Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ર્યો. મુનિએ પણ તેનો ભાવ જોઈને તેનું આમંત્રણ સ્વીકાર્યું. વેશ્યાએ ભારે માદક દ્રવ્યોથી બનાવેલા મોદક વહોરાવ્યા, જે નહિં પચવાથી મુનિને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા. કુટિલ આશયવાળી વેશ્યા સેવાના બહાને મુનિની નજીક નજીક સરક્યા લાગી અને અંગમર્દન વગેરે કરતી યાવત્ હાવભાવ અને કટાક્ષબાણો વડે મુનિના આત્માને આરપાર વિધી નાંખ્યો. પૂર્વે કરેલી ગુરૂની ઘોર હીલનાએ મુનિનું સ્ત્રી દ્વારા પતન કરાવ્યું. મુનિ કુલવાલક હવે એક ક્ષણ પણ વેશ્યા વિના રહી શકે તેમ ન હતા. માગધિકા, મુનિને કોણિક પાસે લઈ ગઈ. કોણિકે તેમનો આદર સત્કાર કરીને વૈશાલી નગરીને પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછ્યો. ઉપાયને શોધવા કુલવાલકે જ્યોતિષી (નિમિત્તક) નો વેશ ધારણ કરીને ચેડાની વૈશાલી નગરીમાં પ્રવેશ ર્યો. નગરીમાં ફરતાં ફરતાં તે નગરીનાં આધારસ્તંભ સમું એક મુનિસુવ્રત સ્વામીનું સ્તૂપ તેના જોવામાં આવ્યું, જેનું પ્રતિષ્ઠા લગ્ન ઉત્તમોત્તમ હોઈ નગરી અખંડ-અભંગ રહી હતી. આ બાજુ અનેક દિવસોથી બંધ દરવાજે કંટાળી ગયેલા નગરજનોએ નિમિત્તિજ્ઞ (કુલવાલક) ને પૂછ્યું- “રે..... જ્યોતિષી મહારાજ ! આ નગરના દરવાજા ક્યારે ખુલશે ? આ કારાવાસથી અમે “ત્રાહીમાં..... ત્રાહીમાં'' પોકારી ગયા છીએ, માટે મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો ?'' કુલવાલકને તો જોઈતું હતું તે જ મળ્યું. તેણે કહ્યું- અરે ! નગરલોકો ! જ્યાં સુધી આ પાપિષ્ટ સૂપ ઉભો છે. ત્યાં સુધી તમારો છૂટકારો કેવો... ને વાત કેવી....? જો., આ સ્તૂપ ઉખેડી નાંખવામાં આવે તો તરત જ નગરીને ઘેરીને રહેલું સૈન્ય પાછું હટી જાય...... તે વાત નક્કી છે.” ધૂર્ત કુલવાલકનાં આવા વચનો સાંભળીને નગરજનોએ તે સ્તૂપને ભાંગવા માટે શરૂઆત કરી. આ બાજુ જેમ જેમ સ્તૂપ ભાંગતો ગયો, તેમ તે લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે કુલવાલનાં સક્ત અનુસાર કોણિક ક્રમશઃ બે ગાઉ પાછો હટી ગયો. તેથી લોકોની શ્રદ્ધા મજબૂત બની અને મજબૂત એવા તે મુનિસુવ્રત સ્વામીના સ્તૂપને મૂળથી જ ઉખેડીને ફેંકી દીધો. સ્તૂપ દૂર થતાંની સાથે જ માર-માર કરતા કોણિકે સૈન્ય સહિત નગરીમાં પ્રવેશ કરીને વૈશાલીને કન્જ કરી લીધી. થી 44 સી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64