Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ લાગ્યા. દેવોએ ફરીને પોતાના સ્વામી જવલન-પ્રભને વાત કરી. જ્વલન-પ્રભ ક્રોધથી ધુંવા-કુંવા થઈ ગયો. અને તેણે જહુ વગેરે સામે દૃષ્ટિ વિષ મહા-સર્પોને છોડી મૂક્યા. અને તે સર્પોએ સાઈઠ હજાર બંધુઓને એકી સાથે આગ જવાલાઓ વડે જલાવીને ખાખ કરી દીધા. તીર્થ રક્ષાના શુભધ્યાનમાં મરીને તેઓ સ્વર્ગ ગયા. આ બનાવથી અત્યંત શોકમગ્ન બનેલા મંત્રી સામંતો વગેરેએ વિચાર્યું હવે ક્યા મોઢે આપણે મહારાજા પાસે જવું? | આપણે જીવતા રહીને સાઈઠ હજાર પુત્રોના મૃત્યુની વાત પણ શું કરી શકાય ? આખરે સહુ એ તારણ ઉપરો આવ્યા કે આપણા માટે પણ મરણ શરણ થવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. સામંતો-મંત્રીઓ વગેરે આ ચિંતામાં હતા તેટલામાં જ કોઈ બ્રાહ્મણે ત્યાં આવીને તેઓને ઉદ્દેશીને કહ્યું| ‘કર્મના ગણિત અટલ હોય છે. હવે ચિંતા કરવાથી સર્યું. હું પોતે રાજા પાસે એક ટુચકો કરીને સર્વ હકીક્તનું બયાન કરીશ-તમે નિર્ભય રહો. હું સંક્ત કરું ત્યારે તમે સર્વે રાજા પાસે હાજર થજો.'' આમ કહીને બ્રાહ્મણ કોઈ અનાથ મનુષ્યનું શબ લઈ આવ્યો અને તેને ખભે ઉચકીને સગર ચક્રીના દરબારમાં આવ્યો. અને પોક મૂકીને રડવા લાગ્યો. સગરે રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું મહારાજ ! મારો પુત્ર ઝેરી સર્પથી ડઘાયો છે-જેથી સાવ બેહોશ થઈને પડ્યો છે, નથી કંઈ બોલતો કે નથી કંઈ ચાલતો માટે હે નાથ ! કૃપા કરીને મારા આ એકના એક પુત્રને જીવનદાન આપો. સગરે ગારૂડિકોને બોલાવ્યા. રાજાના પુત્રોના મૃત્યુ સંબંધી સર્વ હકીકતથી પહેલેથી જ વાકેફ કરાયેલા માંત્રિકોએ નાડી તપાસી. અને તે પુત્રને મૃત જાહેર ર્યો. શ્રી 47 ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64