Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ બાજી હાથ બહાર જોઈને ચેડા રાજાએ અનશન ઉચ્ચરીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા પૂર્વક ગળે લોઢાની પૂતળી બાંધીને કોઈ કુવામાં પડતું મૂક્યું. તે જ વખતે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. એણે કુવામાં પડતા ચેડાને વચ્ચેથી ઝીલી લીધા અને પોતાના ભવનમાં સાધર્મિક ભક્તિથી રાખ્યા. ત્યાં સમ્યગુ આરાધના સાથે અનશનને પૂર્ણ કરીને રાજા ચેડા સ્વર્ગ સીધાવ્યા. કુપિત થયેલો કોણિક પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ગધેડા સહિત હળ જોડીને વૈશાલી નગરીને ખેડાવીને પોતાની નગરીમાં પાછો ફર્યો. 1 અબળા ગણાતી સ્ત્રી પણ સબળા બનીને ભલભલા મર્દોનું પણ કેવું પાણી ઉતારી નાંખે છે અને સત્યાનાશ તરફ વાળી શકે છે-તે આ દષ્ટાંત ઉપરથી સહજ સમજી શકાય છે. સ્ત્રીગત દોષોને દર્શાવતો એક લોક આ જ વાતની સાક્ષી પૂરે છે “सोअसरी दुरिअदरी कवडकूडी महिलिआ किलेसकरी। वइरविरोअण अरणि दुक्खखणी सुखपडिवक्खा॥" -શોકની સરિતા, દુષ્ટતાની દેરી, વૈરાગ્નિને વધારનારી, દુઃખોની ખાણ, સુખની વિરોધી અને કપટ કૂડી-‘સ્ત્રી’, ખરેખર કલેશ કરાવનારી થાય છે. જ 45 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64