Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ n ---- આમ, મર્મન વચનો સાંભળીને સ્વામીભક્ત હાથીએ બળાત્કારે તે બન્નેને સૂંઢ વડે નીચે ઉતારીને સ્વયં તે જલતા અંગારાની ખાઈમાં કૂદી પડ્યો. પશુ હોવા છતાં કેવી કૃતજ્ઞતા !.... સજજનતા ! .... અને ધીરતા !! | હાથી દુર્ગાનથી મરીને પ્રથમ નરકે ગયો. આ જોઈને પશ્ચાતાપથી જલતા બન્ને કુમારોએ વિચાર્યું-“ધિક્કાર છે ક્રોધાંધ બનેલા આપણને...કે, જે હાથી વગેરે માટે દેશનો ત્યાગ ક્ય. બંધુને દુશ્મન બનાવ્યો અને માતામહ ચેડાને ભારે સંકટમાં મૂકી દીધા.... તે જ હાથીને અગ્નિની ખાઈમાં નૃપાપાત કરાવીને મૃત્યુનાં મુખમાં ધકેલી દીધો !!....' હવે, આ જીવિતથી સર્યું....!જો જીવશું તો પ્રભુ વીરનાં શિષ્ય થઈને જ જીવશું.'' - તે જ વખતે શાસનદેવીએ તે બન્નેને પ્રભુ મહાવીરની પાસે મૂકી દીધા. બન્ને પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરીને, અગ્યાર અંગ ભણીને, ગુણરત્ન તપ તપીને અંતકાળે સમાધિથી સંલેખના કરીને, અનુત્તર વિમાનવાસી દેવ થયા. આ બાજુ કેમેય કરીને વૈશાલી નગરીને ગ્રહણ કરવા અસમર્થ બનેલા કોણિકે પ્રતિજ્ઞા કરી કે જો આ વૈશાલી નગરીને ગધેડા યુક્ત હળથી ખેડાવું નહિં તો, અવશ્ય પર્વત ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરીશ. એટલામાં જ આકાશ-સ્થિત કોઈ દેવીએ કોણિને ઉદ્દેશીને કહ્યું“જો કુલવાલક નામના મુનિને માગધિકા નામની વેશ્યા દ્વારા અહિં લઈ આવવામાં આવે તો તેમના દ્વારા આ ચેડાની વૈશાલી નગરીને કન્જ કરી શકાશે.” આ સાંભળીને ખુશ થયેલા કોણિકે વેશ્યાને બોલાવીને ગમે તે રીતે કુલવાલક મુનિને વશ કરીને પોતાની સમક્ષ હાજર કરવા આદેશ કર્યો. માગધિકા પણ, કપટી શ્રાવિકાનો સ્વાંગ સજીને કુલવાલક મુનિ જંગલમાં જ્યાં તપ તપતા હતા ત્યાં આવી અને પોતાની પાસે રહેલા ભોજન (માતા) નો લાભ આપવા વિનંતી કરી, સાથે સ્વયં યાત્રાર્થે જઈ રહી છે તેવો તેણીએ મુનિ પાસે ડહોળ રીકે 43 ટી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64