Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ (૫) મહિમાઃ કૃષ્ણ - નરસિંહનો બળદેવ મુનિ તુંગિકા પર્વતના શિખર ઉપર માસક્ષમણાદિ ઉગ્ર તપને તપતા હતા. વનમાં કાષ્ઠ વગેરે લેવા માટે આવેલા કઠીયારાઓ જે કંઈ પણ ભાતું વગેરે લાવ્યા હોય, તેને ભિક્ષા દ્વારા મેળવીને પારણું કરતા અને સ્વ-સાધનામાં લીન બની જતા. ધીરે ધીરે પર્વતની આસપાસ રહેલા રાજ્યોમાં ઉગ્રતપ તપતા બળરામ મુનિની ખ્યાત્તિ વધવા લાગી. | ‘મહાન તેજસ્વી કોઈ મુનિ પર્વત ઉપર ઉગ્ર સાધના કરતા તપ તપી રહ્યા છે.” - કાષ્ઠ વગેરે લઈને પાછા ફરતા કઠિયારાઓના મુખેથી આવું સાંભળીને તે તે દેશનાં રાજાઓ વિચારવા લાગ્યા- “આપણા રાજ્યોને પડાવી લેવા માટે આ કોઈ મનુષ્ય ઉગ્ર અને ઉત્તમ મંત્ર સાધના કરી રહ્યો છે. માટે આપણે ત્યાં જઈને આજે જ તેને મારી નાંખીએ જેથી, તેવો કોઈ ભય આપણને રહે નહિં.' આ પ્રમાણે મંત્રણા કરીને બધા રાજાઓ એકી સાથે પોતપોતાના સૈન્ય સહિત પર્વત ઉપર આવી પહોંચ્યા. પરંતુ મુનિની સેવા- રક્ષા માટે ભક્તિથી રહેલા સિદ્ધાર્થ દેવે ત્યાં ભયંકર સિંહો વિદુર્થીને તેઓ તરફ છોડ્યા. આખું વાતાવરણ સિંહનાદોથી ગાજી ઉઠયું. તે સિહોને જોઈને ડરી ગયેલા રાજાઓ બળ મુનિને નમસ્કાર કરીને પોતાના અપરાધનો એકરાર કરતા સ્વસ્થાને પાછા ફર્યા. ત્યારથી બળરામ મુનિ “નરસિંહ’’ એ પ્રમાણે લોકોની અંદર પ્રખ્યાતિ પામ્યા. કરૂણાનિધિ બળરામ મુનિની અયુગ્ર સાધનાએ જંગલી પશુઓ ઉપર ભારે પ્રભાવ પાડ્યો. તેઓના સાધક દેહમાંથી વહેતા શાંત-પ્રશાંત પરમાણુઓએ સિંહ-વાઘ વગેરે કેટલાય સૂર પશુઓને શાંત સ્વભાવી બનાવી દીધા. તેઓની દેશનાનાં પ્રભાવે કેટલાય પ્રાણીઓ-શ્રદ્ધાળુ-શ્રાવક જેવા બની ગયા. તો કેટલાક વક્ર પશુઓ સાવ સરળ બની ગયા. કેટલાક જાનવરોએ માંસ-ભક્ષણ છોડી દીધું. તો, કેટલાકે અનશન સ્વીકારી લીધું. f" // /( N/૫10/\) /\ /\ / \ \ તેની / Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64