Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ મરેલી ગાયના શબો તે ઘાસ ખાતા હશે?.... આવા બળરામનાં સવાલમાં સિદ્ધાર્થ દેવે જવાબ આપ્યો-“તારા ખભે રહેલું આ મડદું જો જીવંત થઈ શકે તો આ બધુંય જરૂર બની શકે’’ સિદ્ધાર્થ દેવે વિકુલા તે તે વ્યક્તિઓના આ એક સરખા જવાબથી બળરામ વિચારવા લાગ્યા- “શું મારો લઘુ બંધુ કૃષ્ણ ખરેખર મૃત્યુ પામ્યો હશે ? શું મારા ખભે તેનું શબ માત્ર છે ?'' - એટલામાં સિદ્ધાર્થ દેવે રૂપ પ્રગટ કરીને પોતાનો પરિચય આપ્યો અને પ્રતિબોધ માટે પોતાનું આગમન જણાવ્યું. બળરામ સિદ્ધાર્થને ભેટી પડ્યા અને હવે શું કરવું ? એવા તેના સવાલમાં સિદ્ધાર્થે તેને સર્વત્યાગના પંથે પ્રવ્રજિત બનવાનો શ્રેયસ્કારી માર્ગ બતાવ્યો. બળરામે તે સ્વીકારીને સિદ્ધાર્થ સહિત તેણે બે નદીઓનાં સંગમમાં કૃષ્ણનું મરણોત્તર કાર્ય ક્યું. નેમિનાથ ભગવાને મોકલેલા ચારણ મુનિઓ પાસે બળરામે દીક્ષા ગ્રહણ કરી અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા તંગિકૌશલ પર્વત સમીપ આવી પહોંચ્યા. સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવા માટે હંમેશા તેમની નજીક રહેવા લાગ્યો. આમ છ મહિના સુધી અત્યંત ભાતૃપ્રેમથી પ્રેરાઈને લઘુબંધુ કૃષ્ણના શબને પોતાના ખભે ઉપાડીને બળરામ વનમાં ક્ય. જીવતા ભાઈઓ પ્રત્યે પણ ‘મરી જાય તો સારૂં” – આવી દુષ્ટવૃત્તિઓ ધરાવતા આજના કેટલાક બંધુઓ મરેલામાં પણ જીવતા ભાઈના દર્શન કરતા બળરામ પાસેથી અપૂર્વ ભ્રાતૃભાવની પ્રેરણા ગ્રહણ કરશે ખરા ? હરીફ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64