Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ લાગ્યા-‘‘અહો ! શું તેજસ્વી પિશાચ ?.... અને અનોખી છટા સાથેની શું યુદ્ધકળા છે ?..... શાહ.... બાશ....!!!'' આમ, જેમ જેમ કૃષ્ણ કોપ-પિશાચને ખુશ કરતા ગયા, તેમ તેમ પિશાચનું કદ નાનું થતું ગયું. આખરે, પ્રહરના અંતે તો તે પિશાચ સાવ નાનક્ડા મચ્છર જેવો બની ગયો અને કૃષ્ણે તેને પોતાની નાભિમાં ભરાવી દીધો. પ્રભાત થતાં થતાં કૃષ્ણે ત્રણેય મિત્રોને જગાડ્યા. વેદનાથી કણસતા, કોઈકનાં હાથ, તો કોઈકનાં પગ, તો કોઈકની પીઠ લોહી અને ઉઝરડાઓથી ઘવાયેલી જોઈને કૃષ્ણે તેમને પૂછ્યું- “તમારી આવી દશા કોણે કરી ?’’ ત્યારે તેમણે કહ્યું- ‘‘અમે કોઈ બળવાન પિશાચથી કદર્થિત થયા છીએ.’’ કૃષ્ણઃ ‘“એમ ?’’ અન્ય મિત્રો- ‘‘શું તારી પાસે તે પિશાચ નહોતો આવ્યો ?’’ ત્યારે આછું સ્મિત વેરતા કૃષ્ણે તે પિશાચને પોતાની નાભિમાંથી કાઢીને બધાને દેખાડ્યો. ‘તાડ જેવો મોટો પિશાચ સાવ નાનો મચ્છર જેવો કેમ થઈ ગયો ?’’ સહુ વિસ્મિત થઈ ગયા. ત્યારે કૃષ્ણે બઘાને સમજાવતાં કહ્યું-‘“પિશાચનું રૂપ કરીને સ્વયં ક્રોધ જ આપણી પાસે આવેલો. તે જેમ જેમ યુદ્ધના મૂડમાં આવતો ગયો, તેમ તેમ તમે પણ તેની સામે વધુ ગુસ્સાના મૂડમાં આવતા ગયા. અને જોત જોતામાં તે તાડ જેવો લાંબો થઈને તમારી કદર્થના કરવા લાગ્યો (કેમકે, ‘‘હોપ જોવેન વર્ધત’’) અને તમને પરાજિત કર્યા.’’ “જ્યારે, મે તેની સાથે યુદ્ધ ર્યું ત્યારે (ઉત્કટ એવા) તેને મેં ક્ષમાના શસ્ત્ર દ્વારા પરાજિત કર્યો. અર્થાત્ તેની સામે ક્રોધ કરવાના બદલે હું તેને પ્રશંસાનાં શબ્દોથી નવાજવા લાગ્યો. તેથી તે નાનો- લધુ થતો ગયો. આખરે, તે એટલો બધો નાનો થઈ ગયો કે છેવટે મે તેને ઠેઠ નાભિ તળે છુપાવી દીધો. ક્રોધને જીતવો હોય તો ક્ષમા શસ્ત્ર જ એક કારગત નીવડે છે.‘જોપઃ क्षान्तयैव जीयते' આ સાંભળીને વિસ્મિત થયેલા ત્રણેય મિત્રો કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા. જે લોકો ખૂબ ગુસ્સો કરે છે. તેઓને દારૂક વગેરેની જેમ ખૂબ સહન કરવું પડતું હોય છે. સાચે જ, ક્રોધ એક લોહી તરસ્યો પિશાચ જ છે. જે, વ્યક્તિતના શરીરમાં વહેતા રક્તને ચૂસી લે છે. અને રક્તનાં અભાવમાં રોગ-પ્રતિકારક શક્તિ હીન થતાં શરીરમાં નાના-મોટાં રોગો ચડી બેસે છે. ચિત્તમાંથી શાંતિ અને સમાધિ વિદાય લે છે. જીવન આકરૂં બની જાય છે. કુટુંબ તરફથી જાકારો મળે છે. Jain Education International ૧૮ સ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64