Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ તે જીવતો રહેશે તો તેને અધું રાજ્ય આપવું પડશે'. આમ, ચાક્ય વડે ઈશારાથી સમજાવાયેલો ચંદ્રગુપ્ત મૌન રહ્યો અને પર્વત થોડીજ વારમાં તરફડીયા મારતો મૃત્યુ પામ્યો. ખરેખર ભાગ્ય વિના કરેલો પ્રયત્ન સફળ તો નથી થતો પરંતુ ક્યારેક અનર્થ માટે પણ થઈ જતો હોય છે. કેવી ભયંકર હોય છે રાજકારણની ગંદી રમતો....? નંદના સામ્રાજ્યને મેળવવામાં જેનું અતુલ સૈન્યબળ ભારે સહાયક નીવડ્યું તે સૈન્યનો માલિક, રાજા પર્વત બૂરી રીતે મોતના મુખમાં ધકેલાઈ ગયો તોય ચાણક્ય તેની સરિયામ ઉપેક્ષા કરી અને મરવા દીધો. સત્તાની સાઠમારી અચ્છા બુદ્ધિમાનોની બુદ્ધિમાં પણ સડો પેદા કરીને કેવા કૃતન બનાવી મૂકે છે.... રાજા પર્વત અપુત્રિયો હોવાથી નંદનું આખુંય રાજ્ય ચંદ્રગુપ્તના ફાળે ગયું. સર્વત્ર પાટલિપુત્રમાં ચંદ્રગુપ્તની આજ્ઞા પ્રવર્તવા લાગી. બધી રીતે ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય અખંડ અને નિષ્કટક બન્યું. હવે માત્ર રાજ્યના ભંડારોને સમૃદ્ધ બનાવવાનું જ કામ બાકી રહ્યું હતું. તે હવે પછીના પ્રકરણમાં જોઇએ. ત્ર 35 થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64