Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ એક વખત ત્યાં આવેલા એક હાથીના પગ તળે તે જંતુઓ કચડાઈને મરીને લાંબો કાળ સુધી કુ-યોનિમાં ભટક્યા. તે દરમ્યાન ઘણા બધા દુઃખો સહન કરીને કંઈક પુણ્યની મૂડી ભેગી થઈ અને સગર ચક્કીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. પૂર્વે સંઘની કરેલી આશાતનાનું ઘણું ખરું કર્મ ખપી જવા છતાં જે શેષ કર્મ બાકી રહ્યું તેના જ કારણે આ ભવમાં પણ તેમને આગ દ્વારા એકી સાથે મોતને ભેટવું પડ્યું. બેશક, દુષ્કર્મનું ફળ જેમ તેમને અનુભવવા મળ્યું તેમ તીર્થરક્ષાના શુભ-પરિણામના ફળરૂપે તેમને દેવગતિ પણ મળી. (સંઘસ્વરૂપ જંગમ) તીર્થની આશાતનાએ તેમને આગશરણ બનાવ્યા. (અષ્ટાપદ-સ્થાવર) તીર્થની આરાધનાએ તેમને અમર (દેવ) બનાવ્યા. ચોરોને હિતવચન કહેનાર પેલો કુંભાર પણ મૃત્યુ પામીને અન્યત્ર ધનવાન શેઠ થયો. ત્યાંથી કાળ કરીને પુણ્ય ઉપાર્જન કરીને રાજા થયો અને દીક્ષા લઈને સ્વર્ગમાં ગયો. અને ત્યાંથી ચ્યવીને કુંભારનો જીવ, ભગીરથ ! તું પોતે જ સગરના પૌત્ર (જનુના પુત્ર) તરીકે ઉત્પન્ન થયો છે. * - ભગીરથે તીર્થની આશાતના અને આરાધના વિપાકને સાક્ષાત જોઈને-સાંભળીને જ્ઞાની ભગવંત પાસે શ્રાવકના વ્રત ઉચ્ચાર્યા અને નગરમાં પાછો ફર્યો. Re 52 2e Jain Education International ernational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64