Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ એક વખતે રાજાએ સેનાપતિ વગેરે સૈન્યને મથુરાને જીતવાનો આદેશ કર્યો. અને સર્વ– સૈન્યની સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું. પણ.... રથવીરપુર નગરની બહાર નીકળ્યા પછી તેઓ પરસ્પર વિચારવા લાગ્યા મથુરા તો ‘‘સાઉથ અને નોર્થ’’ (દક્ષિણ અને ઉત્તર) એમ બે વિભાગમાં વહેંચાયેલું છે તો ક્યી મથુરાને જીતવાનો રાજાએ આદેશ કર્યો હશે ? સહુ વિમાસણમાં પડી ગયા, હવે શું કરવું ? કારણ કે રાજાનો તુમાખીભર્યો મિજાજ સહુના ખ્યાલમાં હતો, માટે ફરીને કોઈ દૂત દ્વારા રાજા પાસે જઈને સમાધાન કરી શકાય તેમ હતું નહિં. .. ન આગળ વધી શકાય કે ન પાછા વળી શકાય તેવી પરિસ્થિતિ આ પ્રશ્ને સર્જાઈ તેટલામાં જ શિવભૂતિ ત્યાં આવી પહોંચ્યો અને ‘“વિરામ દશામાં’’ સૈન્યને જોઈને તેણે સેનાપતિને પૂછ્યું, “ શું અપશુકન થયા છે કોઈ ? હકીકત શું છે ?’ સેનાપતિએ બે મથુરા પ્રશ્ને સર્જાયેલી સર્વ હકીક્ત કહી. બહાદુર શિવભૂતિએ કહ્યું, ‘“ચિંતા શું કરો છો ? આપણે બન્ને મથુરાને જીતી લઈશું.’ ત્યારે સેનાપતિએ ‘‘જે દૂરની દુર્જેય મથુરા હતી તેને જીતવાનું કામ શિવભૂતિને સોંપ્યું.’’ શિવભૂતિ તે વાત સ્વીકારીને તરત જ દક્ષિણ મથુરા તરફ ચાલ્યો અને તે મથુરા દેશના એકેક પ્રાંત અને ગામડાને જીતતો જીતતો છેક મથુરાના કિલ્લા પાસે આવી પહોંચ્યો અને બળ અને બુદ્ધિ વડે દુર્ભેદ્ય એવા તે દુર્ગને જીતીને આખરે તેણે મથુરા રાજ્યને કબજે કર્યું અને પોતાના માલિક રાજા પાસે જઈને બધી વાત કરી, તેથી ખુશ થયેલા રાજાએ તેને વરદાન માંગવાનું કહ્યું. કંઈક વિચારીને શિવભૂતિ બોલ્યો, ‘‘સ્વામી ! મને સ્વતંત્રતા આપો. હું મન ફાવે ત્યાં ફરી શકું. હું કોઈ પણ વસ્તુને ગ્રહણ કરૂં તો મને કોઈ પ્રતિષેધ ન કરી શકે.’’ સત્યપ્રતિજ્ઞ રાજા એ પણ તેને તેવી સ્વતંત્રતાની રજા આપી. હવે શિવભૂતિ પણ ઈચ્છામુજબ બેરોકટોક સર્વત્ર નગરમાં ફરવા લાગ્યો. ક્યારેક તે દિવસ કે રાત જોયા વિના જુગારીયા સાથે જુગાર રમે છે તો ક્યારેક દારૂ પીને દારૂડીયાઓ સાથે આળોટવા લાગે છે, ક્યારેક વેશ્યાઓના ઘરોમાં પહોંચી જાય છે તો ક્યારેક નગરનાં જલ-સ્થાનોમાં જલ-ક્રીડા કરવા લાગી જાય છે. તો ક્યારેક નગરનાં ઉદ્યાનોમાં ઈચ્છા મુજબ ફરતો પુષ્પઠડાઓને ઉછાળે છે આમ, મનફાવે તેમ વર્તતો શિવભૂતિ બહુ મોડી રાતે ઘરે આવવા લાગ્યો, તો ક્યારેક ઘરે આવતો જ નહિં. આ શિવભૂતિની સ્ત્રી સુશીલ હતી. આથી શિવભૂતિ જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી તે ખાતી પણ નહિં અને સૂતી પણ નહિં. આથી દિનપ્રતિદિન હંમેશાં ક્ષુધા અને અનિદ્રાથી પીડાતી તેણે અવસર જોઈને પોતાની સાસુને વાત કરી, ‘‘માતાજી ! આપના પુત્ર હંમેશાં મોડી રાતે ઘરે આવે છે, જેના કારણે હું પણ તકલીફમાં મૂકાઈ જાઉ છું.’’ ત્યારે સાસુએ કહ્યું, ‘“વહુ બેટા ! આજે તું સૂઈ જજે, શિવભૂતિ આવશે ત્યાં સુધી આજે હું જાગીશ.’’ આમ કહીને બારણા બંધ કરીને માતા પોતે જ શિવભૂતિ આવવાની રાહ જોવા લાગી. શિવભૂતિ ક્યાંક રખડતો રખડતો મોડી રાત્રે ઘરે આવ્યો. તેણે બારણું ખટખટાવ્યું અને ખોલ્યો-‘દરવાજો ખોલો.’’ ત્યારે માતાએ અંદરથી જવાબ આપ્યો, ‘“અત્યારે જ્યાં પણ બારણું ખુલ્લું હોય ત્યાં જા, હમણાં અહિં દ્વાર ખોલવામાં નહિં આવે.’’ આ પ્રમાણે માતાથી અપમાનિત થયેલો ગર્વમૂર્તિ શિવભૂતિ વિચારવા લાગ્યો, ખુદ માતાથી તિરસ્કૃત થયેલો હવે હું ક્યાં જાઉં? આમ વિચારતો તે ત્યાંથી પાછો ફરીને નગરમાં ભટકતો ભટકતો ભાગ્યયોગે સાધુના કોઈ ખૂલ્લા ઉપાશ્રયમાં જઈ ચક્યો. તે વખતે ત્યાં કૃષ્ણાચાર્ય બિરાજમાન હતા શિવભૂતિએ તેઓને પ્રણામ કર્યાં અને પોતાને દીક્ષા આપવા માટે તેમને વિનંતી કરી. કૃષ્ણાચાર્યે તેને દીક્ષા આપવાની ના પાડી. તેથી શિવભૂતિએ સ્વયં પોતાના હાથેજ કેશનો લોચ કરી નાંખ્યો તેથી ગુરૂએ તેને રજોહરણ વગેરે સાધુવેશ આપ્યો, (ખરેખર ભવિતવ્યતા બળવાન હોય છે.) તેને દીક્ષિત થયેલો જાણીને સવારે રાજા ઉપાશ્રયે આવ્યો અને તેને ઠપકો આપતાં કહ્યું- “ મને પૂછયા વગર તેં વ્રત કેમ સ્વીકાર્યું ?’’ 44 ૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64