Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ (૬) કૃષ્ણનો ક્રોધ-વિજય ન જાણે એકાએક ઉદ્ધત બનેલા ઘોડાઓ, દારૂક, સત્યક, બળરામ અને કૃષ્ણ આ ચારેય મિત્ર-બંધુઓને દૂર-સુદૂર જંગલમાં ખેંચી ગયા. અંધારૂ થવા આવ્યું હતું. એકેક મિત્રે એકેક પ્રહર સુધી અન્ય ત્રણની ચોકી કરવી. આવો નિર્ણય લેવાયા બાદ સૌ પ્રથમ દારૂક પહેરેગીર તરીકે નીમાયો. અન્ય ત્રણ મિત્રો વડલા નીચે ઘસઘસાટ સૂઈ ગયા. - થોડી જ વારમાં કોઈ એક પિશાચ ત્યાં આવ્યો. જેની લાલઘૂમ ડરાવની આંખો...થર-થર ધ્રુજતા હાથ, મવાલી જેવા તેના વાળ, પાતાળે ગયેલું પેટ હતું. આ ભયંકર પિશાચે દારૂક પાસે આવીને માંગણી મુકી-“ખુબ ભૂખ્યો છું. તમને બધાને ખાઈ જવા માટે આવ્યો છું” દારૂકે કહ્યું –‘રક્ષણ માટે નીમાયેલા મારી સાથે સૌ પહેલા તું યુદ્ધ કર, પછી ખાવાની વાત.'' | બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. પિશાચ પાસે દારૂનું બળ સાવ વામન હતું. જેમ જેમ દારૂક પીછેહઠ કરતો ગયો તેમ તેમ પિશાચ તેને ખિજવવા લાગ્યો. આથી બમણા ગુસ્સે ભરાયેલો દારૂક તેની સામે જોરજોરથી ઊંચે સાદે બરાડા પાડવા લાગ્યો. પિશાચને જેમ તેમ ભાંડવા લાગ્યો. ‘‘કમ તાકાત, ગુસ્સા બહોત'' - એવા હારૂકનો પિશાચ ઉપર ફોધ વધતો જાય છે | તેમ તેમ પિશાચ પણ પોતાના દેહની ઊંચાઈ વધારતો જાય છે અને પ્રથમ પહોર પુરો થતાં.... થતાં... તો પિશાચનું તાડ જેવું મોટું ભયંકર રૂપ દેખાવા લાગ્યું. પિશાચ સામે નિષ્ફળ બનેલા દારૂકે પહેલો પ્રહર માંડ માંડ પૂરો ર્યો. - હવે બીજા પ્રહરમાં સત્યકને જગાડીને દારૂક સૂઈ ગયો. પિશાચે તેને પણ તે જ રીતે પરાસ્ત ર્યો જેમ તેમ બીજો પ્રહર પૂરો કરીને સત્યકે બળરામને જગાડ્યા અને સ્વયં નિદ્રાધીન થયો. - ત્રીજા પ્રહરમાં પહેરેગીર તરીકે રહેલા બળરામને પણ પેલા સબળ પિશાચે સાવ નિર્બળ બનાવી દીધો. હત- પ્રહત કરી નાંખ્યો. આમ, ત્રણેય મિત્રોની એક સરખી હાલત થઈ. હવે આવ્યો કૃષ્ણનો વારો, બળરામ કૃષ્ણને ઉઠાડીને સ્વંય નિદ્રાધીન થયા. પિશાચે કૃષ્ણને પણ આહ્વાન આપ્યું- “હું ભૂખ્યો થયેલો છું. આ સૂતેલા તારા મિત્રોને ‘સ્વાહા' કરવા માંગુ છુ.'' ત્યારે કૃષ્ણ કહ્યું- ‘‘આ મિત્રો મારા રક્ષણ હેઠળ છે. તેમની રક્ષા કરવી મારી ફરજ છે. તેથી મને જીત્યા વગર તું તેઓને સ્પર્શ પણ નહિં કરી શકે.'' | આખરે બન્નેનું યુદ્ધ શરૂ થયું. ભુજાઓ અફળાવતા અને પૃથ્વીને પણ ધ્રુજાવતા બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. પણ કૃષ્ણની યુદ્ધનીતિ કોઈ અનોખી જ હતી. જેમ જેમ પિશાચ યુદ્ધના મુડમાં આવતો ગયો તેમ તેમ કૃષ્ણ તેની પ્રશંસા કરવા Jain Education International For P 29 al Use Only www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64