. હાર વગેરેથી અને બંધુઓથી, ઉભયભ્રષ્ટ થયેલા ચિંતાતુર કોણિકે માતામહ ચેડાને દૂત દ્વારા કહેવડાવ્યું કે- “યા તો હસ્તિ રત્ન વગેરેથી સહિત મારા બન્ને ભાઈઓને પરત કરો અને જો તેઓ આવવા તૈયાર ન હોય તો, હાથી કુંડલ વગેરે વસ્તુઓ મોકલી આપો. જેમ હલ્લ-વિહલ્લ આપના દૈહિત્ર છે તેમ હું પણ આપનો ઠૌહિત્ર છું. આપે બધા પર સમાન પ્રેમભાવ રાખવો જોઈએ.'' ત્યારે ચેડા રાજાએ તે જ દૂત દ્વારા કોણિને સંદેશો પાઠવ્યો-‘સ્વયં પિતાએ આપેલી સંપત્તિ, બંધુઓ પાસેથી આંચકી લેવી તે તારા જેવા માટે ઉચિત નથી. આ બન્ને મારા શરણે આવ્યા છે, તેમનું રક્ષણ કરવું મારી ફરજ છે. દૌહિત્ર તરીકે તમે બધા સમાન હોવા છતાં પણ આ બન્નેના પક્ષમાં ન્યાય હોવાથી, વળી શરણાગત હોવાથી આ બન્ને વધુ રક્ષણીય છે. તેમ છતાં તેમને રાજ્યનો ભાગ આપવા તું તૈયાર થતો હોય તો હાથી- દિવ્ય હાર વગેરે બધું જ અપાવી દઉં.'' | દૂતે જઈને કોણિક્ત સર્વ (વૃતાંત) નિવેદન કર્યું. આ સાંભળીને પત્નીના મોહમાં અંધ બનેલો કોણિક સાન ખોઈ બેઠો. ક્રોધાંધ બનીને તેણે યુદ્ધની તડામાર તૈયારીઓ કરાવી. રણથંભાઓ ગાજ –વીજની જેમ ભયંકર ગર્જનાઓ કરવા લાગી. તેંત્રીસ હજાર હાથી, તેંત્રીસ હજાર રથ અને ત્રીશ રોડ સૈનિકો સાથે કોણિક, યુદ્ધ માટે મહારાજા ચેડાનાં સીમાડા ભણી ચાલી નીકળ્યો. કાળ વગેરે દશ ભાઈઓને પણ સાથે લીધા. મુગટધારી 18 રાજાઓ, 47 હજાર રથ, 47 હજાર હાથી તથા કરોડ સૈનિકોની સાથે રાજા ચેડા પણ સજજ થઈને યુદ્ધ માટે સામે આવ્યા. બન્ને સૈન્યો આમને સામને આવી ગયા અને વિવિધ પ્રકારના યુદ્ધ બૃહો ગોઠવવા લાગ્યા. કોણિકની સેનામાં સેનાધિપતિ તરીકે પ્રથમ દિવસે કાળને ગોઠવવામાં આવ્યો. આકાશ પાતાળ એક કરતા ભેરીઓના નિનાદો સાથે યુદ્ધ શરૂ થયું. નાળિયેરની જેમ લીલુડા માથાઓ વધેરાવા લાગ્યા.. રાજા ચેડા પાસે એક દિવ્ય બાણ હતું. જેને લક્ષ્ય કરીને છોડવામાં આવે તેને વીંધીને જ રહે તેવું અમોઘ. વળી 'દિવસમાં એક બાણથી વધુ નહિં છોડવું’ - એવી તેમની પ્રતિજ્ઞા હતી. સાંજ થતાં કોણિકની સેનામાં સેનાધિપતિ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org