Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ રો એક વખતની વાત છે. તે ચોરોમાંથી કોઈ એક ચોર બાજુનાં ગામમાં ચોરી કરીને પાછો ફરી રહ્યો હતો તે અરસામાં જેને ત્યાં ચોરી થયેલી તેના માલિકે કોટવાળને ફરિયાદ કરી, કોટવાળ કેટલાક સૈનિકો સાથે તે ચોરનું પગેરું શોધતાં શોધતાં ઠેઠ ચોરોના તે પ્રદેશ પાસે આવી પહોંચ્યા પણ તે પહેલાં પેલો ચોર ગામમાં ક્યાંય છૂપાઈ ગયો. આથી રોષે ભરાયેલા કોટવાળે તે ગામના બધા જ દરવાજા બંધ કરાવ્યા (જેથી કોઈ બહાર નીકળી શકે નહિં) અને ગામની ચોતરફ આગ લગાવી. થોડીજ વારમાં 60 હજાર લૂંટારૂઓ સળગીને સાફ થઈ ગયા. નશીબ યોગે ચોરોને હિત-વચન કહેનારો પેલો બ્રાહ્મણ આ વખતે બહારગામ ગયેલો હોવાથી તે આ આગ-હોનારતથી આબાદ બચી ગયો. આમ જંગમ તીર્થ સમા શ્રી સંઘની કરેલી આશાતના એ ચોરોને એ જ ભવમાં પરચો બતાવી દીધો. કર્મ કહે છે.... મારે ત્યાં કદાચ દેર હો...પણ અંધેર તો નથી જ. અત્યુત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય કે પાપ આજે અને અત્યારે જ ફળતું હોય છે. છેવટે આ જ જન્મમાં પોતાનો પ્રભાવ દેખાડી દેતું હોય છે. તેમાંય દેવ-ગુરૂ -ધર્મ (તત્ત્વત્રયી) અને જ્ઞાન-દર્શન-ચારિત્ર (રત્નત્રયી)ની કરેલી આશાતનાનું ફળ તો ભયંકર વિડંબણાઓ સાથે વ્યક્તિ ઉપર તૂટી પડતું હોય છે માટે જ પરમેષ્ટિ ભગવંતો કે શ્રી સંઘની આરાધના ઓછી વત્તી થાય તે હજુ ચલાવી લેવાય........ પણ (વિન) અંતરાય રૂપ બનીને કરેલી આશાતના તો આપણને માફી ન જ આપી શકે. લૂંટારૂઓ આગમાં સળગીને ભડથું થઈ ગયા. પણ હજુ તેઓનું કર્મ જીવતું જાગતું હતું. તે અગ્નિશરણ ન હોતું થયું. યાદ રહે H હસતાં હસતાં એક વખત બાંધેલુ નાનકડું કર્મ-જો તેનું પ્રાયશ્ચિત ન થયું હોય તો અનેક્વાર મેરૂ જેવડું થઈને પૂરી તૈયારી સાથે બદલો લેવા માટે તૂટી પડતું હોય છે. કુકર્મોને જીવતા રાખીને મરવું એટલે કૂતરાના મોતે મરવું. બિચારા લૂંટારૂઓ મરીને જંગલની અંદર એક સાથે સૂક્ષ્મ જંતુઓ તરીકે ઉત્પન્ન થયા. Jain Education International For 24. sfersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64