Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ પણ કાશ...., તે પહેલાં તો શક્રેન્ડે કોણિકની આગળ વજની પારદર્શક મજબૂત દિવાલ ઉભી કરી દીધેલી. ચેડાનું દિવ્ય બાણ તેની સાથે ટકરાઈને નીચે પડ્યું અને તેના બે ટુક્કા થઈ ગયા. એક જ બાણ છોડવાની સત્ય પ્રતિજ્ઞાવાળા ચેડાએ ત્યારબાદ બીજું બાણ છોડ્યું નહિં. બીજે દિવસે પણ ચેડાએ તે જ પ્રમાણે દિવ્ય બાણ છોડ્યું ને તેની પણ તે જ હાલત થઈ અર્થાત્ નિષ્ફળ ગયું. પહેલા દિવસે કોણિક સાથે જે યુદ્ધ થયું તેમાં 96 લાખ મનુષ્યોનો સંહાર થયો. બીજા દિવસના યુદ્ધમાં 84 લાખ રહેંસાઈ ગયા. કોણિક-પત્નીની એક હઠના કારણે માત્ર બે દિવસની અંદર જ એક કરોડ અને એંશી લાખ મનુષ્યોની લાશ પડી ગઈ. હા.........હાથી ઘોડા વગેરે પશુઓની તો અહિં કોઈ ગણત્રી જ થઈ નથી. જે મનુષ્યો મૃત્યુ પામ્યા તેમાં પણ એક દેવલોકમાં ગયો અને એક મનુષ્યભવમાં .......... બાકી બધાય ઉપડી ગયા તિર્યંચની યોનિમાં કે નરગતિની સફરે. દૈવી શક્તિ સામે નિષ્ફળ બનેલા રાજા ચેડા, સૈન્ય સહિત પોતાની નગરી વૈશાલીમાં ભરાઈ ગયા. કિલ્લાનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. કોણિકે વૈશાલીની ચારેય બાજુ પોતાનું સબળ સૈન્ય રોકી લીધું. આ બાજુ હલ્લ અને વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને રાત્રિમાં નગરીની ચારેય તરફ ઘેરો ઘાલીને રહેલા કોણિકનાં સૈન્યનો ભારે ખુડદો બોલાવવા લાગ્યા. આમ, હંમેશાં સૈન્યનો સંહાર થતો જોઈને ચિંતાતુર થયેલા કોણિકે વિચક્ષણ મંત્રીઓની સલાહ લીધી. અને હાથીના‘આવવાના માર્ગમાં ઊંડી ખાઈ ખોદાવી અને તેની અંદર જલતા અંગારા ભરી દેવામાં આવ્યા. (વિભંગાનથી આ જાણીને) રાત્રે ત્યાં આવેલો હાથી હલ્લ-વિહલ્લથી પ્રેરણા કરાયેલો પણ આગળ ચાલતો નથી. ત્યારે હલ્લ-વિહલ્લ તેને ઠપકો આપતાં કહે છે. “શું તું શત્રુઓથી ડરે છે ? આગળ કેમ ચાલતો નથી? તારા કરતાં તો પાળેલો કુતરોય સારો, જે માલિકને હંમેશાં વફાદાર રહે છે જ્યારે માલિકને બેવફા તું જરાય સારો નથી. ધિક્કાર છે તને.. જ 42 રન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64