Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ ‘પણ આ તું કરે છે શું ?’ ‘કેમ શું થયું ?’ ‘એક સાથે દારૂની ત્રણ પ્યાલી ?' “જો. એક વાતનો તને ખુલાસો કરી દઉં છું. મારો એક મિત્ર અમેરિકા ગયો છે એને યાદ કરીને એક પ્યાલી પીઉં છું. એક મિત્ર કૅનેડા ગયો છે એને યાદ કરીને એક પ્યાલી પીઉં છું અને એક પ્યાલી મારી ખુદની પીઉં છું. આમાં હું ખોટું શું કરું છું ? જિગરજાન મિત્રોની યાદમાં કંઈક તો ભોગ આપવો પડે કે નહીં ? 'ચિન્ટુએ પિન્ટુને આ જવાબ તો આપ્યો. પણ, એક દિવસ ચિન્ટુએ પેટમાં જ્યારે દારૂની બે પ્યાલી પધરાવી ત્યારે પિન્ટુએ ચિન્ટુને પૂછ્યું. ‘આજે બે જ પ્યાલી ?' જ હા. બંને મિત્રો ઘણા વખતથી મારાથી દૂર જ હોવાથી એની વ્યથામાં મેં મારી પ્યાલી છોડી દીધી છે' ચિન્ટુએ જવાબ આપ્યો. એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે જીવનમાં પાપને મળી જતું સ્થાન તો દૂધમાં નખાતી બદામ જેવું હોય છે. બદામને તમે જેમ દૂધમાંથી ધારો ત્યારે અલગ કરી શકો છો તેમ પાપને તમે જીવનમાંથી ધારો ત્યારે દેશવટો આપી શકો છો. પરંતુ જીવનમાં વ્યસનોને અપાઈ જતું સ્થાન તો દૂધમાં ભળી જતી સાકર જેવું હોય છે. સાકરને દૂધથી અલગ કરવામાં સફળતા જેમ નથી જ મળતી તેમ વ્યસનીને પોતાના જીવનમાંથી વ્યસનોને તિલાંજલિ આપવામાં સફળતા નથી જ મળતી. પાપથી જ બચતા રહેજો. પાપથી ન જ બચી શકાય તો ય વ્યસનોથી તો જાતને બચાવતા જ રહેજો. ૯૭ પિતાજી ! સાંભળો છો ?' ‘હા’ ‘ડૉક્ટરનું કહેવું એમ છે કે હવે તમે વધુમાં વધુ એક કલાકના મહેમાન છો.’ બરાબર’ ‘તમારી કોઈ ખાસ ઇચ્છા છે ?' ‘હા’ “શું ?' મારા મર્યા પછી તમે મારું મુંડન પસલા હજામ પાસે જ કરાવજો’ ‘કેમ?’ “એની પાસેથી ઉઘરાણીના ૫૦ રૂપિયા લેવાના મારે એક વરસથી બાકી છે.' આટલું બોલતા બોલતા તો એક આંચકી આવી અને પપ્પાના શરીરના પિંજરમાંથી હંસલો ઊડી ગયો. મોજાં મુખ્ય બની જાય અને પગ ગૌણ બની જાય, ચશ્માં નંબર એક પર આવી જાય અને આંખ નંબર બે પર ગોઠવાઈ જાય, મકાનની એવી બોલબાલા થાય કે મકાનમાલિક જ વિસરાઈ જાય, ભોજનનાં દ્રવ્યો પાછળ એ હદે પાગલપન આવી જાય કે પેટની ઉપેક્ષા જ થઈ જાય અને જે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય એના કરતાં અનેકગણી હાસ્યાસ્પદ સ્થિતિ ત્યારે સર્જાય છે કે જ્યારે ‘સાધન’ના સ્થાનને પામેલો પૈસો ‘સાધ્ય’ના સ્થાને ગોઠવાઈ જવામાં સફળ બની જાય છે. સાધના નંબર બે પર રહી જાય અને શરીર નંબર એક પર આવી જાય એ જો સાધકની કરુણતા છે તો સંપત્તિ નંબર એક પર આવી જાય અને વ્યક્તિ પોતે નંબર બે પર ગોઠવાઈ જાય એ સંસારી માન્નસની કરુણતા છે. ૯૮

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51