Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ (૪) અદ્ભુત ભ્રાતૃસ્નેહ દ્વારકા-નાશ પછી પહેરેલે કપડે જંગલની વાટે ચાલી નીકળેલા બળરામ અને કૃષ્ણ કૌશાંખવનમાં આવ્યા. અત્યન્ત કૃષિત થયેલા કૃષ્ણ માટે બળરામ પાણી લેવા ગયા. આ બાજુ પગ ઉપર પગ ચઢાવેલ અવસ્થામાં સૂતેલા કૃષ્ણને દૂરથી તેમના જ ભાઈ જરાકુમારે હરણની કલ્પના કરીને બાણ છોડ્યું. કૃષ્ણનો આત્મા પરલોક સિધાવી ગયો. વિલખો થયેલો જરાકુમાર પાંડવોની પાંડુ મથુરા નગરી તરફ ચાલ્યો. ક્રમે કરીને તે પાંડવો પાસે પહોંચ્યો અને કૌસ્તુભનું ચિહ્ન દર્શાવીને દ્વારકાનાશ અને કૃષ્ણ- મૃત્યુ વગેરે વૃતાંત જણાવ્યો. અત્યંત શોથી વ્યાપ્ત બનેલા તેઓએ કૃષ્ણનું મૃત્યુકર્મ કર્યું. અને એક વર્ષ સુધી સતત કૃષ્ણ વિયોગથી ઝુરતા તેઓ વિરાગી બનીને વ્રત લેવાની ઈચ્છાવાળા થયા. નેમિનાથ ભગવાને ચાર જ્ઞાનથી યુક્ત । એવા ધર્મઘોષમુનિને પાંડવો પાસે મોકલ્યા અને જરાકુમારને રાજ્ય સોંપીને પાંડવોએ (ધર્મઘોષ નામના) તે મુનિ પાસે દિશા ગ્રહણ કરી. ક્રમે કરીને ૨૦ કરોડ મુનિઓ સાથે તેઓ શત્રુંજ્ય પર્વત ઉપર મોક્ષે સિધાવ્યા. મૃત આ બાજુ કમલપત્રના પુટમાં પાણી લઈને પાછા વળેલા બળદેવ દુષ્ટ પક્ષીઓના અપશુકનથી પ્રેરાયેલા અદ્ધર શ્વાસે કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ ઉપર કાળી માખીઓ બણબણતી જોઈને બળરામે કૃષ્ણના મુખ ઊપરથી વસ્ત્ર ઉંચક્યું અને અવસ્થામાં કૃષ્ણને જોઈને બળરામે સિંહનાદ કર્યો. જેથી પશુ-પક્ષીઓ સહિત આખુંય વન ધ્રુજી ઉઠયું. ત્યારબાદ બળરામ ઊંચે અવાજે બોલવા લાગ્યા-‘“મહાશૂરવીર..... સુતેલા મારા આ પ્રાણપ્યારા બંધુને જે કોઈએ પણ માર્યો હોય અને જો તે ખરેખર ‘‘મર્દનો દીકરો’’ હોય તો તરત જ મારી સામે હાજર થાય. સજ્જન માણસ, સ્ત્રીને, બાળકને, ઋષિને, સૂતેલા અને બેખબર વ્યક્તિને કદીય હણતો નથી.’’ આમ કહીને હત્યારાને શોધતા વનમાં ભટકતા બળરામ ફરીને કૃષ્ણ પાસે આવીને ઊંચે સાદે રડવા લાગ્યા- ‘‘ઓ યાદવેશ...! ગણનિધિ ....!! તું ક્યાં છે ? ઓ પ્રાણપ્યારા ! પહેલા મારા વિના તું એક ક્ષણ પણ રહી શક્યો ન હતો અને આજે તું મારી સાથે બોલવા પણ તૈયાર નથી.... આટલા બધા રિસામણા શાના ? રે ! મારો એવો કોઈ અપરાધ થઈ ગયો હોય તોય તારા જેવા માટે આટલો વખત અબોલા રહેવું બરાબર નથી. ઓ વનદેવીઓ ! મારા OOOOOOOGL Jain Education International 195 ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64