Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008943/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લગ્ન જીવનનો તમારો અનુભવ?” ‘લગ્ન પહેલાં હું સિંહ હતો.' અને અત્યારે ?” અત્યારે પણ સિંહ જ છું' તો પછી ફેર ક્યાં પડ્યો ?” ‘એ જ કહું છું હું તમને. લગ્ન પહેલાં હું સિંહ હતો પણ જંગલનો. જયારે અત્યારે હું સિંહ જરૂર છું પણ જંગલનો નહીં પણ સરકસનો ! ઘરમાં પતિ જયારે પણ આવે, ઑફિસ વગેરેનાં કામોમાં વ્યસ્ત થઈ જાય. જરાક સમય મળે એટલે સોફાસેટ પર બેસીને આરામ કરે પણ એને શાંતિથી બેઠેલો જોઈને એની પત્ની એની સામે આવીને ગોઠવાઈ જાય. આશ્ચર્ય એ સર્જાય કે પત્નીને સામે જ બેઠેલી જોઈને પતિ કોક ને કોક ચોપડી વાંચવાનું શરૂ કરી દે. એક વાર આવું બનતાની સાથે જ પત્નીએ હાથમાં ભગવાનનો ફોટો લઈને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. શેની પ્રાર્થના કરે છે ?” પતિએ પૂછ્યું, હે ભગવાન ! આવતા જનમમાં તું મને ચોપડી બનાવજે.' પત્નીનો આ જવાબ સાંભળીને પતિ પણ પ્રાર્થનામાં બેસી ગયો. ‘તમે શેની પ્રાર્થના કરો છો ?” ‘તને ભગવાન કદાચ ચોપડી બનાવે તો ય પંચાંગ જ બનાવે એની !” પતિએ જવાબ આપ્યો. સિગરેટના પાકીટને ખીસામાં લઈને ફરનારો ભલે એમ માનતો હોય કે હું સિગરેટનો માલિક છું પણ હકીકતમાં એ સિગરેટનો ગુલામ જ હોય છે. કરોડોની સંપ માં આળોટનારો ભલે પોતાની જાતને સંપત્તિનો માલિક માનતો હોય પણ હકીકતમાં એ લોભનો ગુલામ જ હોય છે. બસ એ જ ન્યાયે લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન ભલે ને ધામધૂમથી ઊજવ્યા હોય અને પોતાની જાતને પત્નીના માલિક માનતો હોય પણ હકીકતમાં તો એ વાસનાનો ગુલામ જ હોય છે. આશ્ચર્ય પેદા કરે એવું આ ગણિત છે. બહારથી તમને એમ લાગે કે તે-તે ચીજોનો અને તેતે વ્યક્તિઓનો હું માલિક છું પણ હકીકત એ હોય કે અંદરથી તે-તે ચીજોના અને તે-તે વ્યક્તિઓના તમે ગુલામ જ હો. આનો તાત્પર્યાર્થ? આ જ કે ભોગ તમને ગુલામ જ બનાવે છે. સાચે જ જો તમે માલિક બનવા માગો છો તો ત્યાગનો માર્ગ અપનાવી લેવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ બચતો નથી. વાસ્તવિકતા આ હોવા છતાં કરુણતા એ છે કે ગુલામ બનવાના માર્ગ પર ભીડનો કોઈ પાર નથી જ્યારે માલિક બનાવતા માર્ગ પર કો'ક એકલદોકલ વ્યક્તિ જ જોવા મળે છે. રાગની જ જ્યાં બોલબાલા હોય છે ત્યાં સ્થિરતા સર્વથા અસંભિવત હોય છે. માત્ર શરીરનું જ જ્યાં આકર્ષણ હોય છે ત્યાં સ્થિર પ્રસન્નતા ગાયબ જ હોય છે. કારણ? રાગ કરનારું મન ચંચળ છે અને રાગના કેન્દ્રમાં રહેતો પદાર્થ ક્ષણભંગુર છે. મેઘધનુષ્યના રંગો સાથેની દોસ્તીમાં આખરે તો પસ્તાવાનું જ હોય છે ને ? પર્ણ પર મોતી જેવા દેખાતા ઝાકળના બિંદુ સાથેના આકર્ષણમાં આખરે તો રડવાનું જ હોય છે ને ? પળે પળે ઘસાતા રહેતા અને મોત તરફ ધકેલાતા રહેતા શરીર પ્રત્યેના મનના ખેંચાણમાં આખરે તો હાથ જ ઘસતા રહેવાનું છે આ વાસ્તવિકતા જેટલી વહેલી સમજાઈ જાય એટલી પ્રસન્નતા અકબંધ રહેવાની શક્યતા વધી જવાની છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘તું એક કામ કરી ન શકે ?’ પતિએ પત્નીને કહ્યું ‘શું?’ ‘તને ક્રોધ જ્યારે પણ આવે...’ ‘ત્યારે શું ?’ ‘ત્યારે તારે ૧થી ૧૦૦ સુધીના આંકડા બોલી જવાના અને પછી જ ક્રોધ કરવો.’ ‘એનાથી તમને શું ફેર પડશે ?’ ‘ઘણો ફેર પડશે’ શો ?’ ‘તું ૧ થી ૧૦૦ સુધીના આંકડા બોલી રહીશ ત્યાં સુધીમાં કમ સે કમ મને ઘરની બહાર નીકળી જવાનો સમય તો મળી રહેશે ને ? લોભી લોભના માધ્યમે સંપત્તિ મેળવવામાં સફળ બનતો હોય અને એના કારણે લોભ સાથેની એની દોસ્તી અડીખમ રહેતી હોય એ તો સમજાય છે. માયાવી માયાના માધ્યમે દુર્જન હોવા છતાં પોતાની જાતને સજ્જન હોવાનું પુરવાર કરી શકતો હોવાના કારણે માયા સાથેની એની મહોબ્બત અડીખમ રહેતી હોય એ ય સમજાય છે. અભિમાનીનો પોતાની શક્તિ પ્રદર્શનના કારણે સર્વત્ર વટ પડતો હોય અને એના કારણે અભિમાન પ્રત્યે એની કૂણી લાગણી રહેતી હોય એ ય સમજાય છે. પણ, ક્રોધી ક્રોધના માધ્યમે સંબંધ ક્ષેત્રે, સ્વસ્થતા ક્ષેત્રે, સંપત્તિ ક્ષેત્રે, સમાધિ ક્ષેત્રે, સ્વજન ક્ષેત્રે, સદ્ગુણ ક્ષેત્રે સતત નુકસાનીમાં જ ઊતરતો જતો હોય છે અને છતાં એ ક્રોધનું પુનરાવતન કરતો જ રહે છે એનું કારણ સમજાતું નથી. ક્રોધની અસરકારકતા શું એની વિનાશકતા જોવા નહીં દેતી હોય ? આપણા ઘરમાં જે પણ મહેમાન આવે છે એ તમામને તમે લગ્ન વખતે પહેરેલો સ્યુટ બતાવ્યા કરો છો એની પાછળ કોઈ કારણ છે ?’ પત્નીએ પતિને પૂછ્યું, ‘ધ’ ‘શું કારણ છે ?’ “એ જાણવાનો આગ્રહ તું ન રાખે તો સારું છે’ ‘ના. મારે એ જાણવું જ છે’ ‘તો સાંભળી લે. દરેક મહેમાનને સ્યુટ બતાવીને હું અટકી નથી જતો પણ સાથોસાથ અચૂક કહું છું કે મારા જીવનમાં દુઃખની શરૂઆત આ કપડાં પહેર્યા ત્યારથી થઈ છે.’ પતિએ ઠંડે કલેજે જવાબ આપી દીધો. કાચના ટુકડાને માણસે ‘હીરા’નું લેબલ લગાવ્યું હોય એવું સાંભળવામાં નથી આવ્યું. કાગળના ટુકડાને માણસે પ∞ ની ‘નોટ'નું લેબલ લગાવ્યું હોય એવું ય સાંભળવામાં નથી આવ્યું. સડી ગયેલ લાકડાને માણસે આકર્ષક ફર્નિચરની ઉપમા ક્યારેય નથી આપી. પ વાસનાને ‘પ્રેમ’નું લેબલ લગાવી દઈને માણસે જે નુકસાની વેઠી એનો તો જગતમાં જોટો જડે એમ નથી. આ જૂઠા લેબલને વફાદાર રહેવા માટે એણે એટએટલી વ્યક્તિઓ સાથે બેવફાઈ આચરી છે કે જેનું વર્ણન કરવું શક્ય નથી. બાકી, પ્રેમ તો અત્તરનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એની ઉપસ્થિતિ છતાં ઉદ્વેગનો, ઉકળાટનો અનુભવ થાય ? કલેશની દુર્ગંધ અને સંક્લેશનો ગંદવાડ અનુભવવા અને જોવા મળે ? સંઘર્ષ અને સમસ્યાના કાદવમાં ખરડાવાનું બને ? સાવધાન ! વાસનાને ‘વાસના’ તરીકે ઓળખી લો. મનની સંખ્યાબંધ ઉત્તેજનાઓ આપોઆપ શાંત થઈ જશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ‘તારા પતિ સાથે તું ફરવા ગઈ હોય અને તને દુઃખનો અનુભવ થયો હોય એવો પ્રસંગ તારા જીવનમાં બન્યો છે ખરો?' પિયર આવેલ પત્નીને એની બહેનપણીએ પૂછયું. ‘હા. એક વખત એવું બન્યું છે’ ‘ક્યારે ?” પતિએ મને કહ્યું હતું કે હું આજે તારા પર ખુશ છું. તું કહે એ દુકાનમાં આપણે ખરીદી માટે જઈએ.’ “પછી?” એમને સાડીની દુકાનમાં લઈ ગઈ.” ‘એમણે તને સાડી ન અપાવી ?” | ‘અપાવી ને?” તો પછી દુઃખ શેનું થયું ?” સાડીને બદલે હું એમને ઝવેરાતની દુકાનમાં ન લઈ ગઈ એનું પત્નીએનિઃસાસો નાખતા જવાબ આપ્યો. બહેન, તમારી સાથે આ કોણ છે?' ડૉક્ટરે પૂછ્યું, મારા પતિ છે’ ‘એમને અહીં સાથે કેમ લાવ્યા છો ?” કેમ શું વાંધો છે?' ‘તમને કદાચ ખ્યાલ ન હોય તો જણાવું કે આ સ્ત્રીઓના રોગો માટેનું જ દવાખાનું છે.' મને એનો ખ્યાલ છે” ‘તોય તમે એમને સાથે લાવ્યા છો?” કારણ?' સ્ત્રીઓમાં જે રોગ હોય છે પેટમાં કોઈ પણ વાત ન ટકવાનો’ એ રોગ એમને લાગુ પડ્યો છે.” ઇચ્છાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાનાં કપડાંથી ય એ ઢંકાય તેવું નથી. વાસનાની આગ એવી વિકરાળ છે કે આખી દુનિયાની સામગ્રીના જળથી ય એ શાંત થાય તેવી નથી. ઇચ્છાનો ખાડો એટલો બધો ઊંડો છે કે જગત આખાની બધી જ સંપત્તિથી એ પુરાય તેવો નથી. સાચે જ જીવનને પવિત્ર અને મનને પ્રસન્ન રાખવું છે? જીવો સાથેના કલેશથી અને મનના સંકલેશથી સાચે જ બચતા રહેવું છે ? અસંતોષ અને અતૃપ્તિની આગમાં મનને શેકાતું અટકાવવું છે? એક જ કામ કરો. ઇચ્છાપૂર્તિના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકી દો. તૃષ્ણાની આજ્ઞા માનવાની મનને સ્પષ્ટ ના પાડી દો. તળિયા વિનાના વાસનાના ખપ્પરને શાંત કરવાના પાગલપનથી મનને મુક્ત કરી દો. પેટમાં અન્ન કઈ રીતે ટકી જાય એની માણસ કાળજી ભલે કરતો હોય પરંતુ કોકના જીવન અંગે સાંભળેલી હલકી વાત, નબળી વાત, ગંદી વાત કે ખાનગી વાત વહેલામાં વહેલી તકે કોકને કહી દેવાની માણસની (કુ)ટેવનો તો કોઈ જોટો જડે તેમ નથી. કરુણતા તો એ છે કે માણસ ક્યાંક સારું જુએ છે કે કોકના જીવન અંગે સારું સાંભળે છે તો એ વાત એ પોતાના પેટમાં જ રાખી મૂકે છે. પણ નબળું એણે જોયું નથી કે સાંભળ્યું નથી અને એ વાતને પ્રસારવાની ઉતાવળ એણે કરી નથી. ગટરનું બંધ ઢાંકણું ખુલ્લું કરતો રહે અને અત્તરની ખુલ્લી રહેલ બાટલીનું ઢાંકણું બંધ કરતો રહે એવો માણસ જો સર્વત્ર અપ્રિય જ બનતો રહેતો હોય છે તો સારી વાતને દબાવતો રહે અને ગંદી વાતોને ફેલાવતો રહે એ માણસ અપ્રિય કદાચ નહીં પણ બનતો હોય તો ય અપાત્ર તો બનતો જ રહે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યું છે કે તમે સૌંદર્યપ્રસાધન કંપની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વાત સાચી ?” ‘તમારી ઉંમર?' ‘૪૦ વરસની’ ‘લગ્ન?' ‘નથી કર્યા” વૈિરાગી છો?” શી બાબતનો કેસ કર્યો છે?” છેતરપીંડીનો’ ‘તમારી સાથે છેતરપીંડી થઈ?” પણ શી રીતે ?” રૂપવતી સમજીને મેં જે સ્ત્રી સાથે લગ્ન કર્યા એ સ્ત્રી હકીકતમાં રૂપવતી છે જ નહીં, કુરૂપ જ છે. હું એને પહેલી વાર જોવા ગયો ત્યારે એણે ચહેરા પર જે સૌંદર્ય ઉપસાવ્યું હતું એ સૌંદર્ય માટે એણે સૌંદર્ય પ્રસાધન કંપનીનાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ મારી સાથે છેતરપીંડી નથી તો બીજું શું છે?” પતિએ આક્રોશ ઠાલવ્યો. તો પછી લગ્ન ન કરવાનું કોઈ કારણ તો હશે ને?” હા. મારે એવી સ્ત્રી જોઈતી હતી કે જે સર્વાંગસુંદર હોય’ એવી એક પણ સ્ત્રી ન મળી ?' બે વરસ પહેલાં એક સ્ત્રી એવી મળી ખરી પણ એણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.' કારણ?” ‘એ સર્વાંગસુંદર પુરુષની શોધમાં હતી.” શિયાળ પર