________________ સગરે કહ્યું- “જીવાડવાનો કોઈ ઉપાય ખરો ?' માંત્રિક - “હા રાજન્ ! જેના ઘરમાં આજ સુધી કોઈ મર્યું ન હોય તેવા ઘરની ચપટી રાખ જો મળી જાય તો આ બ્રાહ્મણપુત્રને અમે સાજો કરી શકીએ.'' રાજાએ સેવકોને આદેશ કર્યો. આખાય નગરમાં ફરી વળ્યા છતાંય સેવકોને કોઈ મૃત્યુન પામ્યું હોય તેવું એક પણ ઘર મળ્યું નહિં. રાજસેવકોએ રાજાને સર્વ હકીક્ત નિવેદન કરી. હવે કોઈ ઉપાય ન રહેતાં રાજાએ બ્રાહ્મણને સમજાવવા માંડ્યું. ‘ભૂદેવ ! મૃત્યુ એ એક સર્વ-સાધારણ વસ્તુ છે. તેનાં પંજામાંથી કોઈ છૂટી શકે તેમ નથી. ચાહે કરોડોની સંપત્તિ પાસે હોય તોય શું? અને ધનવન્તરી વૈદ્યો પાસે જ ઉભા હોય તોય શું? બધાને જોતા રાખીને યમરાજ પોતાના ભક્ષ્યને લઈને ચાલતી પકડે છે.'' | ‘બીજાની વાત તો દૂર રહી મારા પૂર્વજ રાજાઓ પણ મરણ-શરણ થયેલા છે. હું તેઓને પણ નથી બચાવી શક્યો અને મને પણ આ મૃત્યુમાંથી કોઈ બચાવી શકે તેમ નથી. માટે શોક છોડી દઈને આત્મ-કલ્યાણનો માર્ગ પકડવો તે જ હિતાવહ | બ્રાહ્મણ બોલ્યો- ‘રાજ ! હું આ બધું જાણું છું. પણ મારો આ એકનો એક પુત્ર મૃત્યુ પામતાં મારો વંશ નામ-શેષ થઈ જાય તેમ છે. માટે બાપુ ! કોઈ પણ રીતે આ પુત્રને જીવાડીને મને પુત્ર-ભિક્ષા આપો. હું આપનો ઉપકાર આજીવન ભૂલીરા નહિં.'' | રાજા બોલ્યો- ‘કોઈ પણ મંત્ર, તંત્ર, શાસ્ત્ર, રસાયન, કે ઔષધી મરેલાને જીવાડી શકે નહિં. આ વસ્તુ મારા હાથની બહાર છે. માટે ખેદ છોડી દે. in Education International 29 48 જિ. For Private & Personal Use Only www.jainelibrary.org