Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ આમ ગુરૂભગવંતે ઘણું સમજાવ્યા છતાં પણ સ્વચ્છંદી શિવભૂતિએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો તે ન જ છોડ્યો અને છેવટે બધા વસ્ત્ર અને પાત્રનો ત્યાગ કરવા પૂર્વક નગ્ન બનીને તે એકાકી, નગર બહાર ઉદ્યાનમાં જતો રહ્યો. મુનિ શિવભૂતિ મોહનીય કર્મને જબ્બે કરવામાં સરિયામ નિષ્ફળ ગયા, તેમનું ગૃહ-વાસમાં સ્વાચ્છન્ય યુક્ત જે જીવન હતું -નિમિત્ત મળતાં તે જ સ્વચ્છન્દી વૃત્તિઓ અહિં પણ જાગૃત થઈ ગઈ. જો કે આવા જ કોઈ કારણસર કૃષ્ણાચાર્ય પણ તેને દીક્ષા આપવાની ના કહી હશે, પણ છતાંય ભવિતવ્યતા બળવાન હોય છે કે જેથી સૂરદેવે છેવટે તેને સાધુ વેશ આપ્યો. જે હોય તે પણ ત્યારથી શિવભૂતિએ પોતાનો અલગ ચોક્કો શરૂ કરી દીધો અને ઉદ્યાનમાં એકાકી ગયેલા જાણીને તે (શિવભૂતિ) ની બહેન-સાધ્વી પણ તેમની પાસે આવ્યા, અને તે પણ નિર્વસ્ત્ર બની ગયા, જ્યારે તે દિગંબર -સાધ્વી ગામમાં ભિક્ષા માટે આવ્યા ત્યારે તેની નગ્ન અવસ્થા જોઈને નગરમાં રહેતી કોઈ વેશ્યા વિચારવા લાગી કે અમારા પણ અંગો જો વસ્ત્રોથી આચ્છાદિત હોય તો જ અમારૂં ગૌરવ રહે છે અન્યથા સ્ત્રી- શરીરના અંગો એટલા બિભત્સ હોય છે કે લોકો તિરસ્કાર્યા વિના રહે નહિં, જે આ સાધ્વી આ રીતે જ નગરમાં ફરશે તો કદાચ આવું બિભત્સ શરીર વિચારીને લોકો આપણી પાસે આવતા બંધ થઈ જશે. આપણો ધંધો તૂટી પડશે આમ વિચારીને તે વેશ્યાએ દાસીઓ દ્વારા પરાણે તે ઉત્તરા સાધ્વીને વસ્ત્રો પહેરાવી દીધા. તેમ છતાંય વસ્ત્રોને નહિં ઈચ્છતી ઉત્તરા સાધ્વીએ શિવભૂતિ પાસે જઈને બનેલી બધી હકીક્ત કહી સાંભળાવી, શિવભૂતિ બોલ્યા- ‘‘સાધ્વીઓને વસ્ત્રો રાખવામાં કઈ દોષ નથી.'' આમ કહીને તેણે સાધ્વી માટે વસ્ત્રોની છૂટ આપી. આમ, શ્રી વીર-શાસનની અનેક બાબતોથી વિરૂધ્ધ જનાર દિગંબર મત શિવભૂતિથી શરૂ થયો. | ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64