Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ એક બાબતનું રહસ્ય મને હજી નથી સમજાયું’ ‘શું?' તારે કનુ સાથે બોલાચાલી થઈ ગઈ અને કનુનો ગુસ્સો જ્યારે આસમાને પહોંચ્યો ત્યારે કનુના હાથમાં લાકડી તે પોતે જ પકડાવી દીધી હતી ને? અને એ લાકડી પણ પાછી તારા હાથમાં હતી એ જ તે એને આપી દીધી હતી ને?” કંઈક મેળવવા કંઈક મૂકવું જ પડે છે અથવા તો કંઈક ગુમાવવું જ પડે છે' એ સિદ્ધાંત અંગે તમારું શું માનવું ?' નવરાશની પળોમાં છાપું વાંચી રહેલ પતિને પત્નીએ પૂછ્યું. એ સિદ્ધાંત બરાબર છે” શા પરથી કહો છો?' અનુભવ પરથી’ કયો અનુભવ થયો ?” ‘લગ્નનો’ એટલે?” ‘તું મને ક્યારે મળી? સ્વતંત્રતા મેં મૂકી ત્યારે, અને મારા મનની પ્રસન્નતા ગુમાવી ત્યારે !” પતિએ પત્નીને રોકડો જવાબ આપી દીધો. “કારણ કાંઈ?” મારી પાસે રહેલ લાકડી જ એના હાથમાં પકડાવી દેવી પડે એવી પરિસ્થિતિ સર્જાયેલી હતી.” એટલે?' ‘તને ખ્યાલ નહીં હોય પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે કનુના હાથમાં લોખંડનો સળિયો હતો. જો મેં પોતે મારા હાથમાં રહેલ લાકડી એના હાથમાં ન પકડાવી દીધી હોત તો એના હાથમાં રહેલ લોખંડનો સળિયો સીધો મારા માથા પર આવ્યો હોત !' નટુની આ વાત સાંભળીને મનુ સ્તબ્ધ થઈ ગયો. સ્વીકારવું ન ગમે એવું કડવું સત્ય આ છે કે આ જગતના કોઈ પણ પદાર્થના માલિક બનવા જતાં તમારે જીવનની સ્વતંત્રતા અને મનની પ્રસન્નતાનું બલિદાન દેવું જ પડે છે. બૂટ બહાર મૂકીને વ્યાખ્યાનમાં બેસો કે પૈસા ભરેલું પાકીટ ખીસામાં રાખી ટ્રેનમાં બેસો, ઝવેરાત તિજોરીમાં રાખી મહાબળેશ્વર જાઓ કે છત્રી બહાર મૂકીને મંદિરમાં જાઓ, રૂપવતી પત્નીને ઘરે રાખીને ઑફિસે જાઓ કે મૅનેજરને ઑફિસ સોંપીને વિશ્વયાત્રાએ જાઓ. મગજમાં તનાવ તો રહેવાનો જ. ચિત્તમાં અજંપો તો રહેવાનો જ. મનમાં ડર તો રહેવાનો જ ! કોઈ એ ચીજો આંચકી જશે તો? એ ચીજો સાથે કોઈ અડપલાં કરી બેસશે તો? એ ચીજ સ્વયં મારાથી દૂર થઈ જશે તો? બસ, સંસારની આ જ તો અસારતા છે. એ તમને કદાચ દુનિયાભરનાં સુખો આપી દે પણ નિર્ભયતાનું સુખ આપવાની એનામાં કોઈ જ તાકાત નહીં અને નિર્ભયતાના સુખ વિનાના આ સંસારનાં કોઈ પણ સુખને સુખ કહેવાનો કોઈ અર્થ જ નથી. ધર્મને જીવનમાં પ્રાધાન્ય આપતા માણસ એક જ કારણસર ડરે છે, ધર્મ એ કષ્ટનો, અગવડનો, પ્રતિકૂળતાનો માર્ગ છે. પૈસા ઓછા કર્યા વિના દાન નથી. નિયંત્રણોનો સ્વીકાર કર્યા વિના શીલ નથી, શરીરને તપાવ્યા વિના તપ નથી અને મનને વશમાં રાખ્યા વિના ભાવના નથી. બસ, આ કો ત્રાસરૂપ લાગતા હોવાથી જીવ ધર્મના માર્ગ જોડાવા તત્પર બનતો નથી. પરંતુ, વાસ્તવિકતા એ છે કે જો તમે ધર્મના માર્ગે આવતાં લાકડી જેવાં કષ્ટો વેઠી લેવા તૈયાર નથી તો કર્મો તમારા લમણે લોખંડના સળિયાના માર જેવાં કષ્ટો ઝીંકીને જ રહેવાના છે. પસંદગીનો નિર્ણય આપણે જ કરવાનો છે. પ૪

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51