Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેનું ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે. - કવિ તરીકે તેઓની ફત્તેહ પશ્ચિમાત્ય વિદ્વાનો પણ સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે – “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથો રચનારની વિદ્વત્તા કોઈ પણ પ્રકારની ભૂલો દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે...Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા ફત્તેહમંદ થયા છે કે આથી વધારે સારા 2 થે હોવાનો સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકોની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે)” અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલો શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજયસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વજ્ઞતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રથો બનાવ્યા છે તે ખરેખર જેન કેમને મોટો વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જન કેમે ત૫ર તેમજ મગરૂબ થવું જોઈએ. આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ ગ્રંથના દશ પમાં ત્રેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યકતા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્રો છે. ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા ને સનત કમાર એ બે ચક્રીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્રો છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચક્રી એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. ૬ છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચક્રીમાં બે તે કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રો છે. આ પવનો મોટો ભાગ રામચંદ્રાદિનાં ચારિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. ૮ આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. ૯ નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમાં ચક્રીના મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 346