Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ u" 1639_ સૂરદિવ બોલ્યા- ‘અત્યારે ભરત ક્ષેત્રની અંદર વિશિષ્ટ સત્ત્વના અભાવે આ જિનકલ્પ વ્રત સ્વીકારી શકાતું નથી, પ્રભુ મહાવીરના પ્રશિષ્ય શ્રી જંબુસ્વામીના નિર્વાણની સાથેજ આ જિનકલ્પ પણ અસ્ત થઈ ગયું છે. વર્તમાનમાં તેની આચરણા શક્ય નથી.'' સ્વચ્છન્ડમતિ શિવભૂતિ મુનિ બોલ્યા-‘‘આ વાત તો સત્ત્વરહિત સાધુઓ માટે છે, મારા જેવા સત્વશાળીઓ માટે તો આ ડાબા હાથની રમત છે. જો મુક્તિ માટે જ નિકળ્યા છીએ તો વસ્ત્ર અને પાત્રનો પણ પરિગ્રહ શા માટે ? વસ્ત્ર અને પાત્રથી પણ મુક્તિ લઈ લેવી જોઈએ.’ આચાર્ય ભગવંતે સમજાવ્યું- “વત્સ ! વસ્ત્ર અને પાત્ર તો ધર્મમાં સહાયક બનતા હોઈને ધર્મોપકરણ કહેવાય. અને મૂડ્ઝરહિત તેવા ધર્મોપકરણ ને પાસે રાખવામાં જિનેશ્વર ભગવંતોએ દોષ બતાવ્યો નથી. મોક્ષમાં વિઘ્ન કરનાર કોઈ હોય તો તે લોભ છે પણ વસ્ત્ર- પાત્રાદિ નહિં. જો રજોહરણ અને મુહપત્તિ વગેરે જીવરક્ષા માટે જરૂરી છે તો ભોજન કરતાં કોઈ જીવ- ઘાત ન થાય તે માટે પાત્રની પણ જરૂર છે, વળી ઠંડી-ગરમી-મચ્છર અને ડાંસના ઉપદ્રવ સામે વસ્ત્રો રાખવા પણ જરૂરી છે. અન્યથા દુર્ગાનમાં પડેલો જીવ કદાચ સમ્યકત્વાદિથી સ્મલિત થઈને દુર્ગતિનું આયુષ્ય બાંધી લે તો નુકશાન જ થાય. આમ, ધર્મ, જીવનને ઉપયોગી હોવાથી વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં મુનિને દોષ નથી ઉછું રત્નત્રયીની આરાધનામાં તે ઉપયોગી થઈ રહે છે, હા .... પ્રથમ સંઘયણવાળા મહાસત્ત્વશાળી મહાપુરૂષો વસ્ત્ર-પાત્રાદિ વિના જિનકલ્પ વ્રતને સ્વીકારી શકે છે પણ વર્તમાનમાં તેવું સંઘયણ-બળ ન હોવાથી આપણા માટે તેવું જીવન શક્ય જ નથી. અર્થાત્ આપણે વસ્ત્ર- પાત્રાદિનો આશ્રય લેવો જ પડે. ત્ર ૨૫ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64