વિશ્વાસ રાખવામાં સસલું કદાચ નહીં પણ છેતરાતું હોય, કાગડા પર ભરોસો રાખવામાં કોયલ કદાચ માર નહીં પણ ખાતી હોય, દુર્જન પર ભરોસો મૂકવામાં સજ્જનને કદાચ હેરાન નહીં પણ થવું પડતું હોય. પણ. રાગ પર જેણે પણ વિશ્વાસ મૂક્યો, રાગનાં દર્શનને જેણે પણ સાચું માન્યું, રાગને જેણે પણ પોતાના જીવનનો સલાહકાર બનાવ્યો, રાગની જેણે પણ પોતાના હૃદયમાં જિગરજાન મિત્ર તરીકેની પ્રતિષ્ઠા કરી દીધી એ માણસે જીવનમાં મારે ન ખાધો હોય, હાર ન ખાધી હોય, પોકે પોકે આંખમાંથી આંસુ વહાવ્યા ન હોય એવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં ક્યારેય બનવાનું પણ નથી ! જીવનને સલામત રાખવું છે? રાગથી સાવધ રહો ! મારી અપૂર્ણતા મને દેખાય જ નહીં અને છતાં સામાની પૂર્ણતા અંગેના મારા આગ્રહમાં ટસના મસ થવા હું તૈયાર ન થાઉં તો મારા લમણે અસંતોષ અને ઉગ ન ઝીંકાય તો બીજું થાય શું? પેટના દર્દીને મસ્તકના દર્દી પ્રત્યે સહાનુભૂતિ હોય છે. કૅન્સરના રોગીને હૃદયરોગી, પ્રત્યે હમદર્દી હોય છે. લકવાગ્રસ્તને અપંગ પ્રત્યે પ્રેમભાવ હોય છે પરંતુ કોણ જાણે કેમ પણ ક્રોધીને અભિમાની પ્રત્યે તિસ્કાર જ જાગતો હોય છે, લોભીને માયાવી પ્રત્યે દ્વેષ જ પેદા થતો રહે છે, ધનલંપટને વાસનાલંપટ દીઠો ય નથી ગમતો. દુષ્પરિણામ આનું એ આવે છે કે મૈત્રી, ક્ષમા અને પ્રેમ આ બધાય શુભભાવો માત્ર શબ્દોના વિષય જ બન્યા રહે છે, અનુભવના વિષય બનતા જ નથી. જીવન ઉત્તમ અને અનુભવો અધમ એ જીવનની મામૂલી કરુણતા તો નથી જ ને? Page #5 -------------------------------------------------------------------------- ________________ લગ્ન પછી તારું શરીસ સુકાઈ ગયું હોય એવું લાગે છે” એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું. રોજ હૉટલમાં જમવું પડે છે’ કેમ ભાભીને રસોઈ બનાવતા આવડતું નથી ?” રસોઈ તો સરસ બનાવી શકે છે પણ એને રસોઈ બનાવવી જ નથી. શું કરું ?” સ્ત્રીઓના સ્વભાવને સમજવો અશક્ય જ છે’ ‘તારો કોઈ અનુભવ ?” તારી ભાભીની જ વાત લે ને? એને રસોઈ બનાવતા આવડતી જ નથી અને છતાં રસોઈ એ બનાવ્યું જ જાય છે અને એની બનાવેલી બેકાર રસોઈ મને ખવડાવ્યે જ જાય છે. મારી તબિયત એણે આમ જ ખલાસ કરી નાખી છે” બીજા મિત્રે હૈયાવરાળ ઠાલવી. ‘તમારે કાંઈ જોઈએ છે ?' પત્નીએ પતિને પૂછ્યું, ના. કેમ?' ‘આ તો ક્યારના ય તમે કંઈક શોધ્યા કરતા હો એવું મને લાગ્યું એટલે મેં પૂછ્યું ના. કાંઈ નથી.’ ‘જો કાંઈ જ નથી તો છેલ્લા એક કલાકથી હાથમાં લગ્ન કરાવ્યાનું સર્ટિફિકેટ લઈને શા માટે ઊભા છો?” કહું તને ?' કહી દો ને! વિલંબ શું કામ કરો છો?” સર્ટિફિકેટમાં જોઈ રહ્યો છું કે.” “કે?” “એમાં લગ્ન ક્યારે સમાપ્ત થાય છે (EXPIRY DATE) એની કોઈ તારીખ લખી છે કે નહીં?” ટોપી સરસ મળે અને લમણે મસ્તક બેકાર ઝીંકાયું હોય, રૂપ આકર્ષક મળ્યું હોય અને પત્ની અમાસના અંધકારનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય, ઇનામમાં ઝવેરાત મળ્યું હોય અને રહેવાનું ઝૂંપડામાં હોય, ભાઈ ચાર ચોપડી ભણ્યા હોય અને ભાભીના ગળામાં એમ.એ.પી.એચ.ડી. નો સ્વર્ણચન્દ્રક લટકતો હોય, ભાભીના કંઠ સામે કાગડો ય જતી જતો હોય અને ભાઈના કંઠ પાસે અનુપ જલોટાને ય પોતાની હાર સ્વીકારી લેવી પડતી હોય, ફોટાને વર્તમાનપત્રોમાં સ્થાન મળતું હોય અને એક્સ-રે સ્મશાનગૃહમાં પહોંચાડવાની આગાહી કરતો હોય, વિચારો આસમાનમાં ઊડવાના ચાલતા હોય અને આચરણે સમુદ્રમાં ડુબાડી દેવા તૈયાર હોય. આવા જાતજાતનાં અને ભાતભાતનાં કજોડાંઓથી ભરેલો આ સંસાર છે. અહીં મનની પ્રસન્નતા ટકાવી રાખવાના ત્રણ જ વિકલ્પો છે-સ્વીકારભાવ, સમાધાનભાવ અને સહકારભાવ. આપણી પાસે એનું સ્વામિત્વ ખરું ? છૂટાછેડા’ ‘સંબંધ વિચ્છેદ' ‘જુદાઈ' સંસારની આ જ તો વ્યાખ્યા છે. પાણીના એક પરપોટાનો બીજા પરપોટા સાથે તમે સંબંધ બાંધો, થાય શું? મેઘધનુષ્યના રંગોને સંધ્યાના રંગો સાથે દોસ્તી થઈ જાય, એનું ટકાઉપણું રહેવાનું કેટલું ? વહેતી નદીને ચંચળ પવન સાથે પ્રીત થઈ જાય, એનો અંજામ આવવાનો શું? અસ્થિર, આગ્રહી અને અપેક્ષાસભર એક મનવાળો, એવા જ એક બીજા મનવાળા સાથે જીવનભર સાથે જ રહેવાના કોલ-કરાર કરે અને એવા જ મનવાળા બન્યા રહીને એ કોલ-કરારને નિભાવવાના પ્રયાસો કરે તો એમાં એમને બંનેને સફળતા મળે ખરી ? રામ રામ કરો રામ રામ ! સંબંધની સ્થિરતા અને નિર્મળતા, એ બંને તો આભારી છે અનાગ્રહવૃત્તિને, અપેક્ષારહિતવૃત્તિને અને નિઃસ્વાર્થવૃત્તિને. રાગકેન્દ્રિત સંબંધમાં આ ત્રણ વૃત્તિ તમે ક્યાંથી લાવી શકશો ? Page #6 -------------------------------------------------------------------------- ________________ ‘તમે ફરી અત્રે કેમ આવ્યા ?’ દર્દીને ડૉક્ટરે પૂછ્યું, ‘એક વાત કરવી છે' બોલો’ મેં આપની દવા તો લીધી, એ દવાથી મને સારું પણ થઈ ગયું પરંતુ આપે આપની જે ફી મારી પાસેથી લીધી છે એ ફી વધુ હોય એવું લાગે છે’ ‘કોણે કહ્યું ?’ ‘મારી પત્ની એમ કહે છે’ ‘એક વાત પૂછું ?’ ‘શું ?’ “જો પૈસા કરતા તમને તમારી કિંમત વધુ લાગતી હોય તો મારી ફી ઓછી છે અને તમારા કરતા પૈસાની કિંમત તમારી પત્નીને વધુ લાગતી હોય તો મારી ફી વધુ છે. તમને શું લાગે છે ? હા. માણસનું શરીર ભલે ને પ્રાણવાયુના આધારે ટકતું હોય, માણસનું જીવન તો આજે પૈસાના આધારે જ જાણે કે ટકી રહ્યું છે ! લગ્ન કરવાના છે ? પૈસા જાઈશે. કોક યુવતી પર બળાત્કાર થયો છે? એને પૈસાનું વળતર ચૂકવવામાં આવશે ! પત્નીને છૂટાછેડા આપવા છે ? ભરણપોષણ પેટે તમારે એને દર મહિને રૂપિયા ૨૦૦૦ ચૂકવવા પડશે. ફૅક્ટરીમાં કામ કરતાં કરતાં કારીગરનો હાથ મશીનમાં આવી જવાના કારણે કપાઈ ગયો છે એમ ને ? શેઠ તરફથી એને બે લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવશે. રેલ્વેમાં થઈ ગયેલ ઍક્સિડન્ટમાં ગરીબ બાપે પોતાનો એકનો એક યુવા દીકરો ગુમાવી દીધો છે, એમને ? સરકાર મા-બાપ તરફથી એને વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે ! ટૂંકમાં, ગાડીને દોડાવવી છે ને ? પેટ્રોલને હાજર રાખો. જીવનને ચલાવવું છે અને ટકાવવું છે ને ? પૈસા હાજર રાખો. આ છે આજના જમાનાની તાસીર ! ૧૧ ‘દોસ્ત ! તું અમેરિકા જાય છે ?' ‘જવાનો હતો...’ ‘માંડી વાળ્યું ?’ ‘ના. મુલતવી રાખ્યું ?’ ‘એટલે ?’ ‘તા. ૩૧ જાન્યુઆરીના રોજ જવાનો હતો એના બદલે ૪ ફેબ્રુઆરીના રોજ જવાનું નક્કી રાખ્યું.' ‘કારણ ?’ ‘૨ ફેબ્રુઆરીના રોજ તારા લગ્ન નક્કી થયા છે ને ?’ ‘ધ’ ‘આપત્તિના સમયે સાથે ન રહું તો હું તારો મિત્ર શાનો ? બસ, આ હિસાબે જ અમેરિકા જવાની તારીખમાં મેં ફેરફાર કર્યો છે. થિયેટરમાંથી પિક્ચર જોઈને બહાર આવતા દર્શકોને થિયેટરની બહાર ઊભેલો યુવક એ પિક્ચર જોવા જતાં પહેલાં એક વાર પૂછી તો લે જ છે કે “દોસ્ત ! પિક્ચર કેવું છે?’ જો દર્શકનો પિક્ચર માટેનો અભિપ્રાય મોળો મળે છે કે બેકાર મળે છે તો એ યુવક પિક્ચર જોવાનું માંડી જ વાળે છે. કાશ ! આ જ પ્રયોગ લગ્નજીવનમાં પ્રવેશવા માગતા યુવક-યુવતીઓ લગ્નજીવનમાં પ્રવેશી ચૂકેલાં પતિ-પત્ની પાસે કરતા હોત ! કદાચ સંખ્યાબંધ મુશ્કેલીઓથી અને સંતાપોથી પોતાના જીવનને અને મનને બચાવી લેવામાં તેઓને અચૂક સફળતા મળત ! પણ સબૂર ! ઘેટાંઓનું ટોળું ક્યારેય આગળ ચાલી રહેલ ઘેટાના અનુભવને જાણવા તૈયાર જો હોતું નથી તો વાસનાભૂખ્યા જીવો વાસનાપૂર્તિના માર્ગ પર કદમ માંડી ચૂકેલાના અનુભવને જાણવા શું તૈયાર થાય ? ૧૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ ‘તમે આજે કાન ખોલીને સાંભળી લો’ ‘દોસ્ત ! એક વાતની તારી પાસે માફી માગવી છે’ શેની?” ‘તારી ગેરહાજરીમાં...' છેલ્લા એક મહિનાથી હું તમને રોજ યાદ કરાવી રહી છું કે મારા માટે એક સરસ સાડી લેતા આવજો પણ તમે હજી સુધી મને સાડી લાવી આપી નથી. જો આજે પણ તમે સાડી નથી લાવ્યા તો...' તો શું?” તો હું મારા પિયર ચાલી જઈશ’ એક કામ કરીશ?” પિયર જઈને તું પાછી આવે ત્યારે મારા માટે એક સ્યુટનું સરસ કપડું લઈ આવજે.' ‘તારા નામે આવેલ ભાભીનું કવર મેં ભૂલમાં ફોડી નાખ્યું છે. અલબત્ત, એમાં રહેલ કાગળ મેં વાંચ્યો નથી પણ મારે એ કવર ફોડવા જેવું તો નહોતું જ ને?” ક્યાં છે એ કવર ?” આ રહ્યું લે, વાંચી લે એમાંનો કાગળ.’ અને મિત્રે એ કાગળ હાથમાં લઈને જોયો તો એ સ્તબ્ધ થઈ ગયો. કાગળ બિલકુલ કોરો હતો. ‘આ કાગળ તો સાવ કોરો જ છે!” કોરો જ હોય ને! તારી ભાભીને અને મારે છેલ્લા એક વરસથી આમેય બોલવા વ્યવહાર છે જ ક્યાં ?” મનને આમ તો રાક્ષસ, દાવાનળ, દૈત્ય, વાવાઝોડું , ભૂકંપ, પ્રલય વગેરે જાતજાતની ઉપમાઓ આપવામાં આવી છે પણ એને સૌથી વધુ માફક આવે એવી કોઈ ઉપમા હોય તો એ ઉપમા છે ‘સ્મશાન'ની. સ્મશાનમાં તમે લાખો શબોના અગ્નિસંસ્કાર કરી નાખો. એ કાયમ ભૂખ્યું અને અતૃપ્ત જ રહેવાનું. બીજાં કરોડો શબીના અગ્નિસંસ્કાર કરી નાખ્યા પછી ય એની હાલતમાં કોઈ જ સુધારો નહીં થવાનો. બસ, મનને તમે આપી દો ચક્રવર્તીનું સામ્રાજ્ય, અબજોની સંપત્તિ કે કરોડો સ્ત્રીઓ. એ કાયમ માટે ભૂખ્યું અને અતૃપ્ત જ રહેવાનું. જો તમે એની સલાહના આધારે જીવન જીવવા ગયા તો નિશ્ચિત સમજી રાખજો કે એ તમારા જીવનને નરક બનાવીને જ રહેશે. જીવનને સ્વર્ગ બનાવવાનો એક જ વિકલ્પ છે. મનની માંગને પૂરી કરવાની ના પાડી દો. અહંની એક ખાસિયત ખ્યાલમાં છે? એ દુઃખી થવા તૈયાર રહે છે પણ ઝૂકી જવા તૈયાર નથી રહેતો. જાતને કેન્દ્રમાં રાખીને એ દુશ્મનો વધારતો રહે છે પણ મિત્રો વધારતા રહેવા એ પરિધિ પર ઊભો રહી જવા તૈયાર નથી થતો. યાદ રાખજો . અહંનું મૂળ પોત તો લીંબુનું છે. સંબંધના દૂધમાં દાખલ થતો રહીને એ સંબંધને ફાડતો જ રહે છે. સંબંધમાં ખટાશ પેદાશ કરતો રહીને સંબંધને એ બેસ્વાદ બનાવતો જ રહે છે. સબંધની વચ્ચે ઊભો રહીને સંબંધીને એ ભયભીત બનાવતો રહે છે. - સાચે જ જીવનમાં મિત્રભાવ, પ્રેમભાવ અને ક્ષમાભાવની પ્રતિષ્ઠા થયેલી જ રહે એવું ઇચ્છો છો ? તો અહંભાવને મનમાં સ્થાન આપવાની ના જ પાડી દો. