Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ રથને ખેંચતા ખેચતા નગરના મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યા અને દ્વૈપાયને બંધ કરેલા તે દરવાજાને પગના પ્રહારથી તોડીને રથને બહાર લાવવા પ્રયત્ન કરે છે, તો પણ કાદવમાં ખેંચી ગયેલા રથની જેમ તે રથ બહાર નીકળી શક્યો નહિં. ત્યારે આકાશસ્થ કૈપાયન બોલ્યો-“તમારા બે સિવાય હું કોઈને ય જીવતા નહિં છોડું -આ મેં કરેલી પૂર્વકથિત પ્રતિજ્ઞાને તમે ભૂલી ગયા? માતા-પિતાના મોહમાં કરેલો આ તમારો પ્રયત્ન વ્યર્થ છે.''- આ સાંભળીને અતિવ્યાકુળ બનેલા બળ અને કૃષ્ણને માતા-પિતાએ સ્નેહપૂર્વક કહ્યું- “વત્સ ! તમે હવે જાવ. તમારો માર્ગ કલ્યાણકારી નિર્વિદન બનો. તમે જીવતા હશો તો ફરીને પણ આ યદુકુળનો ઉદય થશે, અમને બચાવવામાં હવે તમે સફળ નહિં થાઓ.’’ આમ કહીને વસુદેવ, દેવકી અને (બળરામની માતા) રોહિણી ત્રણેયે અનશનપૂર્વક નેમિપ્રભુનું શરણ સ્વીકાર્યું. થોડી જ વારમાં કૈપાયન દેવે તેમના ઉપર અગ્નિનો વરસાદ વરસાવ્યો, ત્રણેય નમસ્કાર મહામંત્ર સ્મરણ કરતા મરીને દેવલોકમાં દેવ થયા. જેના હૃદયમાં સંતાપનો પાર નથી એવા બળરામ અને કૃષ્ણ કરૂણ રીતે રડતા નગરીની બહાર જઈને કોઈ જીર્ણ ઉદ્યાનમાં સૂનમૂન બનીને બળતી દ્વારકાને જોવા લાગ્યા. પશુઓનાં અને મનુષ્યોનાં પોકારો અને કોલાહલોથી વ્યાપ્ત બનેલી નગરીને માર- માર કરતી અગ્નિ જ્વાળાઓ ભરખી રહી હતી. અનરાધાર વહેતી આંખોથી આ અતિ કરૂણ દશ્ય જોઈને ખળ-કૃષ્ણ વિચારવા લાગ્યા: ‘પાણીના પરપોટા જેવું કેવું ક્ષણભંગુર આ જીવન ! મેઘ ધનુષ્યના રંગો જેવી કેવી અસ્થિર-ચંચલ લક્ષ્મી ! સ્વજન-વર્ગનો સંગમ પણ કેવો સ્વપ્નનું ક્ષણજીવી.'' સોનાના કાંગરા પણ કોયલા જેવા કાળા મેંશ બની ગયા. રૂપાનો ગઢ પણ રાખના ઢગમાં ફેરવાઈ ગયો. કેવું બળવાન ભાવિ ! ત્રણ ખંડને જીતનારા મહાબળવાન પણ અમે બળતી દ્વારકાને શાંત ન કરી શક્યા ! રે ! મા-બાપને પણ ન બચાવી શક્યા ! જિનેશ્વર ભગવંતોનું વચન કેવું અમોઘ ! અકાટ્ય !! ‘‘બંધુ ! અસહાય બનેલા આપણે હવે ક્યાં જશું?’’ કૃષ્ણ બળદેવને પૂછ્યું. બળરામે કહ્યું- ‘દક્ષિણ સમુદ્ર તટે રહેલી પાંડુમથુરા નામની પાંડવોની નગરી તરફ આપણે જઈએ.’’ બન્નેએ તે તરફ જવા પ્રયાણ કર્યું. આ બાજુ બળતી દ્વારકા નગરીમાં બળરામનો પુત્ર કુબ્નવારક પોતાના મહેલની અગાશી ઉપર ચડીને ઊંચેથી બોલવા લાગ્યો-‘આ જ ભવે મુક્તિને વરનારો છું. એ પ્રમાણે શ્રી નેમિપ્રભુએ મને કહેલું હતું. જો આ વાત સત્ય હોય તો હું અગ્નિમાં શી રીતે બળું?'' - આ પ્રમાણે બોલતા તેને જલંક દેવોએ ઉચકીને પ્રલય દેશમાં રહેલા નેમિનાથ ભગવાન પાસે મુકી દીધો અને તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. બળરામ-કૃષ્ણ અને યદુઓની સ્ત્રીઓ નગરદાહ થતાં અનશન સ્વીકારીને સ્વર્ગગામી બની. કરોડો યાદવોને દ્વૈપાયન દેવે સળગાવી નાંખ્યા. આ પ્રચંડ આગે છ મહિના સુધીમાં સંપૂર્ણ નગરીને નામશેષ કરી નાંખી, ત્યાર પછી દુષ્ટ દ્વૈપાયને સમુદ્રના પાણી વડે દ્વારકાને ડુબાડી દીધી. કેવો ભયંકર વિનાશ વેરાયો .... ! સાવધાન ! દારૂના દૈત્યને આજે જ સળગાવી દો-નહિંતર એ તમને સળગાવી દેતાં વાર નહિં લગાડે. જો, દ્વારકા દાહના મૂળમાં હતો કૈપાયનનો રોષ, તો તે રોષના મૂળમાં હતો શાંબ પ્રદ્યુમ્ન વગેરે કુમારોએ ભાન ભૂલા બનીને ઢીંચેલો દારૂનો ડોઝ, દુષ્ટ કોણ ? તૈપાયન કે દારૂ ? દ્વૈપાયનને દુષ્ટ બનાવનાર શાંબ વગેરે કુમારોની મારપીટ હતી. તો મારપીટમાં કારણ બની ગઈ નશાની પ્યાલી, સાચે જ, આ નશાની પ્યાલીએ ભલભલા નસીબદારોની અને રાજા-મહારાજાઓની લાલીને પણ સરિઆમ ફિકકી કરી નાંખી છે.... બંગલાવાળાઓને તેણે બેઘર બનાવ્યા છે... આબરૂદાર નબીરાઓને બેઆબરૂ બનાવ્યા છે.. અલમસ્ત નિરોગી કાયાને તેણે બિચારી-રાંકડી રોગિષ્ટ બનાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64