Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ (13) ભાગીરથી જાહ્નવીનો સંક્ષિપ્ત ઈતિહાસ હિંદુઓમાં પવિત્ર ગણાતી ગંગા નદીના ભાગીરથી અને જાહ્નવી આ બે નામો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. શી રીતે પડ્યા આ બે નામો? તેનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન મતે આ પ્રમાણે છે આ અવસર્પિણીના બીજા તીર્થંકર ધર્મક્રવર્તી શ્રી અજીતનાથ પ્રભુના જ લઘુ (પિતરાઈ) બંધુ ‘સગર’’ પખંડ સાધીને ચક્રવર્તી રાજા બન્યા. તેના સાઇઠ હજાર પુત્રોમાંથી સૌથી મોટો પુત્ર હતો જહુ. એક વખત જદુએ એક અજોડ કાર્ય કરીને પિતાને ખુશ ખુશ કરી દીધા. ખુશ થયેલો સગરે પુત્રને વરદાન માંગવાનું કહ્યું. જહુનુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું‘‘પિતાજી ! બંધુઓ સહિત સમગ્ર પૃથ્વીને જોવાની મારી ઇચ્છા છે. તો દંડરત્ન વગેરે લઈને સમગ્ર પૃથ્વીમાં પર્યટન કરવાની અમને અનુમતિ આપો.’ પિતાએ અનુજ્ઞા આપી. જહુએ મંત્રી વગેરે સૈન્ય અને 60 હજાર બંધુઓ સાથે પ્રયાણ કર્યું. ફરતાં ફરતાં અષ્ટાપદ પર્વત પાસે આવી પહોંચ્યા. આ મહાન તીર્થ (સ્વરૂપ આ પર્વત) ઉપર રત્નોનાં મંદિરો અને સ્વ-સ્વ કાય પ્રમાણ ચોવીશ તીર્થકર ભગવંતોના મણિમય બિંબોના દર્શન કરતાં જહુ વગેરેનું હૈયું નાચી ઉઠ્યું. રોમ-રોમ પુલક્તિ થયા. મંત્રીઓ પાસેથી પોતાના જ પૂર્વજ ભરત ચક્રીએ આ ચેત્ય-બિંબોની સ્થાપના કર્યાનું જાણીને તેઓને પણ આવા જ નૂતન ચૈત્યોનો નિર્માણ કરવાનો કોડ જાગ્યો. (અનુવંશના સંસ્કારો હજારો વર્ષ સુધી સંતાન-સંતતિમાં અવતરતા હોય છે.) જહુએ સેવકોને ઓર્ડર કર્યો. આવો જ કોઈ પર્વત શોધી કાઢો - જેના ઉપર નૂતન ચેત્યોનું નિર્માણ કરી શકાય! પણ કાશ ! તેવો કોઈ જ પર્વત ક્યાંય પણ સેવકોના જોવામાં આવ્યો નહિં. છેવટે જહુ વગેરેએ વિચાર્યું કે હવે તો પડતા કાળમાં ચોરી વગેરે ન થઈ જાય તે માટે રત્ન-મણિમય આ ચૈત્યોની રક્ષા કરવી એ જ આપણુ એકમેવ કર્તવ્ય બની રહે છે. આમ વિચારીને તીર્થ રક્ષા નિમિત્તે દંડરત્નની સહાયથી પર્વતને ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ખોદાવી. પણ તેમ થતાં નીચે રહેલા ભવનપતિ-નિકાયના દેવોના આવાસો રેતીથી ખરડાવા લાગ્યા. દેવોએ પોતાના અધિપતિ જ્વલન-પ્રભને વાત કરી. જવલન-પ્રભે ઉપર આવીને જહુ વગેરેને ઠપકો આપ્યો. અને હવે પછી આવી નાદાનિયત કરશો તો મૃત્યુ દંડથી ઓછી સજા નહિં મળે' - આવી સૂચના આપીને તે (જ્વલન-પ્રભ) જતો રહ્યો, પણ તીર્થરક્ષાના ઉમંગમાં જલું વગેરેએ આ વાત ઉપર ખાસ કંઈ લક્ષ્ય આપ્યું નહિં. અને ઊંડી ખોદેલી ખાઈમાં દંડરત્ન વડે ગંગા નદીને ખેંચી લાવીને તેને પાણીથી પૂરી દીધી. પાણી ઠેઠ નીચે નાગનિકાયના દેવોના આવાસો સુધી પહોંચ્યું અને તેઓના આવાસો કાદવ યુક્ત પાણીથી ખરડાવા 46 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64