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રેમલગ્ન કરી ચૂકેલો એક યુવાન એના જિગરજા મિત્ર સાથે - કે જેણે ગોઠવેલા લગ્ન કર્યા હતા-બગીચામાં ફરવા ગયો હતો. બંને જણા એક બાંકડા પર બેઠા હતા અને ત્યાં એ બંનેનો એક કૉલેજકાળનો મિત્ર આવી ચડ્યો કે જેનાં લગ્ન થયા જ નહોતા. ‘તમને એક પ્રશ્ન પૂછવો છે” બોલ’ ‘તમારી દષ્ટિએ લગ્ન કયા સારા? પ્રેમલગ્ન કે ગોઠવેલાં લગ્ન ?' ‘તારો આ પ્રશ્ન તો એવો છે કે તું અમને પૂછ કે મારે કઈ રીતે મરવું વધુ સારું? પંખા પર લટકી જઈને કે પછી ગાડીના પાટા નીચે ઝુકાવી દઈને ? અમારે તને જવાબ શો આપવો? “ડૉક્ટર! તબયિતમાં કોઈ જ સુધારો નથી’ “શું વાત કરો છો?” ‘બિલકુલ સાચું જ કહું છું. પેટ હજી ય ભારે રહે છે અને સુસ્તી તો શરીરમાંથી જવાનું નામ જ નથી લેતી.” ‘તમે ખાધું શું?’ ‘આપે કહ્યા પ્રમાણે હળવો ખોરાક જ લીધો છે” ‘તો ય શું એ તો કહો’ ગાંઠિયા-જલેબી-કચોરી’ આ હળવો ખોરાક કહેવાય?' નહિતર શું? કારણ કે આ બધાય તેલ-ઘી ઉપર જ તરતા હોય છે ને? જો હળવા ન હોય તો તરી જ શી રીતે શકે ? દર્દીના આ તર્કનો ડૉક્ટર પાસે કોઈ જવાબ જ નહોતો. ખબર થી પડતી કે આકર્ષણના શરૂઆતના તબક્કામાં એક-બીજા વિના ન જીવી શકવાની વાતો કરતા દંપતી ખૂબ અલ્પ સમયમાં એક-બીજા સાથે જીવવા રાજી કેમ નહીં રહેતા હોય ? સંબંધ એમને અકારા બંધન જેવો કેમ લાગવા માંડતો હશે ? પ્રેમનું સ્થાન હૃદયનો ધિક્કારભાવ કેમ લઈ લેતો હશે? એક જ કારણ લાગે છે. અપરિચયના કાળમાં સુખ માટેની જે કલ્પના મનમાં સાકાર થઈ હોય છે એ બધી જ કલ્પનાનું વાસ્તવિક પરિચયના કાળમાં સંપૂર્ણ બાષ્પીભવન થઈ જવાના કારણે જ પ્રેમના સ્થાને ધિક્કારભાવ પ્રતિષ્ઠિત થઈ જતો હશે. ચાંદીના ચળકતા સિક્કાની કલ્પના કરીને હાથમાં ઉઠાવેલ વસ્તુ એ ચાંદીનો સિક્કો નથી પણ કોકે ઘૂંકી કાઢેલો બળખો જ છે એની સ્પષ્ટ પ્રતીતિ થઈ ગયા બાદ ચાંદીના સિક્કાની કલ્પનાનું સુખ કેટલા સમય સુધી ટકવાનું છે? રે સંસાર ! તું કલ્પનામાં જ ‘પુષ્પ” છે. બાકી વાસ્તવિક સ્વરૂપે તો તું ‘કંટક' જ છે ! વેશ્યાનો તમે કોઈની ય સાથે સ્થિર સંબંધ પ્રસ્થાપિત કરી શકો તો જ તમે તર્કનો ય કોક પદાર્થ સાથે કે પ્રસંગ સાથે સ્થિર સંબંધ પ્રસ્થાપિત કરી શકો. વેશ્યા માટે એમ કહી શકાય કે એક બાજુ એ કોઈની ય નહીં તો બીજી બાજુ એ બધાયની. બસ, તર્ક માટે પણ એમ જ કહી શકાય કે એક બાજુ એ કોઈનો ય નહીં અને બીજી બાજુ એ બધાયનો. આવા તર્કને જેણે પણ પોતાના જીવનમાં અગ્રિમ સ્થાન આપી દીધું, તર્ક આધારિત જેણે પોતાની જીવનશૈલી બનાવી દીધી એ આત્મા તથ્યથી કાયમ માટે દૂર ધકેલાઈ ગયો. સીડીનું માધ્યમ અગાશી સુધી પહોંચવા માટે બરાબર છે પણ સીડી એ અગાશી તો નથી જ. તથ્ય સુધી પહોંચવા તર્કનો ઉપયોગ જરૂર કરીએ પણ સાથોસાથ એ વાત યાદ રાખીએ કે તર્ક એ તથ્ય તો નથી જ ! Page #9 -------------------------------------------------------------------------- ________________ ‘પણ તમે આ શં કરો છો ?' પત્નીએ પતિને પૂછ્યું, ‘કેમ, દર્પણ સામે ઊભો છું.' ‘શેના માટે ?’ ‘દર્પણ સામે કોઈ શેના માટે ઊભું રહેતું હશે, એટલી ય તને અક્કલ નથી ?’ અક્કલ છે એટલે તો પૂછું છું કારણ કે દર્પણ સામે ઊભા તો છો પણ આંખ તો તમે તમારી બંધ જ રાખી છે !’ ‘સમજીને બંધ રાખી છે’ ‘એટલે ?’ ‘આંખ બંધ હોય ત્યારે હું કેવો લાગું છું, એ મારે જાણવું છે એટલે હું આંખ બંધ રાખીને દર્પણ સામે ઊભો છું' પતિ મહાશયે હસતા હસતા જવાબ આપ્યો ! આત્મનિરીક્ષણ એ જ તો અધ્યાત્મ જગતનું દર્પણ છે. અધ્યાત્મના માર્ગ પર અત્યારે તમે ક્યાં ઊભા છો એની એકદમ સ્પષ્ટ જાણકારી એ તમને આપીને જ રહે છે પણ દુઃખદ વાસ્તવિકતા એ સર્જાઈ છે કે માણસ સંખ્યાબંધ સાધનાઓ કરવા તૈયાર છે; પરંતુ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી. તપની સાધના તો બરાબર છે અને અનિવાર્ય પણ છે; પરંતુ એ માર્ગે આહારસંજ્ઞાનું જોર કેટલું ઘટ્યું એ જોવું તો પડશે જ ને ? પ્રભુદર્શન-વંદન-પૂજન પછી મનની પ્રસન્નતા કેટલી વધી એની તપાસ કરવી તો પડશે જ ને ? સામાયિકની સાધનાએ હૃદયમાં સમત્વભાવની પ્રતિષ્ઠા કેટલી કરી એ જોવું તો પડશે જ ને ? યાદ રાખજો, કુરૂપ માણસ દર્પણનો જેમ દુશ્મન હોય છે તેમ બોગસ સાધક આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે. આપણો નંબર એમાં ન લાગી જાય એની પૂરી તકેદારી રાખીએ. ૧૭ “અલ્યા ભાઈ ! આ તે શી માંડી છે ?' ‘કેમ, શું થયું ?’ ‘તારી ટૅક્સીમાં બેસતા પહેલાં અમે તારી પાસે ૬૦કિલોમીટરથી વધુ ઝડપે ટક્સી નહીં ચલાવવાનું વચન લીધું છે અને તું તો અત્યારે ૧૦૦ કિલોમીટરની ઝડપે ટૅક્સી ભગાવી રહ્યો છે !' ‘એ વિના છૂટકો જ નથી' ‘કેમ?’ ટૅક્સીની બ્રેક ફેઈલ થઈ ગઈ છે. એટલે અંધારું થાય એ પહેલાં હું તમને તમારા લક્ષ્યસ્થાને પહોંચાડી દેવા માગું છું' ટૅક્સી ડ્રાઇવરે જવાબ આપ્યો. પાપોનું સેવન કોક ભવોમાં થઈ ગયું હતું માટે તો આ ભવમાં દુઃખો આવ્યા. હવે એ દુઃખોને દૂર કરવા જો પાપોનો રસ્તો જ પસંદ કરવાનો હોય તો પછી એનો અર્થ તો એ જ થયો ને કે આવતા જનમમાં દુઃખોને આવવાનું આપણે સામે ચડીને આમંત્રણ આપી દીધું. સંસારમાં આત્માની અનંતકાળથી ચાલી રહેલ રખડપટ્ટીનું આ જ તો મૂળ છે. પાપસેવનથી આવેલા દુઃખને દૂર કરવા તો આત્માએ પાપનો રસ્તો લીધો જ; પરંતુ ધર્મસેવનથી મળેલ સુખના સમયમાં પણ આત્માએ કર્યાં તો પાપો જ ! ટૂંકમાં, સામગ્રી આત્માને સુખની મળી કે સંયોગો આત્મા પર દુઃખના આવ્યા, આત્માની પસંદગી તો પાપના રસ્તા પર જ રહી. બ્રેક ‘ફેઈલ’ થઈ ગઈ હોય ત્યારે ગાડી ઊભી જ રાખી દેવી પડે. જીવનમાં દુઃખો આવ્યા હોય ત્યારે પાપો સ્થગિત જ કરી દેવા પડે એટલું આ જીવને કેમ સમજાતું નહીં હોય એ જ સમજાતું નથી ! ૧૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘પપ્પા ! એક પ્રશ્ન પૂછું ?’ ‘પૂછ’ “આટલા બધા યુવાનો આ મેદાન પર એક સાથે દોડી કેમ રહ્યા છે ?’ ‘દોટની હરીફાઈ છે’ ‘એમાં શું થશે ?’ ‘જે જીતશે એને ‘કપ’ મળશે’ ‘એકને જ ’ ‘હા’ જો કપ એકને જ મળવાનો હોય તો પછી આટલા બધા એ દોડવાની જરૂર શી છે ?' બાળકના આ પ્રશ્નનો એના પપ્પા પાસે કોઈ જવાબ નહોતો. તમે કોઈ પણ કૂતરાને ક્યારેય ચાલતો જોયો ખરો ? ના. કૂતરો હંમેશાં દોડતો જ હોય છે. બસ, આ યુગને કોઈ એક જ નામ આપવું હોય તો આપી શકાય કે આ ‘દોયુગ’ છે. અહીં તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારે દોટમાં સામેલ થવું જ પડે છે. ન તમે બાબાને એની બે વરસની વયમાં ‘નર્સરી'માં મૂકવા નથી માગતા પણ બાજુવાળાએ પોતાના બે વરસની વયના બાબાને ‘નર્સરી'માં મૂક્યો છે. બસ, તમારે એ દોટમાં સામેલ થવું જ રહ્યું. બાજુવાળો પોતાના ઘરમાં ૫૦,૦૦૦ નું કમ્પ્યૂટર વસાવી બેઠો છે. બસ, તમારે તમારા ઘરમાં રહેલ એકદમ બરાબર ચાલતું પણ જૂનું કમ્પ્યૂટર કાઢીને નવું પ૦,૦૦૦ ની કિંમતનું કમ્પ્યૂટર વસાવવું જ રહ્યું. ટૂંકમાં, સંસારના બજારના એવા માર્ગ પર તમે આવીને ઊભા રહી ગયા છો કે જ્યારે તમારી ઇચ્છાથી તમારે ચાલવાનું નથી પણ તમારી પાછળ ઊભેલાના ધક્કાથી દોડવાનું જ છે. ‘દોટયુગ'ના આજના સંસારને નમસ્કાર હો નવ ગજના ! ૧૯ ‘તારા પપ્પાની ઉંમર કેટલી ?’ ‘શું કામ છે તમારે ?’ મારે એ જાણવું છે કે તને ખબર છે કે કેમ ?’ મારો જવાબ સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો’ ‘એમાં સ્તબ્ધ શું થઈ જવાનું? પપ્પાની જેટલી ઉંમર થઈ હશે એટલી જ તું કહેવાનો છે ને ?’ ‘તો સાંભળી લો. મારી જેટલી ઉંમર થઈ છે એટલી જ ઉંમર પપ્પાની છે.' ‘પણ શી રીતે ?’ મારો જન્મ થયો એ દિવસે જ એ પપ્પા બન્યા ને ?’ દીકરાએ ચોખ્ખો જવાબ આપી દીધો. આ જ તો મજા છે સત્યની. દષ્ટિકોણ જ્યાં અલગ આવી જાય ત્યાં સત્ય તો ઊભું રહે પણ હકીકત આખી ને આખી જ બદલાઈ જાય. રામ દશરથના સંદર્ભમાં ભલે પુત્ર તરીકે જાહેર થયા હોય પણ એ જ રામ સીતાના સંદર્ભમાં પતિ જાહેર થાય, ભરતના સંદર્ભમાં ભાઈ જાહેર થાય, હનુમાનના સંદર્ભમાં સ્વામી જાહેર થાય અને રાવણના સંદર્ભમાં દુશ્મન જાહેર થાય. સંબંધો બધા જ અલગ અલગ અને છતાં એનાં સત્યને કોઈ પડકારી શકે નહીં. પરમાત્મા મહાવીરદેવે આપેલ આ અનેકાંતદૃષ્ટિ જગત સ્વીકારી લે તો જગતનાં યુદ્ધો બંધ થઈ જાય એ આદર્શની વાતો આપણે ન કરતાં એક જ કામ કરીએ. આપણા ખુદના જીવનને અનેકાંતષ્ટિથી શણગારી દઈએ. આપણા ખુદના મનને સામાના દૃષ્ટિકોણને સમજવા માટે અને સ્વીકારવા માટે તૈયાર કરી દઈએ. ખાતરી સાથે કહું છું કે કમ સે કમ આપણું મન તો સંક્લેશમુક્ત અને આપણું જીવન તો કલેશ મુક્ત બનીને જ રહેશે. ૨૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ તમે મારી પાસેથી લીધેલા રૂપિયા બે લાખ તમે મને પાછા ક્યારે આપવાના છો? પૈસા લઈ ગયા પછી તમે પાછા આપવાનું તો યાદ પણ કરતા નથી અને નામ પણ લેતા નથી એ કેમ ચાલે ?' એક નશાબાજે બીજા નશાબાજને કહ્યું. મેં તમારી પાસેથી બે લાખ લીધા છે ?” ન્યાયાધીશને ત્યાં એની દીકરીનાં લગ્ન તા.૨૬ જાન્યુઆરીના નક્કી થયા હતા અને એમણે તા. ૨૦ જાન્યુઆરીના પેપરમાં જાહેરાત આપી કે, અનિવાર્ય કારણસર લગ્ન તા.