Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ માળા અને પાંચમાં ઉપર બ્રહ્મ સૂત્ર (જનોઈ) ગોઠવી ને જાણે બે-પરવાહ તે મજાક કરવા લાગ્યો.આવી ધિક્રુતા જોઈને દાસીએ ચાણક્યને લાત મારીને ઉભો કર્યો.. દાસીથી થયેલા પોતાના આ અપમાનથી ક્રોધિત થયેલા ચાણક્ય ચોટી બાંધીને ત્યાં બધાની સમક્ષ પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે ‘ધન- ભંડારો અને બંધુ વર્ગ વડે જેના મૂળીયા ઊંડે સુધી ગયા છે અને પુત્રો અને મિત્રો વડે જેની શાખાઓ ખૂબ વધેલી છે એવા આ નંદ-વંશના વૃક્ષને જડ-મૂળથી ઉખેડીને જ જંપીશ.'' આ બામણ મારું શું કરી શકશે આ રીતે રાજા નંદથી ઉપેક્ષા કરાયેલો ચાણક્ય સભામાંથી યાવત્ નગરમાંથી બહાર નીકળ્યો. ‘આ બાળક કોઈ રાજાનો પડછાયો થઈને રહેશે’ પિતાના આ વચનોને યાદ કરતો ચાણક્ય પોતાના ભાવિ રાજાની શોધમાં ફરતો ફરતો (નંદ રાજાના) મયૂરપોષક નામના ગામમાં સન્યાસીનો વેશ લઈને ભિક્ષાર્થે ભમવા લાગ્યો. તે ગામમાં કોઈ બ્રાહ્મણીની પુત્રીને ચંદ્રમાનું પાન કરવાનો દોહદ થયેલો. જે કેમેય પૂરો ન થતાં તેણીનું શરીર પ્રતિદિન ક્ષીણ થતું હતું. તે જ વખતે તેના ઘરે સન્યાસીના વેશમાં ચાણક્ય ગયો અને તેના પિતા અને બંધુ વર્ગે પૂછ્યું, ‘‘આ દોહદ શી રીતે પૂરો થાય?’ | ચાણક્ય કહ્યું-“તમારી દીકરીની પ્રસૂતિ બાદ જે બાળક થાય તે મને આપવાનું વચન આપતા હો તો તેનો દોહદ અબઘડી જ પૂરો કરી દઉં.'' ‘દોહલો પૂરો નહિં થાય તો દીકરી કદાચ મરી જશે’’ – માટે સન્યાસીનું વચન સ્વીકારવું. આમ પરસ્પર વિચારીને, સન્યાસીની શરત મંજૂર રાખીને તેમણે દોહુદ પૂરો કરવા વિનંતી કરી. - ચાણક્ય વસ્ત્રનો મંડપ તૈયાર કરાવ્યો, અને તેની છત ઉપર એક છિદ્ર કરાવ્યું અને ગુપ્ત રીતે તે છિદ્રને ઢાંકનાર એક | વ્યક્તિને ઉપર બેસાડી દીધો તે છિદ્રની નીચે પાણીથી ભરેલો થાળ મુકવામાં આવ્યો. કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્રનું અસલ પ્રતિબિંબ તે પાણીના થાળમાં પડતાંની સાથે જ થાળ ગર્ભવતી પુત્રીને પીવા માટે કહેવામાં આવ્યું. પ્રતિબિંબિત થાળને તે જેમ જેમ પીતી જાય છે તેમ તેમ ઉપર રહેલો વ્યક્તિ તે કાણાને ધીરે ધીરે ઢાંક્તો જાય છે. (બંધ કરતો જાય છે.) હું ચંદ્રપાન કરી રહી છું એવા સંતોષ સાથે તેનો દોહદ પૂરો કરવામાં આવ્યો. અને સમય જતાં તેણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. પિતા વગેરેએ મળીને ‘ચંદ્રગુપ્ત’’ એ પ્રમાણે તે બાળકનું નામકરણ કર્યુ. ‘પુત્રના લક્ષણ પારણામાં'' એ ઉક્તિ અનુસાર ઔદાર્ય-ધર્ય-ગાંભીર્ય અને સૌદર્યાદિ ગુણોથી અલંકૃત બાળક ચંદ્રગુપ્ત ને પણ જાણે કે રાજા બનવાની આગાહીઓને સૂચવતો બાળકોની સાથે રાજાની જ કીડા કરતો હતો. સ્વયં રાજા બનીને- કોઈ બાળકને ઈનામમાં ગામ આપતો, તો કોઈ બાળકને ઘોડો કરીને તેના ઉપર ચઢી બેસતો. તો કોઈને સજા પણ કરતો. TET Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64