Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ (10) પલટાતું રાજકારણ ફરતાં ફરતાં ચંદ્રગુપ્ત અને ચાણક્ય હિમાચલ પ્રદેશ પહોંચ્યા. ત્યાંના રાજા ‘પર્વત’ ની સાથે તેણે ગાઢ મૈત્રી બાંધી અને અવસર જોઈને એક વખત ચાણક્ય તેને કહ્યું, તારૂં અતુલ સૈન્યબળ અને મારું બુધ્ધિબળ આ બન્ને દ્વારા આપણે રાજા નંદના સામ્રાજ્યને મૂળમાંથી ઉખેડીને તેના રાજ્યને આપણે વહેંચી લઈએ. પર્વત રાજાએ પણ તેની વાત સ્વીકારી અને બન્નેએ નંદના દેશને સાધવાના “શ્રી ગણેશ” ર્યા. અને પાટલિપુત્રને ચારેય બાજુથી ઘેરી લીધું. પણ હા.. માત્ર સૈન્ય બળથી નંદનું એક પણ નગર જીતી શકાય તેમ ન હતું માટે જ સન્યાસીનો વેશ લઈને ચાણક્ય નગરમાં પ્રવેશ ક્ય. અને ત્યાં મકાનોનું નિરીક્ષણ કરતાં કરતાં એક જગ્યાએ દેવતાઓની સાત મૂર્તિઓ તેના જોવામાં આવી. નગરને અભંગ રાખનારી જડ આ સાત દેવીઓના પ્રભાવમાં જ પડેલી છે એમ વિચારીને આ મૂર્તિઓનું ઉત્થાપન કઈ રીતે કરાવવું એવા વિચારમાં ચાક્ય છે તેટલામાં નગરના લોકોએ તેને પૂછ્યું કે દુશ્મન રાજાએ નગરની ચોફેર ઘેરો ઘાલ્યો હોવાથી અમે દુઃખી થઈ ગયા છીએ. તો ભગવન્ ! કૃપા કરીને અમને કહો આ દુઃખથી મુક્તિ ક્યારે મળશે ? નગરના દ્વારો ક્યારે ખુલશે ? લાગ જોઈને ચાણક્ય વળતો જવાબ આપ્યો, જ્યાં સુધી આ સાત દેવીની મૂર્તિઓ વિદ્યમાન છે ત્યાં સુધી દુઃખ મુક્તિ કેવી ? અસંભવિત છે.... શત્રુ રાજાથી નગરની મુક્તિ. | આ સાંભળીને નગરજનોએ તરતજ તત્રસ્થિત સાતેય દેવીઓની પ્રતિમાનું ઉત્થાપન કર્યું. અને આ બાજુ ચાણક્યના સંત અનુસાર ચન્દ્રગુપ્ત અને પર્વતરાજા પણ નગરથી સૈન્યના ઘેરાવાને દૂર કરતા ગયા. આમ થવાથી લોકોમાં ચાક્યની વાત ઉપર વધુ વિશ્વાસ જાગ્યો. | હવે ચાણક્ય ફરીને નગરને ફરતે સજ્જડ ઘેરો ઘાલ્યો અને ઘણા સૈન્ય સાથે તે ત્રણેય નગર ઉપર તૂટી પડ્યા, જોતજોતામાં જ નગરને પોતાના કબજામાં લીધું. જેના પુણ્ય, બુદ્ધિ અને બળ ક્ષીણ થયા છે એવો નંદ રાજા ચાણક્યના શરણે આવ્યો. ચાણક્ય (પણ) નંદને આદેશ ર્યો : એકજ રથની અંદર તું જેટલું લઈ જઈ શકે તેટલું લઈને આ નગરની બહાર નિર્ભયતાથી જઈ શકે છે. Immmmmmmmmmmmmmmmmm = 33 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64