૩૧ જાન્યુઆરીના નક્કી થયા છે. પરિચિતોએ જાહેરાત વાંચી અને ૩૧ જાન્યુઆરીના લગ્નમાં પહોંચવાનો પ્રોગ્રામ બનાવ્યો ત્યાં તો ૩૦ જાન્યુઆરીના ન્યાયાધીશ તરફથી બીજી જાહેરાત આવી કે, - તા. ૩૧ જાન્યુઆરીના નક્કી થયેલ લગ્ન તા. ૫ ફેબ્રુઆરી પર લઈ જવામાં આવ્યા છે એની સહુએ નોંધ લેવી.” કોકે ન્યાયાધીશને ફોન કરીને આનું કારણ પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે મારા થનારા જમાઈ એ વકીલ છે અને એ મુદત માગ્યા જ કરે છે. હું શું કરું?” પણ ક્યારે ?” ‘તમે નશામાં હતા ત્યારે.' આ સાંભળતા જ પેલો નશાબાજ ખડખડાટ હસી પડ્યો, એ બે લાખ તો મેં તમને પાછા આપી દીધા છે.” પણ ક્યારે ?” ‘તમે નશામાં હતા ત્યારે !” મનને તમારે સાચે જ ઓળખવું હોય તો એની એક ઓળખ આ છે કે એ શુભને કાયમ માટે વિલંબમાં મૂકતું રહે છે જ્યારે અશુભને હાજરમાં પતાવતું રહે છે. દાન કરીશ ખરો પણ આજે નહીં, આવતી કાલે ! પિશ્ચર જોવામાં મારે આવતા અઠવાડિયાની રાહ નથી જોવી, આ રવિવારે જ જોઈ લેવું છે ! મારે એની સાથે ક્ષમાપના કરી લેવી તો છે જ પણ રાહ જોઉં છું કે એય કેટલો ઝૂકે છે ! એણે મારી નિંદા કરી જ છે ને? હું એને અત્યારે ને અત્યારે જ દેખાડી દેવા માગું છું ! હા. આ છે આપણું મન. શુભ કન્યા સાથે આત્મા મનના લગ્ન કરી દેવા માગે છે. અને વકીલ જેવું મન મુદત ઉપર મુદત પાડ્યું જ જાય છે. ખરી કરુણતા એ સર્જાઈ છે કે આત્મા ખખડાવીને મન પર કોઈ દબાણ સર્જી શકતો નથી. પણ સબૂર ! આ વકીલ એવો કહ્યાગરો છે કે આત્મા એક વાર દબાણ કરીને શુભ કન્યાનાં લગ્નતુર્ત કરી લેવા એના પર જોર લગાવે તો એ જ પળે એ લગ્ન કરી લેવા સંમત થઈ જાય તેમ છે. આપણે એ પ્રયોગ એક વાર પણ કરી જોશું ખરા? આ જ તો બની રહ્યું છે સમસ્ત સંસારમાં ! ક્ષેત્ર ચાહે લગ્નનું પકડો કે બજારનું પકડો, રમતગમતનું પકડો કે કારકિર્દી બનાવવાનું પકડો. શરૂઆત એ બધાયની કદાચ સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય તેવી પણ સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ સ્વર્ગ ગાયબ થતું જાય અને સાક્ષાત્ નરકમાં હોવાનો અહેસાસ થતો જાય ! શા માટે આમ બનતું હશે એમ પૂછો છો ? એક જ જવાબ છે એનો. બધીય કબૂલાતો અને બધી જ પ્રવૃત્તિઓ મોહના નશામાં જ થતી હોય છે. લગ્ન થાય છે વાસનાના નશામાં. બજારમાં માણસ દોટ લગાવી રહ્યો છે લોભના નશામાં કારકિર્દીમાં નંબર એક પર આવી જઈને ટકી રહેવાનું પાગલપન મન પર સવાર થાય છે અહંના નશામાં ! દારૂના નશામાં થતાં કાર્યો કરતાં ય મોહના તીવ્ર નશામાં થતાં કાર્યો ભારે ત્રાસદાયક બની રહેતા હોય છે. આ સત્ય આપણને ક્યારે સમજાશે? Page #12 -------------------------------------------------------------------------- ________________ ‘તું પૈસા ક્યારથી બચાવતો થઈ ગયો ?' એક કરુણ પ્રસંગ બની ગયો ત્યારથી.” શું બન્યું?” પપ્પા અને હું, બંને ય રોજ “બાથરુમ તરવા જતા હતા અને એમાં એક દિવસ પપ્પાનો પગ પાણીમાં લપસ્યો અને એ ડૂબવા લાગ્યા. ડૂબતી વખતે હું બિલકુલ બાજુમાં હતો અને મારી સામે જોઈને પપ્પા બૂમ પાડવા લાગ્યા. બચાવ...બચાવ...બચાવ...' પપ્પા આમે ય મને રોજ પૈસા બચાવવાની સલાહ તો આપતા જ હતા પણ હું એ સલાહને ગણકારતો નહોતો પરંતુ બાથમાં ડૂબી ગયા એ પહેલાં મને અંતિમ સલાહ જે આપી ગયા એની અવગણના તો હું શું કરી શકું ? બસ, આ બાજુ પપ્પાનું ડૂબી જવું અને આ બાજુ પૈસા બચાવવાનું મારું ચાલુ થયું’ દીકરાએ જવાબ આપ્યો. ભૈયાજી ! ચીકુનો ભાવ ?” ૨૦ રૂપિયે ડઝન' કેળાં ?” ૧૨ રૂપિયે ડઝન' સંતરાં?” ૨૪ રૂપિયે ડઝન’ કંઈક ઓછું ન કરી શકો ?' શેમાં?” ચીકુમાં ઠીક છે, ૨૦ રૂપિયામાં પોણો ડઝન લઈ જજો” ભૈયાજીએ જવાબ આપી દીધો. તમને અંગ્રેજી વાંચતા જ ન આવડતું હોય અને રસ્તા પર મુકાયેલ સૂચનાનું બોર્ડ જો અંગ્રેજી ભાષામાં લખાયેલ હોય તો તમારે એનું અર્થઘટન કરવા કોક અંગ્રેજી ભાષાના જાણકારની જ સલાહ લેવી પડે ને ? સાચે જ જીવનને ભૂલ મુક્ત-પાપ મુક્ત અને જૂઠ મુક્ત જો આપણે રાખવા માગીએ છીએ તો એક કામ ખાસ એ કરવા જેવું છે કે અનંતજ્ઞાનીઓની જે પણ આજ્ઞાઓ છે એનું અર્થઘટન આપણા મનને ન કરવા દેતા કોક સગુરુ પાસે જઈને જ એનું અર્થઘટન આપણે સમજી લેવા જેવું છે. અન્યથા બનશે એવું કે જ્ઞાનીઓની આજ્ઞા હશે, ‘આત્મા બચાવી લો” આપણે આત્માને તો જોયો-જાણ્યો કે સમજ્યા જ નથી. આપણે શરીરને બચાવવામાં લાગી જશે અને ફળસ્વરૂપે દુર્ગતિની યાત્રાએ નીકળી જશું. સાવધાન ! ગુંડો ભલે ગાળોની ભાષા જ સમજતો હોય અને મોચી ભલે ચામડાની ભાષા જ સમજતો હોય, લોભી ભલે પૈસાની ભાષા જ સમજતો હોય અને કામી ભલે સ્ત્રી શરીરની ભાષા જ સમજતો હોય, સોની ભલે સુવર્ણની જ ભાષા જાણતો હોય અને લુહાર ભલે હથોડાની ભાષા જ સમજતો હોય. પણ, કહેવું હોય તો એમ કહી શકાય કે આ બધી જ ભાષાઓનો સમાવેશ કોઈ એક જ ભાષામાં જો થઈ જતો હોય તો એ ભાષાનું નામ છે સ્વાર્થની ભાષા. કમાલનું આશ્ચર્ય તો એ છે કે સ્વાર્થ સધાતો હોય છે તો કૂતરાને ગધેડાની ભાષા સમજાવા લાગે છે અને સ્વાર્થ ઘવાતો હોવાનું લાગે છે તો દીકરાને સગા બાપની ભાષા સમજાતી નથી. યાદ રાખજો, આ કથા આ સંસારની નથી, આપણાં જ પોતાના મનની છે. પ્રભુવચનોના સહારે એને જો કેળવીને સુધારશું નહીં તો આપણે જ્યાં પણ હશું, જીવશું કે જશું ત્યાં, આપણને નરકનો જ અનુભવ થતો રહેવાનો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ‘તું ચા પીએ છે ?” રોજની પાંચ કપ’ પાંચ કપ?" હા. અલબત્ત, આમ તો હું રોજની બે કપ ચા જ પીતો હતો; પરંતુ એક મહિના પહેલાં એક મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળ્યું ત્યારથી બે કપના પાંચ કપ કરી નાખ્યા છે” વ્યાખ્યાન સાંભળીને ? ‘હા’ વ્યાખ્યાનમાં એવું તે શું આવ્યું...” મહારાજ સાહેબે એક વ્યાખ્યાનમાં એવું કહ્યું હતું કે “શરીર એ આપણું જાલિમ દુશ્મન છે' અને બીજા દિવસના વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે ‘ચા એ તો ઝેર છે' મેં નક્કી કરી લીધું વ્યાખ્યાન સાંભળીને કે શરીર એ જો દુશ્મન જ હોય તો એને ઝેર જ આપવું જોઈએ. બસ, એ દિવસથી મેં બે કપને બદલે ચાના પાંચ કપ પીવાના શરૂ કરી દીધા છે.” બેટા! મારી તારી પાસે એક જ આશા છે' “પપ્પા! જે હોય એ કહી દો. આપની બધી જ આશાઓ હું પૂર્ણ કરીને જ રહીશ.' ‘જીવનમાં કામો તું એવા કરજે કે તારા આ બાપનું નામ રોશન થઈને જ રહે પપ્પા ! એક વાત કહું?” બોલ એ કામ તો હું અત્યારે કરી જ રહ્યો છું' શી રીતે ?' જવાબ આપો. આપનું નામ રોશનલાલ છે ને?” બસ, રોજ આપણાં ઘરના દરવાજા પર આપના નામની જે તકતી લગાડી છે એના પર લાઇટ હું જ કરું છું. આપનું નામ રોશન થતું જ રહે છે.' તમે સાપને, વાઘને અને આગને સમજી શકો પણ મનને સમજવાની બાબતમાં તમને ક્યારેય સફળતા ન મળે. કારણ? એ દરેક પ્રસંગમાંથી અને દરેક વક્તવ્યમાંથી પોતાને ગમતો અને ફાવતો અર્થ જ કાઢતું રહે અને પોતાની અપેક્ષાની પૂર્તિ કરતું રહે. તમે સાચા અર્થમાં જીવનને સાર્થક બનાવી દેવા માગો છો ? એક કામ કરો. મનને સમજાવવાની વાત પછી કરજો. પહેલાં મનને સમજી લો. એની ચાલબાજી, એની મુત્સદ્દીગીરી, એની જાતને બચાવતા રહેવાની હોશિયારી, એની યશની ભૂખ-મનના આ સ્વભાવને સમજી લીધા પછી મનને તમારે સમજાવવું નહીં પડે. અલ્પ પ્રયાસે એ તમારા વેશમાં આવી જ જશે. દૂધ થકી જ જીવી શકતા બાબાને તમે દૂધ ન આપતા રમકડાં આપી દો અને બાબાની જે હાલત થાય, કંઈક અંશે એવી જ હાલત આજના યુવાધનની થઈ રહી છે. હૃદય કહો તો હૃદય અને લાગણી કહો તો લાગણી, એના જ સારે જીવનમાં પ્રસન્નતાને અનુભવી શકતા આજના સમસ્ત યુવાધનને હૃદયને બદલે મનને ચાલાક બનાવવાની કળા શીખવાડવામાં આવી રહી છે. લાગણીની ભીનાશને બુદ્ધિની રુક્ષતા દ્વારા સંપૂર્ણપણે સૂકવી નાખવાનાં સ્કૂલો અને કૉલેજોમાં જાણે કે અભિયાન શરૂ થઈ ગયા છે. પરિણામ આજે આંખ સામે જ છે. બાળક જીવી રહ્યો છે, બાળપણ અને ભોળપણ એની પાસેથી ગાયબ છે. યુવક શક્તિશાળી બની ગયો છે, સંવેદનશીલતા અને હાર્દિકતા એની પાસેથી જાણે કે વિદાય લઈ ચૂક્યા છે ! શું સ્વીકારી લેવાય આ દુષ્પરિણામને? Page #14 -------------------------------------------------------------------------- ________________ પોપટલાલ?” ના. આ ખોટો નંબર છે” પંદર મિનિટ પછી ફરી ઘંટડી વાગી, “પોપટલાલ?” ના. ખોટો નંબર’ ફરી પાંચ મિનિટ પછી ઘંટડી વાગી, ‘પોપટલાલ ?” ભાઈ ! તમને બબ્બે વાર તો કહ્યું કે આ ખોટો નંબર છે. અને છતાં તમે વારંવાર આ જ નંબર પર ફોન કર્યા કરો છો?' ‘તમારી તકલીફ હું સમજું છું પણ મેં પાકી જાણકારી મેળવ્યા પછી જ તમારા નંબર પર ફોન કર્યો છે. શું પોપટલાલ નથી ?' અરે, તમારા ઘરમાં નાનો બાબો હોય તો એને ય આ ખબર હશે કે પોપટ લાલ નહીં પણ લીલો જ હોય છે. તમે ક્યારેના ય અત્રે “પોપટ લાલ છે?” એ શું પુછાવ્યા કરો છો ? ‘તમારી પત્ની કેમ છે ?' કેમ, એ તો મજામાં જ છે” સાંભળ્યું હતું મેં કે એમનું વજન ઓછું કરવા માટે તમે એમને રોજ ઘોડેસવારી કરાવો છો. એનાથી કાંઈ લાભ થયો ?' ‘લાભ થયો ને?' કેટલું વજન ઊતર્યું?” ‘૧૦કિલો’ ૧૦ કિલો?' “હા. પણ વજન પત્નીનું ઉતારવાનું હતું એના બદલે ઘોડાનું ઊતરી ગયું છે. આ પણ એક પ્રકારનો લાભ જ ગણાય ને ?” ગાંડો ભાષાને સમજી શકતો નથી જ્યારે દોઢડાહ્યો ભાષાને જાણી જોઈને વિકૃત રીતે સમજતો રહીને સામા સાથે વિકૃત વ્યવહાર કરતો રહે છે. નિરક્ષર કદાચ અણઘડ રીતે વર્તે છે પણ સંસ્કારહીન સાક્ષર તો અશિષ્ટ વ્યવહાર આચરે છે. બુદ્ધિનો માંદો કદાચ જગત માટે આશીર્વાદરૂપ નથી બનતો એટલું જ; પરંતુ વિકૃત બુદ્ધિવાળો તો જગત માટે અભિશાપરૂપ પુરવાર થાય છે. રામથી જગતને ભલે લાભ જ થયો છે; પરંતુ છ-છ મહિના સુધી સૂઈ જ રહેલા કુંભકર્ણથી