Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ | (14) તીરથની આશાતના નવિ કરીએ સમૂહમાં બાંધેલુ પાપકર્મ પ્રાયઃ કરીને સમૂહમાં જ ઉદયમાં આવતું હોય છે વળી સમૂહમાં બાંધેલુ પાપ કે પુણ્ય કર્મનું બળ પણ એકદમ વધી જતું હોય છે જેનું ફળ (પણ) તે તે કર્મના ઉદય કાળમાં પ્રકૃષ્ટ રીતે (અનેકવાર) અનુભવવા મળે છે ચવર્તી સગરના પૌત્ર, ભગીરથનો અયોધ્યાની ગાદીએ રાજ્યાભિષેક થયા બાદ એક વખત નગરીમાં જ્ઞાની ભગવંત પધારતાં દેશનાને અંતે ભગીરથે સવિનય પ્રશ્ન કર્યો. તેની દ ‘ભગવંત ! મારા પિતા જહુ વગેરે 60 હજાર બંધુઓ ક્યા દુષ્કર્મના ઉદયે એક સાથે અગ્નિ શરણ બનીને આયુ પૂર્ણ કર્યું?' જ્ઞાની ભગવંતે ઉત્તર આપ્યો આ દુષ્કર્મ આ ભવનું નથી પણ ઘણા ભવો પૂર્વનું છે. આ 6 0 હજાર બંધુઓ પૂર્વના કોઈ ભવમાં હલ્કી જાતિના મનુષ્યો હતા ને કોઈ એક ગામમાં સાથે જ રહેતા હતા. બન્યું એવું કે એ ગામની નજીકના જ જંગલમાં થઈને કોઈ એક છ‘રિ પાલિત સંઘ સમેતશિખર તીર્થની યાત્રાએ જઈ રહ્યો હતો. ખબર પડતાની સાથે જ આ સાઇઠ હજાર મનુષ્યોએ એકી સાથે દરોડો પાડીને સંઘને લૂંટી લીધો. વેરવિખેર થયેલા સંઘના યાત્રાળુઓ નાશભાગ કરવા લાગ્યા. આ વખતે તે જ ગામમાં સાથે રહેતા કોઈ કુંભારે આ 60 હજારને આવું નહિં કરવા ઘણું સમજાવ્યું પણ તેઓ સમજ્યા નહિં. આખરે સંઘ સંઘને સ્થાને રહી ગયો લૂંટ-ફાટ ચલાવીને લૂંટારૂઓ પોતાના ગામમાં પાછા ફર્યા. 9 50 * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64