Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ (૮) દિગંબર મતના આદ્યપ્રણેતા એકવીશ હજાર (૨ ૧૦૦૦) વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલનારા જિનશાસનને કાળો ડાઘ લગાવનારી આ કલંક થાનો ઉત્તરાધ્યન સૂત્રની ટીકાની અંદર મહોપાધ્યાય શ્રી ભાવવિજયજી મહારાજાએ જે શબ્દદેહ આપ્યો છે તેનો ભાવાનુવાદ કંઈક આ પ્રમાણે છે શ્રી વીર-નિર્વાણ પછી ૬ ૦ ૯ વર્ષે બનેલી આ સત્ય ઘટના છે. રથવીરપુર નગરના રાજા પાસે શિવભૂતિ નામનો કોઈ સહસ્ત્રયોદ્ધો (યુદ્ધમાં એકલા હાથે એક હજાર યોદ્ધાઓને હંફાવનાર) સત્વશાળી ક્ષત્રિય, સેવા માટે ઉપસ્થિત થયો. રાજાએ તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કાળી ચૌદશના દીવસે રાજાએ તેને બોલાવીને કહ્યું કે આજે રાત્રે તારે મશાનમાં જઈને મશાન-દેવીને એક પશુનો બલિ ચઢાવવાનો છે. આટલું કામ તું કરજે. એમ કહીને રાજાએ તેને બલિ માટે એક પશુ અને મદિરાથી ભરેલો એક ઘડો આપ્યો. ધીર એવો શિવભૂતિ પણ તે (કાળી ચૌદશની) રાત્રિએ એક બકરાનો વધ કરી શમશાન દેવીના મંદિરમાં બલિ ચઢાવવા ગયો. દેવીને બલિ ચઢાવીને તે ભૂખ્યો થયેલો હોવાથી કોઈનાથી ગભરાયા વિના ત્યાંજ તેણે માંસ-ભોજન ક્યું. રાજાએ તેને ડરાવવા માટે છૂપી રીતે માણસો મોકલ્યા અને તેઓ પણ ત્યાં આજુબાજુ છૂપાઈ જઈને શિયાળિયા અને ભૈરવ જેવા ભયંકર અવાજો કરવા લાગ્યા. તેમ છતાંય શિવભૂતિના એક રોમમાં પણ ભયનું સ્પંદન સ્પર્શી શક્યું નહિં. રાજપુરૂષોએ રાજા પાસે જઈને સર્વ હકીક્તનું નિવેદન ક્યું. તેની વીરતા ઉપર ખુશ થઈને ઘણા મોટા પગાર સાથે શિવભૂતિને નોકરીમાં રાખી લીધો. શિવભૂતિ પણ હંમેશા રાજાની સેવામાં હાજર રહેવા લાગ્યો. ( 1 (06/02/2006 0 09/ /G) છે છેe, Sex GOV // /// *२२* For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64