જગત હેરાન થઈ ગયું હોય એવું ક્યાંય વાંચવામાં કે સાંભળવામાં નથી આવ્યું. જ્યારે રાવણથી ? એક વિચિત્ર પ્રકારની પ્રાર્થના શરૂ કરવી છે ? કહી દો પ્રભુને જાગૃતિ આપે તો રામ જેવી આપજે. એ શક્ય ન હોય તો કુંભકર્ણ જેવી બેહોશી આપજે પણ રાવણ જેવું ઝનૂન તો ક્યારેય ન આપીશ.. આખા સંસારની એક જ વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય કે ‘મને કે ક-મને વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે અને સામગ્રી સાથે જાતજાતનાં સમાધાનો કરતા જ રહેવું પડે એનું નામ સંસાર.” જવાબ આપો. શરીર તમને જે પણ આકારનું મળ્યું છે, તમારે એનો સ્વીકાર કરી લેવો જ પડ્યો છે ને? કુટુંબ જેવું પણ મળ્યું છે તમને, તમારે એને અપનાવવું પડ્યું જ છે ને ? જે સ્થળમાં તમારે જીવન વિતાવવાનું આવ્યું છે એ સ્થળમાં તમારા જીવનને તમારે ગોઠવવું જ પડ્યું છે ને? સમાધિના અને પ્રસન્નતાના ગગનમાં મનને ચોવીસેય કલાક વિહરતું રાખવું છે? એક કામ કરો. આત્માને માટે નુકસાનકારી ન નીવડતા હોય એવાં તમામ પ્રતિકૂળ પરિબળોને સ્વીકારતા જ રહો. કદાચ પ્રતિકાર કરવાનું મન થાય તો પણ મનને બગાડતા રહીને એ તમામનો પ્રતિકાર કરવાનું તો ટાળતા જ રહો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ચોરી કરતા પકડાઈ ગયેલ ચોરને પૉલીસો જીપમાં બેસાડીને લઈ જતા હતા પણ આશ્ચર્ય એ સર્જાયું હતું કે જીપમાં બેઠેલ ચોરના ચહેરા પર ગજબનાક પ્રસન્નતા હતી અને એ મરક મરક હસી રહ્યો હતો. તને ખબર તો છે ને કે તને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે” એક પોલીસે ચોરને પૂછ્યું, ‘તમે પરદેશી વસ્તુના વિરોધમાં હતા ને?” ‘હતો શું, આજે ય એના વિરોધમાં જ છું !” ‘તમારી ચેષ્ટા પરથી તો એવું લાગતું નથી !” “કઈ ચેષ્ટા?” ‘તમારા હાથમાં જે સિગરેટ છે એ...' “એ શું?” ‘એ તો પરદેશની બનાવટની છે’ ‘પરદેશની જ સિગરેટ પીવાની મારી ચેષ્ટા જ પુરવાર કરે છે કે હું પરદેશી વસ્તુઓના વિરોધમાં છું !” ‘શી રીતે ?' ‘પરદેશી સિગરેટને સળગાવતા રહીને હું સહુને સંદેશ આપવા માગું છું કે મારી જેમ તમે ય પરેદશી વસ્તુઓને સળગાવતા રહો !” ‘ક્યાં ?” જેલમાં' “તો પછી તું આટલો બધો પ્રસન્ન કેમ છે? મરક મરક હસી કેમ રહ્યો છે ?” જિંદગીમાં પહેલી જ વાર મને જીપમાં બેસવાનું મળ્યું છે. મારા હૈયે એનો પારાવાર આનંદ છે” ચોરે જવાબ આપ્યો. વિષ્ટા ચૂંથતા ડુક્કરને જોઈને આપણને ભલે એની દયા આવતી હોય, એ તો મજામાં જ હોય છે. હાડકાના ટુકડાને જોરશોરથી બટકા ભરતા રહેવાના કારણે મોઢામાંથી લોહી નીકળી રહેલા કૂતરાને જોઈને આપણને ભલે ત્રાસ થતો હોય, કૂતરો પોતે તો આનંદમાં જ હોય છે. આપણી ય હાલત આવી જ છે ને? અનંતજ્ઞાનીઓ આપણી દયા ખાઈ રહ્યા છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં પાગલ બનેલા આપણને જોઈને, નશ્વર પદાર્થો ખાતર આપણને કષાયાવિષ્ટ બની જતા જોઈને, પણ આપણી હાલત શી છે? એ જ પેલા વિષ્ટા ચૂંથતા ડુક્કર જેવી, હાડકાના ટુકડાને બટકા ભરી રહેલા કૂતરા જેવી અને પ્રથમવાર જ જીપમાં બેસવા મળી રહ્યા બદલ આનંદ અનુભવી રહેલા પેલા ચોર જેવી ! આપણું થશે શું? તમે દાવાનળની ગરમીને એકવાર પહોંચી વળો, પ્રલયકાળના પવન વચ્ચે ય એકવાર તમે સુરક્ષિત રહી શકો, ભૂકંપના જાલિમ આંચકા વચ્ચે ય એકવાર તમે અડીખમ ઊભા રહી જાઓ, નદીના ઘૂઘવતા પૂરની સામે તરતા રહીને એકવાર કિનારે પહોંચી જાઓ. પણ, મનના કુતર્કને પહોંચી વળવામાં તમે ધરાર નિષ્ફળ જ જાઓ. એની દલીલબાજીને પડકારવામાં તમે માર જ ખાઈ જાઓ. વિકલ્પોનાં જે તોફાનો એ સર્જે એની સામે જાતને સુરક્ષિત રાખવામાં તમે ઊંધા જ પડી જાઓ. વિચારોનું જે ગાઢ જંગલ એ ઊભું કરી દે એમાંથી બહાર નીકળતા તમે નવનેજાં પાણી ઊતરી ગયાનો અનુભવ કરીને જ રહો. સાચે જ જીવનના પ્રાવણને શાંત રીતે વહેતો રાખવો છે ? મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દો. ૨૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ એક પરદેશી ભારતમાં આવ્યો અને ફળો ખરીદવા ફળોની દુકાને જઈ ચડ્યો, “આ શું છે?” આવડું નાનું ? અમારે ત્યાં તો એક મીટર લાંબું હોય છે ! ઠીક છે, આ ફળ કયું છે ?” સફરજન’ એ પણ આવડું જ? અમારે ત્યાં તો એનું વજન ઓછામાં ઓછું એક કિલોનું હોય છે ! ઠીક છે. પણ આ શું છે?” પરદેશીની આ ગપ્પાબાજીથી અકળાઈ ગયેલા દુકાનદારે પેલા પરદેશીએ તડબૂચ અંગે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી એની ઓળખ આપતાં એટલું જ કહ્યું કે, એ ભારતની દ્રાક્ષ છે !” આ જવાબ સાંભળીને પેલા પરદેશીએ તો ત્યાંથી ચાલતી જ પકડી. સાંભળ્યું છે કે તમે શ્રેષ્ઠ ચિત્રકાર છો’ સમાજમાં એ રીતની મારી ખ્યાતિ ફેલાયેલી છે તો ખરી પણ મને મારા સ્થાનનો બરાબર ખ્યાલ છે. તમારે કાંઈ કામ હોય તો કહો’ ‘મારે એક ગધેડાનું ચિત્ર જોઈએ છે” બનાવી આપું” સમય?” ‘પાંચેક કલાકનો’ દસ જ મિનિટમાં જોઈતું હોય તો?” ‘સામે બેસી જાઓ. આઠ જ મિનિટમાં બનાવીને આપી દઈશ'ચિત્રકારે સણસણતો જવાબ આપી દીધો. અસત્ય'નેવાણીનો દોષ માનવા મન હજી તૈયાર રહે છે; પરંતુ ‘અતિયોશક્તિ'ને મન વાણીનો દોષ માનવા તો તૈયાર નથી રહેતું પરંતુ કદાચ ‘વટ પડી રહ્યા’ના ભ્રમમાં રાચતું રહે છે. અને બને છે એવું કે અતિશયોક્તિ જ આગળ જતાં અસત્યની જન્મદાત્રી બની રહે છે. શક્તિઓને સુરક્ષિત રાખવી છે? જીવો પ્રત્યેના મૈત્રીભાવને જીવનમાં ધબકતો રાખવો છે? સત્યના આભૂષણથી વાણીને શણગારતા રહેવું છે ? અહંકારના બોજથી જીવનને હળવું ફૂલ રાખવું છે? એક કામ ખાસ કરો. શબ્દોને ‘ધી’નું સ્થાન આપી દો. બિનજરૂરી એનો ઉપયોગ નહીં. વધુ પડતો એનો ઉપયોગ નહીં. બાહ્ય કલેશથી અને આત્યંતર સંક્લેશથી અચૂક બચી જવાશે. અધીરાઈ અને અસહિષ્ણુતા, આજના વિજ્ઞાન યુગના માણસને વળગેલા બે ભયંકર દોષો છે. પોતાના મનમાં પેદા થતી કોઈ પણ ઇચ્છાને - પછી ચાહે એ ચા પીવાની હોય કે પૈસા કમાવાની હોય, ઝવેરાત ખરીદવાની હોય કે ટ્રેન પકડવાની હોય, સ્કૂટર લાવવાની હોય કે ઉઘરાણી પતાવવાની હોય - તુર્ત જ પૂરી કરવા માગે છે. અને એમાં જો વિલંબ થાય છે તો આવેશમાં આવી જતાં, ક્રોધાવિષ્ટ બની જતાં યાવતું હિંસાત્મક બની જતાં એને પળની ય વાર લાગતી નથી. આંખ સામે રાખજો આ વાસ્તવિકતા કે અધીરાઈ અને અસહિષ્ણુતા એ એવા દોષો છે કે જે સંખ્યાબંધ જીવલેણ રોગો માટે આમંત્રણપત્રિકાની ગરજ સારતા રહે છે. પછી એ રોગ લોહીના ઊંચા દબાણનો પણ હોઈ શકે છે તો હૃદય હુમલાનો પણ હોઈ શકે છે. અલ્સરનો પણ હોઈ શકે છે તો હતાશા અને નિરાશાનો પણ હોઈ શકે છે. સાવધાન ! ૩૧. Page #17 -------------------------------------------------------------------------- ________________ આ ‘ટાઈ’ની કિંમત ?” તમને પસંદ પડી છે?” ‘હા’ “તો પછી કિંમત શું પૂછો છો? લઈ જાઓ.’ તો ય કેટલાની છે એ કહો તો ખરા !” ૫૦૦ ની” પ00 ની ?' ‘૪૫૦ આપજો' ૪૫૦ માં તો સરસ બૂટ આવી જાય’ ‘એક સલાહ આપું? ૪૫૦ના બૂટ લઈને એને જ ગળામાં લટકાવી દો’ દુકાનદારે સંભળાવી દીધું. ‘તમારી ઉંમર મોટી હોવા છતાં તમે પાતળા છો જ્યારે મારી ઉંમર નાની હોવા છતાં હું પહેલવાન છું એની પાછળનું કારણ શું છે ?' એક પ્રૌઢ વયના મચ્છરને નાની વયના મચ્છરે પૂછ્યું, કારણ સાવ સીધું છે. અમારા જમાનામાં મોટી ઉંમરના માણસોનાં કપડાં નાની ઉંમરના માણસો પહેરતા હતા એટલે એ સહુનાં શરીર પૂરેપૂરાં ઢંકાયેલાં રહેતા હતા અને એના કારણે અમને એમનું લોહી પીવા લગભગ મળતું જ નહોતું. જ્યારે આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટી ઉંમરના માણસો નાની ઉંમરના માણસોનાં કપડાં પહેરવા લાગ્યા છે એટલે એમનાં શરીર મોટે ભાગે ખુલ્લાં જ રહે છે અને એના કારણે તમને બધાને એમનું લોહી પૂરતા પ્રમાણમાં પીવા મળી રહ્યું છે! તમે બધા પહેલવાન જ હો તો એમાં આશ્ચર્ય શું છે?” પ્રૌઢ મચ્છરે જવાબ આપ્યો. ‘ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે’ ‘ગરજવાનને અક્કલ નહીં’ ‘હાજર સો હથિયાર' આ બધી કહેવતો જે પડી છે એનો તાત્પર્ધાર્થ એટલો જ છે કે જે ચીજની જ્યાં ઉપયોગિતા હોય ત્યાં એ ચીજને જ હાજર રાખવી પડે, એ ચીજના વિકલ્પમાં બીજી ચીજ ગમે તેટલી સારી પણ હોય અને કીમતી પણ હોય તોય એને ત્યાં હાજર ન જ રખાય. જવાબ આપો. પાણી કરતાં દૂધ વધુ સારું ખરું કે નહીં ? વધુ કીમતી ખરું કે નહીં ? હા. પણ શું એટલા માત્રથી માછલી પાણીને બદલે દૂધમાં તરવાનું પસંદ કરે ખરી ? બે રોટલી કરતાં એક બદામમાં વધુ તાકાત ખરી કે નહીં ? હી. પણ શું એટલા માત્રથી માણસે થાળીમાં રોટલી રાખવાને બદલે બદામ રાખતો થઈ જાય ખરો ? તેજીના સમયમાં એક કલાકે મંદિરમાં કાઢવાને બદલે બજારમાં કાઢવામાં વધુ કમાણી થાય ખરી કે નહીં ? હા. પણ શું એટલા માત્રથી પ્રભુદર્શન બંધ કરી દઈને બજારમાં જ બેસી રહેવાનું કરાય ખરું? ના. તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. ઔચિત્યને હાજર રાખીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરો. હા, મચ્છરોને ય આજના યુગની વસ્ત્ર પરિધાનની વ્યવસ્થા જો જામી જતી હોય તો હવસખોર પુરુષોને અને વાસનાભૂખી સ્ત્રીઓને માટે તો પૂછવું જ શું? તેઓ તો એમ જ ઈચ્છે છે કે આ દેશમાં થઈ ગયેલા સંતોએ ભલે માનવ શરીરે ‘પરમાત્મા” બની જવાના માર્ગ દર્શાવ્યા હોય, અમે તો માનવ શરીરે ‘પશુ સુખો' કેવી રીતે ભોગવી શકાય એના જ રસ્તાઓ પર આજના માનવો કઈ રીતે દોડતા થઈ જાય એના વિકલ્પો શોધીને સહુ સમક્ષ મૂકી દેવા માગીએ છીએ ! વેબસાઇટ ખોલો, મોબાઇલ ચાલુ કરો, મેગેઝીનોનાં પાનાંઓ ઉથલાવો, મર્દ ગણાતા સાંઢોને ય હાર કબૂલી લેવી પડે એવો વ્યભિચારનો બધો જ મસાલો તમને ત્યાં ઉપલબ્ધ થઈ જશે. ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ‘તું એક કામ કરીશ?” ‘તમે અમને જીવનનું રહસ્ય સમજાવશો?' એક સંતની પાસે ગયેલા પંદરેક યુવાનોએ પોતાના મનની જિજ્ઞાસા વ્યક્ત કરી. ‘તમે બધા મારી સાથે સામેના ઓરડામાં ચાલો’ સંતે યુવકોને વાત કરી અને યુવકો સંતની પાછળ પાછળ એમણે જણાવેલા ઓરડામાં દાખલ થયા. ‘તમને તરસ છે ?” ‘હા’ ‘પાણી પીવું છે?” “બજારમાં જવાનું છે" કાંઈ લાવવું છે?” હા. સરસ મજેની ચારણી લઈ આવ’ નોકર બજારમાં ગયો તો ખરો. એક કલાક બાદ પાછો આવ્યો પણ ખરી પણ એના હાથ ખાલી હતા. ‘કેમ, ચારણી ન મળી?” મળતી તો હતી પણ..” ‘પણ શું?” સારી ચારણી એકેય નહોતી’ એટલે?” બધી ય ચારણી કાણાંવાળી હતી’ એક કામ કરો. ઓરડાની બહાર સોનાના-ચાંદીના અને કાચના કપ પડ્યા છે. તમને ઠીક લાગે એ કપ અહીં લઈ આવો.” બધાય બહાર દોડ્યા. સોનાના અને ચાંદીના કપ લેવા માટે પડાપડી થઈ ગઈ. કાચના કેપ એમ ને એમ પડ્યા રહ્યા અને બધા યુવકો સંત પાસે હાજર થઈ ગયા. બસ, જુઓ. જીવનનું આ જ રહસ્ય છે. તરસ છિપાવવા જરૂરી પાણીની છે પણ સહુ કંપની પસંદગીમાં જ પડ્યા છે” સંતે હસતા હસતા જવાબ આપી દીધો. પરલોકદૃષ્ટિ, પાપવૃત્તિ, પવિત્રકૃતિ આ બધાંય જીવનના લક્ષ્ય સ્થાનેથી જ્યારે ઓઝલ થઈ જાય છે ત્યારે માણસના જીવનમાં કઈ કરુણતા નથી સર્જાતી હોતી એ પ્રશ્ન છે. - પેટ્રોલ વિનાની ગાડી ચાલતી ભલે ન હોય પણ ઘાસતેલ મિશ્રિત પેટ્રોલવાળી ગાડી તો ચાલતી હોવાછતાં બગડતી જ રહેતી હોય છે. સંપત્તિ-સામગ્રી-સમૃદ્ધિ-સામર્થ્ય વિનાનું જીવન ભલે કદાચ ચમકદાર ન દેખાતું હોય પણ શુદ્ધિ વિનાનું જીવન તો ચમકદાર દેખાતું પણ હોય તો ય આખરે તો વિનિપાત નોતરીને જ રહે છે. લગભગ નવી પેઢીમાં હવે આવું જ બનવાનું છે. એ પેઢી ભાતના વિકલ્પમાં ખીચડી પસંદ કરી શકશે કે કેમ એમાં શંકા છે. સોફાસેટના અભાવમાં ખુરશીથી પોતાની ખુશી ટકાવી શકશે કે કેમ એમાં શંકા છે. પત્નીનું ‘સ્ત્રી' તરીકે ગૌરવ જાળવી શકશે કે કેમ એમાં શંકા છે. પૈસા કમાવવાની સંખ્યાબંધ યુક્તિઓ જાણતા યુવકને પૈસા ગણતાં કદાચ નહીં આવડે એવું પણ બની શકશે તો કૉલેજમાં એમ.એ.પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી ચૂકેલી યુવતી દાળમાં વઘાર કરતાં ગોથું ખાઈ જતી હોવાનું ય બની શકશે. ટૂંકમાં, આજના શિક્ષણને પામેલા યુવાધન પાસે ગોથાસૂઝ જબરદસ્ત હશે પણ કોઠાસૂઝ નામની ય હશે કે કેમ એમાં શંકા છે. ચારણી એ કાણાં વિનાની લઈ આવશે અને સૂપડું એ કાણાંવાળું જ પસંદ કરી બેસશે. એનો સંસાર કેવો ચાલશે એનું અનુમાન થઈ શકે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ એક બાબતની મારે તારી પાસે માફી માગવાની છે” જેલમાંથી છૂટીને ઘરે જઈ રહેલ કેદીને જેલર વાત કરી રહ્યો હતો.' શેની?' ‘તને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ તો મારી પાસે ૧૦દિવસ પહેલાં આવી જ ગયો હતો પણ મને એનો ખ્યાલ જ ન રહ્યો અને તારે મારા કારણે ૧૦દિવસ જેલમાં વધુ રહેવું પડ્યું.” જેલર સાહેબ, એમાં શું થઈ ગયું?” કેમ તને તકલીફ તો પડી જ ને?” એક કામ કરશો?” “શું ?' હું ફરીવાર જેલમાં આવું અને મને જે પણ સજા થાય, એમાં તમે ૧૦દિવસ વહેલા છોડી મૂકજો. હિસાબ બરાબર થઈ જશે’ કેદી બોલ્યો. ચા ને બદલે હું દૂધ પીઉં તો કેમ?” બહુ સારું. દૂધ શરીર માટે લાભકારી છે” ‘દૂધ ગાયનું પીઉં તો ?' ‘વધુ સારું. કારણ કે ગાંધીજી નહીં પણ હિન્દુસ્તાનના મોટા ભાગના લોકો એ જ પીએ છે.' અને ભેંસનું દૂધ?” ‘એ તો વધુ સારું કારણ કે ચા એની જ સરસ બને છે” અને બકરીનું દૂધ?' એના જેવું ઉત્તમ દૂધ તો બીજું એકે ય નહીં કારણ કે ગાંધીજી એનું જ દૂધ પીતા હતા !” એમ કહેવાય છે કે એક નાના માણસને હજાર ડાહ્યા માણસો પણ ભેગા થઈને વધુ નાગો કરી શકતા નથી. આજે આ નાગાઈની વધુ ને વધુ બોલબાલા થતી રહે એવો કાળ ચાલી રહ્યો છે. શરીરને સંપૂર્ણ ઢાંકેલું રાખીને પિકચરમાં કામ કરવા માગતી અભિનેત્રીને પ00 રૂપિયા પણ મળે કે કેમ એમાં શંકા છે જ્યારે શરીરને સંપૂર્ણપણે ખુલ્લુ કરી દેવા તૈયાર થઈ જતી અભિનેત્રીને ૫,,,0 રૂપિયાની ઓફર થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે. ટૂંકમાં, આજે તમે નાગાઈ કેટલી આચરી શકો છો એના આધારે જ તમારો બજારભાવ નક્કી થાય છે. સીતા રાવણને ત્યાં ય પવિત્રતા ટકાવી શકી હતી એ વાત રામાયણમાં ભલે આવતી હોય. આજે તો પોતાની સીતા [૭] ઓ રાવણની લંકામાં જઈને સોનું લાવે એ ગણતરીએ રાવણો પાસે સામે ચડીને પોતાની સીતાઓ [2] ને મોકલનારા પતિદેવોનો ફાલ તૈયાર થઈ ચૂક્યો છે ! તમારો અહં અને તમારું અંતઃકરણ, આમ જુઓ તો એ બંને તમારા જ છે અને છતાં એ બંનેની માગ આખી જુદી જ છે. તમારા અહંની માગ આ છે કે મારી પ્રત્યેક વાતમાં સામાએ ‘હા’ જ પાડવી જોઈએ અને પોતે જેમાં અસંમત હોય એ વાતમાં સામાએ પણ ‘અસંમતિ' જ દર્શાવવી જોઈએ. જ્યારે અંતઃકરણ તમારું એમ કહે છે કે જે પ્રવૃત્તિમાં મારું અહિત જ છે અથવા તો મને નુકસાન જ છે એ પ્રવૃત્તિમાં સામાએ મને પરાણે પણ રોકવો જ જોઈએ અને જે પ્રવૃત્તિમાં મારું હિત - લાભ જ છે એ પ્રવૃત્તિમાં સામાએ મને પરાણે પણ જોડવો જ જોઈએ. સાચે જ જીવનને જો સાર્થક કરી દેવા માગો છો તો એક કામ ખાસ કરો. અહંને તૃપ્ત કરે એવા મિત્રોથી દૂર જ રહો અને અંતઃકરણને પ્રસન્ન રાખે એવા મિત્રોની શોધમાં નીકળી પડો. દુર્યોધને જો શકુનિને બદલે શ્રી કૃષ્ણની વાત - સલાહ માની લીધી હોત તો મહાભારતના યુદ્ધને બદલે મહાન ભારતનો ઇતિહાસ લખાઈ ગયો હોત એવું નથી લાગતું? ૩૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ પપ્પા ! તમને ઇતિહાસની જાણકારી કેવી ?’ જબરદસ્ત’ ‘પ્રશ્ન પૂછું એનો જવાબ આપી શકો ?' ‘શંકા છે તને તારા બાપની વિદ્વત્તા પર ?’ ‘પપ્પા, એવું નથી પણ...’ ‘અરે પણ ને બણ ! તું પૂછ ને તારે જે પૂછવું હોય તે !’ “પપ્પા ! યુધિષ્ઠિર કોણ હતા ?’ ‘તને એટલી ય ખબર નથી ? ખોલ મારો કબાટ. એમાં રામાયણ પડ્યું છે એ લઈ આવ. તને વંચાવી દઉં કે કોણ હતા યુધિષ્ઠિર ?' પાણીનો એક વિચિત્ર સ્વભાવ તમારા ખ્યાલમાં છે ? એને બધાયમાં પ્રવેશવાની ટેવ હોય છે. ગંગા લાવો કે ગટર લાવો, નદી લાવો કે સરોવર લાવો, ખાબોચિયું લાવો કે ખાડો લાવો. એ દરેકમાં પ્રવેશી જવાની એની તૈયારી ! બસ, બિલકુલ પાણી જેવો છે અહં. કોઈ ક્ષેત્ર એવું નથી કે એમાં એ ઘૂસવા ન માગતો હોય. અરે, સફળતાને તો એ પોતાના ખાતે ખતવી દે છે પણ નિષ્ફળતા લમણે ઝીંકાય છે ત્યાં ય એ પોતાના અસ્તિત્વની જાહેરાત માટેનું કોક ને કોક બહાનું શોધીને જ રહે છે. ‘તમને ખ્યાલ છે ? મેં મહેનત જ એવી જબરદસ્ત કરી હતી કે પરીક્ષામાં પહેલો નંબર મને જ મળે’ આ છે સફળતામાં અહંનો ચંચુપાત, જ્યારે ‘તમને ખ્યાલ નહીં હોય પણ મારે એક જ વર્ગમાં બે વરસ ભણવું હતું અને એટલે મેં જાણી જોઈને જ ભણવાની ઉપેક્ષા કરી નાપાસ થયો એનું મને કોઈ જ દુઃખ નથી' આ છે નિષ્ફળતામાં ય અહંનો ચંચુપાત ! આવા પાટલી બદલ અહંને જીવનનું ચાલકબળ જો બનાવી બેઠા તો લમણે હાથ દઈને રોવાનું આવશે એ નિશ્ચિત સમજી રાખજો. ૩૯ ‘આ દવા તમારે કઈ રીતે લેવાની છે એ બરાબર સમજી લો.’ ડૉક્ટરે દર્દીને કહ્યું. ‘બોલો’ “આ બાટલીમાંથી બે ચમચી દવા...' ‘પછી ?’ આ નાની બાટલીમાંથી બે ચમચી દવા બપોરના.’ ‘પછી ?’ “આ મોટી બાટલીમાંથી બે ચમચી દવા સાંજના...’ આ સાંભળીને પેલો દર્દી તો રડવા જ લાગ્યો. એને રડતો જોઈને ડૉક્ટરે પૂછ્યું, ‘કેમ, આ રીતે દવા લેવામાં કોઈ તકલીફ છે ?’ ‘ડૉક્ટર સાહેબ ! હું તો ગરીબ માણસ છું. આટલી બધી ચમચીઓ હું લાવીશ ક્યાંથી ?' મંદીના સમયમાં માણસ મોજશોખ ઓછા કરી દઈને એકવાર પોતાના મનની પ્રસન્નતા ટકાવી પણ રાખે, મોંધવારીના સમયમાં જરૂરિયાતો ઓછી કરી દઈને માણસ એકવાર પોતાની બાંધેલી આવકમાંથી દિવસો ખેંચી પણ કાઢે પણ માંદગી આવે ત્યારે ટૂંકી આવકમાં એને શેં પહોંચી વળવું એ સમસ્યાનો એની પાસે કોઈ જ વિકલ્પ નથી. તમે દૂધ વિના ચલાવી લો પણ દવા વિના ? તમે વેપારી પાસે ન જાઓ તો ચાલે પણ ડૉક્ટર કે વૈદ પાસે ? તમે ફોટો પડાવ્યા વિના જીવી શકો પણ બીમારી જ એવી વળગી હોય અને નિદાન માટે એક્સ-રે પડાવવો જરૂરી જ હોય અને છતાં એક્સ-રે ન પડાવો તો ? તમે બૉલપેન ન લો તો ચાલી જાય પણ ઈંજેક્શન ન લો તો ? રે વિજ્ઞાન ! તેં ગરીબ માણસોને માંદગીને બદલે મોત પસંદ કરતા કરી દીધા ? ४० Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘કપડાં તારા આટલા બધા મેલા છે?” વર્ગ ખંડમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓની સામે શિક્ષકે બોર્ડ પર એક વાક્ય લખ્યું. ‘બળદ અને ગાય ખેતરમાં ચરે છે' અને પછી પૂછ્યું. “જવાબ આપો. આ વાક્ય બરાબર છે કે એમાં કોઈ સુધારો કરવો જરૂરી છે ?” ‘સર ! સુધારો જરૂરી છે” એક વિદ્યાર્થીએ કહ્યું.” “શો ?' હું કરી દઉં તો ચાલશે ?” ‘જરૂર અને વિદ્યાર્થીએ બોર્ડ પર નવું વાક્ય લખી દીધું. ‘ગાય અને બળદ ખેતરમાં ચરે છે' આ વાક્યનો અર્થ તો એનો એ જ રહ્યો તો પછી તે સુધારો શો કર્યો ?' ‘બળદ-ગાયની જગાએ ‘ગાય-બળદ'મેં એટલા માટે લખ્યું કે આ દેશમાં ‘સ્ત્રી પ્રથમ'નું સૂત્ર પ્રચલિત બન્યું છે’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો. ધોઈ નાખ’ કોઈ અર્થ નથી” કેમ?” ર્શેરબજારમાં હું પૂરેપૂરો ધોવાઈ ગયો છું. આવતી કાલે શું થશે? એની ચિંતામાં નિચોવાઈ ગયો છું અને ઘર માટે દોડધામ કરવામાં પૂરેપૂરો સુકાઈ ગયો છું. હવે કપડાં ધોવાય તો ય શું અને ન ધોવાય તો ય શું ?' ‘સ્ત્રી પ્રથમ'ના સૂત્રને અમલી બનાવવાના પ્રયાસોમાં સ્ત્રીની હાલત આ દેશના શાસકોએ અને પ્રચાર માધ્યમોએ કેવી કરુણ કરી નાખી છે એ જોવું હોય તો તમે નજર નાખી જાઓ કોઈ પણ વર્તમાનપત્ર પર, મેગેઝીન પર, સાપ્તાહિક પર, જાહેરાતો પર, ટી.