Book Title: Torchno Prakash Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ ‘તમે ફરી અત્રે કેમ આવ્યા ?’ દર્દીને ડૉક્ટરે પૂછ્યું, ‘એક વાત કરવી છે' બોલો’ મેં આપની દવા તો લીધી, એ દવાથી મને સારું પણ થઈ ગયું પરંતુ આપે આપની જે ફી મારી પાસેથી લીધી છે એ ફી વધુ હોય એવું લાગે છે’ ‘કોણે કહ્યું ?’ ‘મારી પત્ની એમ કહે છે’ ‘એક વાત પૂછું ?’ ‘શું ?’ “જો પૈસા કરતા તમને તમારી કિંમત વધુ લાગતી હોય તો મારી ફી ઓછી છે અને તમારા કરતા પૈસાની કિંમત તમારી પત્નીને વધુ લાગતી હોય તો મારી ફી વધુ છે. તમને શું લાગે છે ? હા. માણસનું શરીર ભલે ને પ્રાણવાયુના આધારે ટકતું હોય, માણસનું જીવન તો આજે પૈસાના આધારે જ જાણે કે ટકી રહ્યું છે ! લગ્ન કરવાના છે ? પૈસા જાઈશે. કોક યુવતી પર બળાત્કાર થયો છે? એને પૈસાનું વળતર ચૂકવવામાં આવશે ! પત્નીને છૂટાછેડા આપવા છે ? ભરણપોષણ પેટે તમારે એને દર મહિને રૂપિયા ૨૦૦૦ ચૂકવવા પડશે. ફૅક્ટરીમાં કામ કરતાં કરતાં કારીગરનો હાથ મશીનમાં આવી જવાના કારણે કપાઈ ગયો છે એમ ને ? શેઠ તરફથી એને બે લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવશે. રેલ્વેમાં થઈ ગયેલ ઍક્સિડન્ટમાં ગરીબ બાપે પોતાનો એકનો એક યુવા દીકરો ગુમાવી દીધો છે, એમને ? સરકાર મા-બાપ તરફથી એને વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે ! ટૂંકમાં, ગાડીને દોડાવવી છે ને ? પેટ્રોલને હાજર રાખો. જીવનને ચલાવવું છે અને ટકાવવું છે ને ? પૈસા હાજર રાખો. આ છે આજના જમાનાની તાસીર ! ૧૧ ‘દોસ્ત ! તું અમેરિકા જાય છે ?' ‘જવાનો હતો...’ ‘માંડી વાળ્યું ?’ ‘ના. મુલતવી રાખ્યું ?’ ‘એટલે ?’ ‘તા. ૩૧ જાન્યુઆરીના રોજ જવાનો હતો એના બદલે ૪ ફેબ્રુઆરીના રોજ જવાનું નક્કી રાખ્યું.' ‘કારણ ?’ ‘૨ ફેબ્રુઆરીના રોજ તારા લગ્ન નક્કી થયા છે ને ?’ ‘ધ’ ‘આપત્તિના સમયે સાથે ન રહું તો હું તારો મિત્ર શાનો ? બસ, આ હિસાબે જ અમેરિકા જવાની તારીખમાં મેં ફેરફાર કર્યો છે. થિયેટરમાંથી પિક્ચર જોઈને બહાર આવતા દર્શકોને થિયેટરની બહાર ઊભેલો યુવક એ પિક્ચર જોવા જતાં પહેલાં એક વાર પૂછી તો લે જ છે કે “દોસ્ત ! પિક્ચર કેવું છે?’ જો દર્શકનો પિક્ચર માટેનો અભિપ્રાય મોળો મળે છે કે બેકાર મળે છે તો એ યુવક પિક્ચર જોવાનું માંડી જ વાળે છે. કાશ ! આ જ પ્રયોગ લગ્નજીવનમાં પ્રવેશવા માગતા યુવક-યુવતીઓ લગ્નજીવનમાં પ્રવેશી ચૂકેલાં પતિ-પત્ની પાસે કરતા હોત ! કદાચ સંખ્યાબંધ મુશ્કેલીઓથી અને સંતાપોથી પોતાના જીવનને અને મનને બચાવી લેવામાં તેઓને અચૂક સફળતા મળત ! પણ સબૂર ! ઘેટાંઓનું ટોળું ક્યારેય આગળ ચાલી રહેલ ઘેટાના અનુભવને જાણવા તૈયાર જો હોતું નથી તો વાસનાભૂખ્યા જીવો વાસનાપૂર્તિના માર્ગ પર કદમ માંડી ચૂકેલાના અનુભવને જાણવા શું તૈયાર થાય ? ૧૨Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51