________________
‘તમે ઑફિસમાંથી એક મહિનાની રજા લીધી હતી એમ તમારા મિત્ર છગને મને કહ્યું હતું. વાત સાચી ?”
‘ક્યાં ગયા હતા ?”
મહાબળેશ્વર” એક મહિનો ત્યાં જ પૂરો કર્યો ?'
‘ના’
તો ?' ‘એક જ દિવસ ત્યાં રહેવાનું બન્યું
‘ત્યાં કર્યું શું?”
ઘોડેવારી’ આખો દિવસ?'
ના. એક જ કલાક’ પછી બાકીના ૨૯ દિવસ ?” ‘હૉસ્પિટલમાં પસાર કર્યા.”
પપ્પા ! પેપરમાં યુદ્ધના સમાચારો તો ખૂબ આવે છે; પરંતુ યુદ્ધની શરૂઆત થાય કેવી રીતે ? ચિન્હએ પપ્પાને પૂછ્યું.
ધાર કે અમેરિકા ભારત પર આક્રમણ કરે.’ ‘તમે શું ગપ્પા લગાવો છો? અમેરિકા તો ભારતનુંમિત્ર છે. એ ભારત પર આક્રમણ કરે જ શેનું”ચિન્હની મમ્મી વચ્ચે બોલી.
અરે, આ તો ધારવાની વાત છે'
‘એમ ખોટું શું કામ ધારવાનું?” હું તો ચિન્હને યુદ્ધ કઈ રીતે શરૂ થાય એ સમજાવી રહ્યો છું.'
‘તમારે સમજાવવું હોય તો સાચું જ સમજાવો ને ? ભારત પર આક્રમણ કરવાની હિંમત કરે તો પાકિસ્તાન કરે, અમેરિકા તો કરે જ શું કામ?”
‘તું વચ્ચે બોલવાનું બંધ કરી
તમે મને કોણ કહેનારા?' પપ્પા! યુદ્ધ કેવી રીતે શરૂ થાય એનો જવાબ મને મળી ગયો. હવે મારે કાંઈ જ સાંભળવું નથી’ ચિન્હ બોલ્યો.
અભ્યાસ વિના અને સાતત્ય વિના તો સંસારના ક્ષેત્રમાં પણ જો સફળ બની શકાતું નથી તો અધ્યાત્મ જગતમાં પગ જમાવી દેવા માટે કે પ્રસન્નતા અનુભવતા રહેવા માટે અભ્યાસ અને સાતત્ય વિના તો ક્યાં ઠેકાણું પડે તેમ છે ?
કમાલનું આશ્ચર્ય એ છે કે વરસાદના એક જ ટીપાથી પાક પેદા થઈ જાય એવી આશા ખેડૂત રાખતો નથી. એક જ વખત સાઇકલ ચલાવવાનો પ્રયાસ કરવાથી સાઇકલ ચલાવવામાં કુશળતા આવી જવાની આશા કોઈ યુવક રાખતો નથી પણ અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરતો નવો સાધક પણ એવા વિશ્વાસમાં રાચતો થઈ જાય છે કે અતિ અલ્પ પ્રયાસ પણ સાધનાજીવનમાં હું જામી જ જઈશ. સાવધાન !
સર્પના મુખમાંથી ઝેર નીકળી જાય પછી તમારે એની સાથે રમવું હોય તો ખુશીથી રમો, તમારા જીવન પર કોઈ જ જોખમ નથી. તલવારની ધાર જ બુઠ્ઠી થઈ ગઈ હોય પછી એને ભલે ને તમે જીભ પર ફેરવો, તમારી જીભ પર કોઈ જ જોખમ નથી. મનમાંથી અહંના ઝેરને નિચોવીને સાફ કરી નાખો, સંબંધમાં રહેલ આત્મીયતા પર કોઈ જ ખતરો નથી.
યાદ રાખજો, અહં એક એવું ઝેર છે કે જે માણસને જીવતો રહેવા દઈને એના જીવનને શેરડીના કૂચા જેવું નિરસ બનાવી દે છે.
૫