વી.માં આવતાં દશ્યો પર કે વેબસાઇટો પર. તમને સ્ત્રીનું માતૃસ્વરૂપ કે ભગિની સ્વરૂપ લગભગ જોવા નહીં મળે. પૂજ્યા સ્વરૂપ લગભગ નીરખવા નહીં મળે - તમને એક જ સ્વરૂપ જોવા મળશે. ‘ભોગ્યા' નું ! ખુલ્લાં અંગોપાંગોવાળી, ઓછાં વસ્ત્રોવાળી અને વ્યભિચાર માટે આમંત્રણ આપવાવાળી ! સ્થિતિ આ છે અને છતાં 'LADIEW FIRST' ની અહીં જબરદસ્ત બોલબાલા છે. અગ્નિ ગમે તેવો દાહક છે તો ય બધા જ પદાર્થોની રાખ કરી નાખવાની એનામાં ક્ષમતા નથી જ નથી. વાવાઝોડાનો પવન ભલે ને ભારે પ્રલયકારી છે; પરંતુ બધા જ પદાર્થોને ઉડાડી દેવાની કે હલાવી દેવાની તાકાત એનામાં નથી જ નથી. ભૂકંપના આંચકાની તીવ્રતા ભલે ને થથરાવી મૂકે તેવી છે છતાં પૃથ્વી પર ઊભી થયેલ તમામ ઇમારતોને ધરાશાયી કરી દેવાની તાકાત એનામાં નથી જ નથી. નદીમાં આવેલ પૂર ભલે ને જાલિમ વિકરાળ છે પણ કિનારે આવેલા બધાં જ ગામડાંઓને ડુબાડી દેવાની ક્ષમતા એનામાં નથી જ નથી. પણ, લોભ ? એ ક્યા ગુણોને નથી સળગાવી દેતો એ પ્રશ્ન છે. એ કઈ સજ્જનતાને ઉડાડી નથી દેતો એ પ્રશ્ન છે. એ કઈ સમ્યતાકાતને ધરાશાયી નથી કરી દેતો એ પ્રશ્ન છે. એ કઈ ઉત્તમતાને ડુબાડી નથી દેતો એ પ્રશ્ન છે. 'સર્વસુખવિનાશને માત્' આ શાસ્ત્રપંક્તિના ‘લોભી સર્વ ગુણોનો વિનાશ છે' અર્થને સતત આંખ સામે રાખીને મનને લોભથી ગ્રસ્ત બનતું પ્રયત્નપૂર્વક પણ અટકાવતા રહેજો. સંપત્તિથી ખાલી થઈ જઈએ એ ચાલે પણ ગુણોથી ભ્રષ્ટ થઈ જઈએ એ તો શું ચાલે ? Page #22 -------------------------------------------------------------------------- ________________ મને એમ લાગે છે કે મારા ઘરમાં કોક ઉપદ્રવી તત્ત્વનો પ્રવેશ થઈ ગયો છે' કનુએ મનુને કહ્યું. શેના આધારે તું આ કહે છે ?” ઘરની કોઈ પણ ચીજને હું અડું છું, મને દર્દ જ થાય છે’ “એટલે ?” ‘ટેબલને અડું છું, વેદના થાય છે. કબાટમાં રહેલ કપડાંને અડું છું, વેદના થાય છે. ખુરશીને અડું છું, દર્દ થાય છે. ઉપદ્રવી તત્ત્વની હાજરી વિના આવું બને જ શી રીતે ?” એક કામ કર. મારી સાથે ચાલ’ એમ કહીને મનુ કનુને હૉસ્પિટલમાં લઈ ગયો. આંગળીનો ફોટો પડાવ્યો અનેરિપોર્ટ આવ્યો કે “આંગળીના હાડકામાં તિરાડ પડી ગઈ છે !' સૈન્યમાં ભરતી થવા માટે એક યુવકે “ઇન્ટર-લૂ’ આપવા માટે લશ્કરના અફસર સમક્ષ હાજર થયો. અફસરે એને કેટલાક પ્રશ્નો પૂછડ્યા બાદ લશ્કરી ડૉક્ટર પાસે શારીરિક તપાસ અર્થે મોકલ્યો. આંખ?” બધું જ બરાબર દેખાય છે' ‘કાન ?” ‘એકદમ વ્યવસ્થિત સંભળાય છે” “છાતી ?” એકદમ મજબૂત છે” ડૉક્ટરે એ બધું ય ચેક કરી લીધા બાદ કહ્યું, ‘તમારી પીઠ બતાવો” એ નહીં બતાવું' પણ કેમ?” એ તો હું યુદ્ધમાં જ બતાડીશ’ મનની આ જ તો બદમાશી છે. નબળું કાંઈ પણ બને છે, જવાબદારી એ બીજા પર થોપી દેતા પળનો ય વિલંબ નથી કરતું. બહાનાંઓ શોધવા અને ઊભા કરવા એ પળની ય રાહ નથી જોતું. ‘તાવ આવી ગયો ?’ ‘હા, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે' મન પાસે આ જવાબ તૈયાર જ હોય છે. ‘ધંધામાં અનીતિ કરો છો ?’ ‘સરકારી કાયદાઓ જ એવા છે કે અનીતિ કર્યા વિના ચાલે જ નહીં’ મન પાસે આ બહાનું તૈયાર જ હોય છે ‘રાત્રિભોજન રોજ કરો છો ?’ ‘શું કરું ? ધંધા જ એવા થઈ ગયા છે” મન પાસે આ રોકડો જવાબ હોય છે. ‘ટી.વી. હજી છોડી શક્તા નથી ?' ‘આ જમાનામાં ટી.વી. કોણ નથી જોતું?' મન ફટાક કરતું જવાબ આપી દે છે. યાદ રાખજો , બહાનું એ તો જૂઠ માટેનું રક્ષાકવચ છે. જ્યાં સુધી મન બહાનાંઓ રજૂ કરતું રહેશે ત્યાં સુધી જીવનમાં પાપ-જૂઠ અને ભૂલની ત્રિપુટી જીવતી જ રહેશે. મનની આ જ તો બદમાશી કહો તો બદમાશી અને કમજોરી કહો તો કમજોરી છે. વાત એ આસમાનની કર્યા કરે છે અને ધરતી પર ચાલવા એ તૈયાર થતું નથી. પરાકાષ્ટાની સાધનાની એ ગુલબાંગો ફેંક્યા કરે છે અને સંકલ્પના નામે એ તસુભાર પણ આગળ વધવા તૈયાર રહેતું નથી. મંજિલે પહોંચવાના એના અભરખા ભારે હોય છે અને માર્ગ પર કદમ મૂકતા એનું પાણી ઊતરી જતું હોય છે. બાહ્ય યુદ્ધમાં પણ શત્રુઓને પીઠ બતાવનારો જો વિજેતા બની શકતો નથી તો આત્યંતર યુદ્ધમાં તો સંકલ્પહીન મનવાળો વિજેતા ન જ બની શકતો હોય તો એમાં આશ્ચર્ય શું છે? યાદ રાખજો, ઉત્સાહ અદમ્ય અને સંકલ્પ દેઢ. સાધનામાર્ગના આ બે પાટા પર ચાલતી જીવનની ગાડી જ મંજિલે પહોંચી શકે છે. ૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ લગ્ન કર્યાને તમને કેટલાં વરસ થયા ?' ‘અઢાર’ ‘અઢાર વરસ થયા ?' ‘હા’ “અને તમને આજે જ ખબર પડી કે તમારા પતિ દારૂના વ્યસની છે ?’ ‘હા’ “આટલાં વરસ ખબર ન પડવાનું કારણ ?' ‘કારણ કે આજે એ જેટલા ‘નર્વસ’ લાગ્યા એટલા ‘નર્વસ’ મેં એમને આટલાં વરસોમાં ક્યારેય જોયા જ નથી.’ ભૂખ સખત લાગી હોય અને ભોજન પેટમાં જાય તો તૃપ્તિનો અનુભવ જરૂર થાય પણ પેટમાં ભોજન ન જાય તો વેદના સતત અનુભવાતી જ રહે. પરંતુ વ્યસનની વિચિત્રતા કહો તો વિચિત્રતા અને વિકૃતિ કહો તો વિકૃતિ એ છે કે એનું સેવન તમે કર્યા જ કરો અને ચાલુ જ રાખો તો ય તમને આનંદનો કોઈ અનુભવ ન થાય; પરંતુ એમાં જો તમે ખાડો પાડો કે એના સેવનથી તમે દૂર થઈ જાઓ તો એ તમને દુઃખી દુઃખી બનાવી દે. મોઢે સિગરેટ લગાવનારને કે પેટમાં દારૂની પ્યાલી લવનારને તમારે પૂછવું હોય તો પૂછી લેજો. આ વાસ્તવિકતાની તમને પ્રતીતિ થઈ જશે. સેવનમાં કોઈ આનંદ નહીં અને ત્યાગમાં કે ઉપેક્ષામાં તરફડાટનો કોઈ પાર નહીં. વ્યસનોનો જો આ જ ગુણધર્મ છે તો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે જીવનમાં એને સ્થાન આપ્યા પછી એને સ્થાનભ્રષ્ટ કરવા પ્રયત્નશીલ બનવાને બદલે જીવનમાં એને સ્થાન આપો જ નહીં. જીવન ખૂબ સ્વસ્થ રહેશે. ૪૫ ‘ડૉક્ટર સાહેબ ! દાંતમાં દર્દ ખૂબ થાય છે.' ‘અંદર આવો. જોઈ લઉં.’ અને દાંતની સ્થિતિ જોયા બાદ ડૉક્ટરે દર્દીને કહ્યું, ‘દાંત કાઢી નાખવો પડશે.’ ‘કેટલા રૂપિયા લાગશે ?’ ‘૧૦૦ રૂપિયા’ ‘ડૉક્ટર ! એક કામ કરી શકો ?’ ‘હું આપને ૨૦ રૂપિયા આપું. આપ મારો દાંત ખાલી ઢીલો પડી જાય એ રીતે હલાવી દો. પછીનું એને કાઢી નાખવાનું કામ હું જ કરી લઈશ.’ હા. સંસારમાં તો આ વૃત્તિ ઘર કરી જ ગઈ છે; પરંતુ અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરી રહેલ કેટલાક સાધકો પણ હવે આ વૃત્તિના શિકાર બની રહ્યા હોય એવું દેખાવા લાગ્યું છે. માર્ગ પર ચાલવાની તૈયારી નહીં, કષ્ટો વેઠી લઈને પણ માર્ગને પકડી જ રાખવાની કોઈ વૃત્તિ નહીં અને તૈયારી નહીં, ‘સરળ’ની શોધ અને ‘સહેલા’ની જ માંગ, આ વૃત્તિ સાથે ધર્મ થતો હોય તો કરવો અન્યથા ધર્મને છોડી દેતા અથવા તો ધર્મના સરળ વિભાગને અથવા તો જે પણ ધર્મમાં માર્ગ સરળ લાગતો હોય એ માર્ગને પકડી લેતા પળની ય વાર લગાડવી જ નહીં. ટૂંકમાં, મંજિલ સુધી પહોંચવાની ગણતરી ખરી પણ સાથે મનની જાતજાતની શરતો પણ ખરી. માર્ગ ટૂંકો હોવો જોઈએ, સુવિધાકારક અને સુવિધાદાયક હોવો જોઈએ. મજા આવે એવો હોવો જોઈએ. જવું છે પર્વતના શિખરે પણ શરત એ છે કે બરફ પર સ્કેટિંગ કરતા હોઈએ એ રીતે જવું છે. રે કરુણતા ! * Page #24 -------------------------------------------------------------------------- ________________ આ બાબો આટલો બધો રડે છે કેમ?' એને માર્યો? કોણે?’ રેલવે સ્ટેશન પર ભીખ માગી રહેલ એક ભિખારી એક યાત્રી પાસે પહોંચી ગયો. મને કંઈક આપો ને?” ‘આગળ ચાલ' માત્ર પાંચ રૂપિયા આપો’ ‘નથી મારી પાસે’ એક જ રૂપિયો આપો. ભગવાન તમને સ્વર્ગમાં જગા કરી આપશે” અલ્યા! સ્વર્ગમાં જગા મેળવવાની વાત પછી સમજી લેશું. તું પહેલાં ટ્રેનમાં તો જગા અપાવી દે યાત્રી ભિખારી પર અકળાઈ જતાં બોલ્યો. ‘પણ શું કામ?” ‘એ મારી પાસે જીદ કરી બેઠો હતો કે મારે કોઈ પણ હિસાબે અત્યારે ને અત્યારે જ ગધેડા પર સવારી કરવી છે. મારું નહીં તો બીજું શું કરું?” ‘તમારે એને મારવાની જરૂર નહોતી. તમારી પીઠ પર બેસાડી દીધો હોત તો શું વાંધો હતો?” પત્નીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવા જેવું સંભળાવી દીધું. કમાલ છે ને આ મન ! સંબંધ બાંધે છે ત્યારે એ એવું નશામાં હોય છે કે કોઈનો ય અવાજ એને સંભળાતો નથી હોતો અને પછી જેની સાથે સંબંધ બંધાયેલો હોય છે એનો અવાજ સાંભળી સાંભળીને એ હદે એ ત્રાસી જાય છે કે એની સાથેનો સંબંધ તોડી નાખવા એ કોઈનો ય અવાજ સાંભળતું નથી, સાંભળવા માગતું નથી. યાદ રાખજો, વાવાઝોડાના પવન વચ્ચે તમે જો સરોવરના પાણીને નિષ્ક્રપિત રાખી શકો, આગની જ્વાળાઓ વચ્ચે તમે જો મીણબત્તીને અખંડ રાખી શકો, ભૂકંપના આંચકા વચ્ચે તમે જો માટીના બનેલા ઝૂંપડાને સ્થિર રાખી શકો તો જ તમે અસ્થિર મનથી અસ્થિર મનવાળા સાથે બંધાતા સંબંધને સ્થિર, નિર્મળ અને પવિત્ર રાખી શકો ! વાંચી છે ને આ પંક્તિઓ ? ‘ધગધગતી મધ્યાન્હે મહાલે, સાંજ પડે અકળાતું, કંટક સાથે પ્રીત કરે ને પુષ્પોથી શરમાતું; ઓ મન ! તું જ નથી સમજાતું' વિજ્ઞાનયુગે કૂતરાનો ‘હડકવા'નો રોગ માણસને આપી દીધો છે. હડકાયા કૂતરાને તમે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક જોયો તો હશે જ ને? એ તમને બેઠેલો જોવા નહીં જ મળ્યો હોય ! બસ, દોડતો ને દોડતો જ, ભાગતો ને ભાગતો જ, જે પણ વચ્ચે ભટકાઈ જાય એને કરડવાનો પ્રયાસ કરતો જ તમે એને જોયો હશે. જોઈ લો આજના યુગના માનવને ! એની પાછળ હડકાયા કૂતરો પડ્યો હોય અને એ કારણસર એ દોડી રહ્યો હોય તો તો આપણે એને માફ કરી દઈએ પણ એ ખુદ લોભના-ભોગના અને પ્રતિષ્ઠાના હડકવાનો શિકાર બની