Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ પરાભવ કરી શક્યા નથી. હમણાં જો તે દુષ્ટ દ્વૈપાયન મારી પાસે આવે તો તેના પેટને ચીરીને તેમાંથી દ્વારકા નગરીની બધી સમૃદ્ધિને બહાર કાઢીને જ રહું.’’ આમ તીવ્ર રૌદ્ર ધ્યાનના અભ્યાસથી હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને કૃષ્ણનો આત્મા ત્રીજી નરકની વાટે ચાલી નીકળ્યો. * મહાયુદ્ધોની અંદર એકલપંડે અનેકોને હંફાવનાર કૃષ્ણ જેવા મહાયોદ્ધાને સગાભાઈના હાથે અત્યન્ત તૃષાતુર અવસ્થામાં મૃત્યુને ભેટવું પડ્યું. * પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય તેવા પુણ્યવાનને જંગલમાં મરતી વેળાએ પાણી પાનાર પણ કોઈ મળ્યું નહિં. * સોનાની દ્વારકાના સ્વામીને જંગલમા રાન-રાન ભટકવાનો વખત આવ્યો. * હંમેશા મણિરત્નોનાં અમૂલ્ય વસ્ત્રાભરણો ધારણ કરનારને લાજ ઢાંકવા માટે એક પિતાંબર માત્ર શેષ રહ્યું. * જેના એક આંખના ઈશારામાં હજારો સેવકો સેવામાં હાજર થતા તેને આજે ઘોર જંગલમાં એકાકી મરણને શરણ થવું પડ્યું. * કમલની કોમલ પાંદડીઓ શી મખમલી શય્યામાં સૂનારને મૃત્યુ વખતે જંગલનું ઘાસ ભેગું કરીને બનાવેલી કર્કશ શય્યાના આશ્રયે ચિરનિદ્રામાં પોઢી જવું પડ્યું સજ્ઝાયકારે ગાયું છે ઃ કર્મ તણી ગતિ એહવી મેરે લાલ.....! Jain Education International 照 RE મૈં Hi પાપ તરત ફળતું નથી પણ ચોક્કસ ફળનાર તુજ આંખો નદીઓ બની વહેશે આંસુ ધાર ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64