Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ શિવભૂતિએ કહ્યું-‘તમેજ મને બધા પ્રકારની સ્વતંત્રતાનું વરદાન આપ્યું છે આથી મેં વ્રત સ્વીકાર્યું અને તેમાં તમારી અનુજ્ઞા આવી જ ગઈ.'' આ સાંભળીને વિલખો થયેલો રાજા મુનિને નમસ્કાર કરી પાછો ફર્યો. આચાર્ય મહારાજે સપરિવાર શિવભૂતિ સહિત ત્યાંથી વિહાર ક્ય. ઘણા સમય બાદ વિહાર કરતાં કરતાં ફરીને આચાર્ય ભગવંત તેજ નગરમાં આવી પહોંચ્યા. ત્યારે રાજા અત્યંત સ્નેહથી શિવભૂતિ મુનિને પોતાના મહેલમાં લઈ ગયો અને મુનિની ના છતાં પણ અત્યંત મૂલ્યવાન રત્નકંબલ ભેટ આપી, શિવભૂતિ મુનિ તે કંબલ લઈને ઉપાશ્રયે આવ્યા, આચાર્ય ભગવંતે તેને વહાલથી ઠપકો આપતાં કહ્યું- “વત્સ ! તને ખ્યાલ છે ને ? આપણાથી બહુમૂલ્ય વસ્ત્રાદિ (વસ્તુઓ) રાખી શકાય નહિં.” આ પ્રમાણે આચાર્ય ભગવંત દ્વારા હિતશિક્ષા મળવા છતાંય શિવભૂતિ મુનિએ તે રત્નકંબલ ઉપરની મૂર્છાનો ત્યાગ ન કર્યો, અને તેને ક્યાંક છૂપાવી દીધી. આના ઉપરની મૂર્છાને લઈને શિવભૂતિ વિરાધક ભાવને ન પામે એ હેતુથી અન્યદા શિવભૂતિ બહાર ગયે છતે આચાર્ય ભગવંતે છૂપાવેલી તે રત્નકંબલને શોધીને તેના ચોરસ ટુકડા કરીને દરેક મહાત્માઓને બેસવા માટેનું એકેક આસન આપી દીધું. આ વાતની જાણ થતાં શિવભૂતિને ખૂબ જ દુઃખ થયું. અને ગુરૂ તરફ રોષ રાખતો મનમાં ગાંઠ વાળીને આચાર્ય મહારાજના છિદ્રોને જોવા લાગ્યો. એક દિવસ ગુરૂદેવ આગમ-શાસ્ત્રની વાચના આપી રહ્યા હતા જેમાં જિનકલ્પિક (વિશિષ્ટ તપોવ્રત ધારક) મહાત્માઓનું વર્ણન આવ્યું. હાથની અંદર જ ભોજન કરનારા જિનકલ્પીઓ બે પ્રકારના હોય છે – એક સવસ્ત્ર અને બીજા નિર્વસ્ત્ર. આ સાંભળીને શિવભૂતિ મુનિ બોલ્યા- “નિષ્પરિગ્રહી કહેવાતા આજના સાધુઓમાં તો બીજા નંબરનું આ જિનકલ્પિક વ્રત દેખાતું નથી ?'' વ ૨૪ વકિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64