Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ “તમે રાહતકાર્યના ફંડમાં રકમ લખાવી ?' ‘ના’ ‘એક પણ રૂપિયો નહીં ?’ ‘ના’ ‘તમારી આર્થિક સ્થિતિ સારી હોવા છતાં ય નહીં ?’ ‘ના’ ‘કારણ કાંઈ ?’ ‘સાંભળી શકશો ?’ જરૂર’ ‘રાહતકાર્યમાં તમે કાંઈ પણ રકમ લખાવો. પચાસ ટકા જેટલી રકમ તો ચવાઈ જ જાય છે.’ ‘એક વિકલ્પ બતાવું ?’ ‘શું ?’ “તમે બસો ટકા રકમ જ લખાવો. તમારી ઇચ્છા મુજબની રકમ વપરાઈને જ રહેશે.’ એમ તો પેટમાં જતું બધું જ ભોજન કાંઈ પચતું નથી અને છતાં માણસ પેટ ભરીને જ જમે છે. એમ તો ધરતીમાં વાવેલા બધા જ દાણાઓ કાંઈ ઊગતા નથી અને છતાં ખેડૂત ધરતીમાં થોબંધ દાણાઓ જ વાવતો રહે છે. એમ તો ધંધામાં રોકેલા બધા જ નાણાંનું પૂરેપૂરું વળતર મળતું નથી અને છતાં માણસ પોતાની મોટા ભાગની સંપત્તિ ધંધામાં રોકી દે છે. પણ કમાલ ! ભિખારીને એ એક રૂપિયો પણ આપે છે અને ઇચ્છે છે કે એનું એને પૂરેપૂરું વળતર જ મળવું જોઈએ. કોક સંસ્થામાં એ સો રૂપિયા જ આપે છે અને આગ્રહ રાખે છે કે પોતાના એક એક રૂપિયાનો પૂરેપૂરો ઉપયોગ થવો જ જોઈએ ! દાન ન કરવા માટેની મનની આ ચાલબાજી જ હોય એવું નથી લાગતું ? ૮૯ ‘તમે મારી ૧૦,૦૦૦ ની રકમ ચૂકવી જ દો’ ‘પણ મારી પાસે..' ‘રકમની વ્યવસ્થા નથી એમ ?' ‘હા’ ‘તમે બીજા પાસેથી ૨કમ ઉધાર લઈને ય મને તો ચૂકવી જ દો.’ ‘નહીં ચૂકવું તો ?’ ‘તો હું શું કરીશ એ તમારે જાણવું છે ?’ ‘હ્ય’ ‘તમારા જેટલા પણ લેણદારો છે એ તમામને ફોન કરીને હું કહી દઈશ કે મારી ૨કમ મને મળી ગઈ છે. તમારે રકમ લેવાની હોય તો વહેલી તકે પહોંચી જજો’ પેલાએ ૧૦,૦૦૦ ની રકમ ચૂકવી દીધી. ‘જેના માથે એક પણ પૈસાનું દેવું નથી એ જ સાચો શ્રીમંત છે’ ‘આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો એ જ મનની સ્વસ્થતા અને ઘરની વ્યવસ્થા ટકાવી રાખાવાનો રાજમાર્ગ છે’ ‘પથારી જેવડી હોય, પગ એટલા જ પહોળા કરવા’ આ બધી શિષ્ટ પુરુષોએ બતાવેલ ઉક્તિઓને આજના વિજ્ઞાનયુગે રદબાતલ અને નકામી જાહેર કરી દીધી છે. આજે તો ‘દેવું કરીને પણ ઘી પીઓ'ની ચાર્વાકની સલાહ ચલણમાં છે. લોન, ક્રેડિટ કાર્ડ, હપતા પદ્ધતિની બોલબાલાવાળા આ યુગમાં જેના માથે એક પણ પૈસાનું દેવું ન હોય એની ગણના કદાચ ‘મામા’માં થઈ રહી છે. બીજાને નવડાવી નાખવાની કુશળતા જેના હાથમાં ન હોય એને આજે કદાચ ‘ડફોળ' શબ્દથી નવાજવામાં આવી રહ્યો છે. રે કલિયુગ ! તને ‘કલહયુગ’નું વિશેષણ અમારે શા માટે ન આપવું ? ed

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51