ગયો છે અને એના કારણે દોડી રહ્યો છે. ઘરમાં એ શાંત નથી, બજારમાં એ નશામાં છે. હવાખાવાનાં સ્થળો પર પણ એના કાને મોબાઇલ છે અને મંદિરમાં પણ એ બેચેન છે. એની આ દોટ જોતાં અનુમાન કરવાનું મન થઈ જાય છે કે એને શું મશાન જલદી પહોંચી જવું હશે માટે આ ઝડપે એ ભાગી રહ્યો હશે ! કાંઈ જ સમજાતું નથી. GOL Call 9. Page #25 -------------------------------------------------------------------------- ________________ એક પ્રશ્નનો તમે જવાબ આપશો ?” ‘તમે ટ્રેનની મુસાફરી દરમ્યાન કાંઈ વાંચતા નથી ?” ‘ના’ ‘ટૅક્સીની મુસાફરી દરમ્યાન” ‘ના’ રિક્ષાની મુસાફરી દરમ્યાન ?' ‘ના’ ‘મુસાફરી દરમ્યાન તમે વાંચતા જ નથી એમ?” ના. એવું નથી. વિમાનની મુસાફરી દરમ્યાન હું ખાસ વાંચું છું.” | ‘કારણ કાંઈ ?' હું ઉચ્ચ કેળવણી લઈ રહ્યો છું!' વરસોથી ખીસાં કાપવાના ધંધામાં ગોઠવાઈ ગયેલ એક પાકીટમાર પોતાના ધંધામાં દાખલ થવા તૈયાર થઈ ગયેલ દીકરાને પાઠ આપી રહ્યો હતો. બેટા! આપણા ધંધાની તેજી ક્યારે અને મંદી ક્યારે એનો તને કોઈ ખ્યાલ ખરો?” “આ ધંધામાં દાખલ જ હું હજી હવે થઈ રહ્યો છું ત્યાં મને એવો તો ખ્યાલ ક્યાંથી હોય ?' તો બરાબર સાંભળી લે. ઉનાળાનો સમય આપણા માટે તેજીનો અને શિયાળાનો સમય આપણા માટે મંદીનો’ “કારણ કાંઈ?” “ઉનાળામાં ગરમી સખત હોવાના કારણે બધાયના હાથ ખીસાની બહાર જ હોય એટલે આપણને પાકીટ મારવામાં ખૂબ સરળતા રહે જ્યારે શિયાળામાં ઠંડી સખત હોવાના કારણે બધાયના હાથ ખીસામાં જ હોય. આપણે પાકીટ મારી જ શી રીતે શકીએ? હવે તો તને રહસ્ય સમજાઈ ગયું ને કે ઉનાળો એટલે આપણા ધંધાની તેજી અને શિયાળો એટલે આપણા ધંધાની મંદી !” * મંદબુદ્ધિને તો તમે માફ કરી દો પણ વક્રબુદ્ધિનું તો કરવું શું? આખી ય શિક્ષણ વ્યવસ્થાને તમે તપાસી જાઓ. શિક્ષણ લઈને બહાર પડેલ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ક્લાર્ક-મૅનેજર-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેનાં જીવનમાં તમે ડોકિયું કરી જુઓ. તમને સરળ વ્યવહાર, સરળ સ્વભાવ કે સરળ વર્તાવ લગભગ જોવા નહીં મળે. રસ્તા પર ચાલનાર માણસ પાસે લાકડી જો સીધી જ હોવી જોઈએ, મુખમાં નખાતો ખોરાક પેટમાં જો સીધો જ જવો જોઈએ, મકાનને ટકાવી રાખતો થાંભલો જો સીધો જ હોવો જોઈએ, રસ્તા પર ચાલતી વખતે પગલાં જો સીધા જ પડવા જોઈએ તો ભણેલગણેલ વ્યક્તિના સ્વભાવમાં, વ્યવહારમાં કે વર્તાવમાં સરળતા ન હોવી જોઈએ ? યાદ રાખજો. જગત આજે બુદ્ધિની મંદતાથી પીડાઈ નથી રહ્યું પરંતુ બુદ્ધિની મલિનતાથી પીડાઈ રહ્યું છે. કમજોર માણસને નિરક્ષરોથી એટલો ભય નથી જેટલો ભય સાક્ષરોથી છે. એક જ ધ્યાન રાખજો . ભણજો જરૂર પણ સરળતા-કોમળતા અને પવિત્રતાનું બલિદાન ન દેવાઈ જાય એનું ધ્યાન રાખજો . પેટમાં કયાં દ્રવ્યો પધરાવવા જોઈએ એ બાબતમાં માણસ પાસે જરૂરી હોશિયારી કદાચ નહીં હોય. શિયાળામાં કેવાં કપડાં ન પહેરવા જોઈએ એની અક્કલ માણસ પાસે કદાચ ઓછી હશે પણ પૈસા કેવી રીતે મેળવવા, સાચવવા અને વધારવા એ બાબતમાં તો માણસની હોશિયારી ગજબની છે. પણ, વેદના સાથે કહેવું પડે એમ છે કે એની આ હોશિયારીએ જ એને પ્રભુથી દૂર કરી દીધો છે. પુણ્યકાર્યોથી વંચિત કરી દીધો છે. પરિવાર પ્રત્યે ઉપેક્ષિત કરી દીધો છે, પવિત્રતાથી દૂર ધકેલી દીધો છે અને પ્રસન્નતાથી રહિત બનાવી દીધો છે. રે પૈસા ! તારી પાછળની પાગલતાનો આ કરુણ અંજામ ? ૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ “પિન્ટુ, તારા ઘરમાં મમ્મી-પપ્પા ઝઘડે ખરા ?' ‘ધ’ ‘રોજ ’ ‘લગભગ રોજ’ ‘ઝઘડા ઓછા ક્યારે થાય ?’ ‘ડિસેમ્બર-જાન્યુઆરીમાં’ ‘કારણ ?’ ‘એ દિવસોમાં ઠંડી સખત હોય ને ?’ ‘ઝઘડાને ઠંડી સાથે શું સંબંધ ?' ‘એવું છે ને કે શિયાળામાં ઠંડીના કારણે મારા પપ્પાના કાન પર મફલર વીંટળાયેલું હોય છે અને મમ્મીના કાન પર શાલ ! આ સ્થિતિમાં બંનેને એક બીજાનું બોલેલું જ્યાં સંભળાતું જ ન હોય ત્યાં એ બે વચ્ચે ઝઘડો તો થાય જ શી રીતે ?' પિન્ટુએ વર્ગશિક્ષકને જવાબ આપ્યો. જે પથ્થરોથી પુલ બની શકતો હતો એ જ પથ્થરોનો ઉપયગ કોકે દીવાલ ઊભી કરવામાં કરી દીધો. બે દુશ્મનને પણ નજીક લાવી દેવાની તાકાત ધરાવતો પુલ ક્યાં અને સગા બે ભાઈઓને પણ એકબીજાથી દૂર કરી દેવાની રાક્ષસી ક્ષમતા ધરાવતી દીવાલ ક્યાં ? શબ્દો આખરે છે શું ? તમારું હૈયું પ્રેમસભર હોય તો તમે એમને ‘પુલ’ નું ગૌરવ પણ આપી શકો અને તમારું કલેજું ઠેકાણે ન હોય તો તમે એમના શિર પર ‘દીવાલ’નું કલંક પણ ઝીંકી દો. ચારેય બાજુ ક્લેશ-કંકાસ-કલહનું જે વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે એ જોતાં એમ લાગે છે કે માણસને દૂર રહેલાને નજીક લાવવામાં એટલો રસ નથી જેટલો રસ નજીક રહેલાને દૂર ધકેલી દેવામાં છે. કરુણતા જ છે ને ? ૫૧ ‘તમારી બાજુમાં રોજ આવીને એક એક કલાક જે બેસી જાય છે ને, એ વ્યક્તિ અંગે મારે તમારી સાથે કેટલીક વાતો કરવી છે' એક સંતની પાસે કોકે આવીને વાત કરી. ‘તમારી વાત હું સાંભળું તો ખરો પણ એ પહેલાં તમને હું જે પૂછું, એના તમારે જવાબ આપવા પડશે' ‘પૂછો ?’ તમે મને જે વાત કરવા માગો છો એ વાત સો ટકા સાચી જ હોવાની નક્કી ?’ ‘એમ તો હું શું કહી શકું ?' ‘એ વાત સારી જ હોવાનું નક્કી ?’ ‘ના' ‘એ વાત મારા માટે કામની ?’ ‘ના’ ‘તો પછી જવાબ આપો. મારે તમારી એ વાત શા માટે સાંભળવી જોઈએ ? તમારે એવી વાત શા માટે મને સંભળાવવી જોઈએ ?' પેલા ભાઈએ ત્યાંથી ચાલતી જ પકડી. માણસ માત્ર જો એટલું જ નક્કી કરી દે ને કે જે વસ્તુ મારા માટે ઉપયોગી નથી એ વસ્તુ મારે વસાવવી નથી. જે વ્યક્તિ મારા માટે કલ્યાણકારી નથી એ વ્યક્તિ સાથે મારે આત્મીય સંબંધ બાંધવા નથી અને જે વાત મારા માટે લાભદાયી નથી એ વાત મારે સાંભળવી નથી તો ય સંખ્યાબંધ કલેશ-સંક્લેશ-કુસંસ્કારો અને કર્મબંધથી પોતાની જાતને ખૂબ આસાનીથી અને સહજતાથી બચાવી શકે ! પણ રે કરુણતા ! જીવનનો મોટા ભાગનો સમય માણસ નિરર્થક, નુક્સાનકારી અને નિર્માલ્ય બાબતોમાં જ વેડફી રહ્યો છે ! પ્રભુ જ એને સત્બુદ્ધિ આપે ! પર Page #27 -------------------------------------------------------------------------- ________________ એક બાબતનું રહસ્ય મને હજી નથી સમજાયું’ ‘શું?' તારે કનુ સાથે બોલાચાલી થઈ ગઈ અને કનુનો ગુસ્સો જ્યારે આસમાને પહોંચ્યો ત્યારે કનુના હાથમાં લાકડી તે પોતે જ પકડાવી દીધી હતી ને? અને એ લાકડી પણ પાછી તારા હાથમાં હતી એ જ તે એને આપી દીધી હતી ને?” કંઈક મેળવવા કંઈક મૂકવું જ પડે છે અથવા તો કંઈક ગુમાવવું જ પડે છે' એ સિદ્ધાંત અંગે તમારું શું માનવું ?' નવરાશની પળોમાં છાપું વાંચી રહેલ પતિને પત્નીએ પૂછ્યું. એ સિદ્ધાંત બરાબર છે” શા પરથી કહો છો?' અનુભવ પરથી’ કયો અનુભવ થયો ?” ‘લગ્નનો’ એટલે?” ‘તું મને ક્યારે મળી? સ્વતંત્રતા મેં મૂકી ત્યારે, અને મારા મનની પ્રસન્નતા ગુમાવી ત્યારે !” પતિએ પત્નીને રોકડો જવાબ આપી દીધો. “કારણ કાંઈ?” મારી પાસે રહેલ લાકડી જ એના હાથમાં પકડાવી દેવી પડે એવી પરિસ્થિતિ સર્જાયેલી હતી.” એટલે?' ‘તને ખ્યાલ નહીં હોય પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે કનુના હાથમાં લોખંડનો સળિયો હતો. જો મેં પોતે મારા હાથમાં રહેલ લાકડી એના હાથમાં ન પકડાવી દીધી હોત તો એના હાથમાં રહેલ લોખંડનો સળિયો સીધો મારા માથા પર આવ્યો હોત !' નટુની આ વાત સાંભળીને મનુ સ્તબ્ધ થઈ ગયો. સ્વીકારવું ન ગમે એવું કડવું સત્ય આ છે કે આ જગતના કોઈ પણ પદાર્થના માલિક બનવા જતાં તમારે જીવનની સ્વતંત્રતા અને મનની પ્રસન્નતાનું બલિદાન દેવું જ પડે છે. બૂટ બહાર મૂકીને વ્યાખ્યાનમાં બેસો કે પૈસા ભરેલું પાકીટ ખીસામાં રાખી ટ્રેનમાં બેસો, ઝવેરાત તિજોરીમાં રાખી મહાબળેશ્વર જાઓ કે છત્રી બહાર મૂકીને મંદિરમાં જાઓ, રૂપવતી પત્નીને ઘરે રાખીને ઑફિસે જાઓ કે મૅનેજરને ઑફિસ સોંપીને વિશ્વયાત્રાએ જાઓ. મગજમાં તનાવ તો રહેવાનો જ. ચિત્તમાં અજંપો તો રહેવાનો જ. મનમાં ડર તો રહેવાનો જ ! કોઈ એ ચીજો આંચકી જશે તો? એ ચીજો સાથે કોઈ અડપલાં કરી બેસશે તો? એ ચીજ સ્વયં મારાથી દૂર થઈ જશે તો? બસ, સંસારની આ જ તો અસારતા છે. એ તમને કદાચ દુનિયાભરનાં સુખો આપી દે પણ નિર્ભયતાનું સુખ આપવાની એનામાં કોઈ જ તાકાત નહીં અને નિર્ભયતાના સુખ વિનાના આ સંસારનાં કોઈ પણ સુખને સુખ કહેવાનો કોઈ અર્થ જ નથી. ધર્મને જીવનમાં પ્રાધાન્ય આપતા માણસ એક જ કારણસર ડરે છે, ધર્મ એ કષ્ટનો, અગવડનો, પ્રતિકૂળતાનો માર્ગ છે. પૈસા ઓછા કર્યા વિના દાન નથી. નિયંત્રણોનો સ્વીકાર કર્યા વિના શીલ નથી, શરીરને તપાવ્યા વિના તપ નથી અને મનને વશમાં રાખ્યા વિના ભાવના નથી. બસ, આ કો ત્રાસરૂપ લાગતા હોવાથી જીવ ધર્મના માર્ગ જોડાવા તત્પર બનતો નથી. પરંતુ, વાસ્તવિકતા એ છે કે જો તમે ધર્મના માર્ગે આવતાં લાકડી જેવાં કષ્ટો વેઠી લેવા તૈયાર નથી તો કર્મો તમારા લમણે લોખંડના સળિયાના માર જેવાં કષ્ટો ઝીંકીને જ રહેવાના છે. પસંદગીનો નિર્ણય આપણે જ કરવાનો છે. પ૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ કૂતુહલવૃત્તિ કોનું નામ? એ યુવકને એવી વિચિત્ર આદત કે જ્યાં ક્યાંય પણ કોઈ બોર્ડ જોવા મળે, એના પરનું લખાણ વાંચ્યા વિના એને ચેન જ ન પડે. એકવાર બન્યું એવું કે એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને એની નજર એક નાનકડી ટેકરી પર લાકડાના થાંભલા પર લટકાવેલા બોર્ડ પર પડી. બોર્ડ પરનું લખાણ વાંચવાનો એણે ખૂબ પ્રયાસ કર્યો પણ અક્ષરો નાના હોવાના કારણે એમાં એને સફળતા ન મળી. એ ટેકરી પર ચડીને બોર્ડ પાસે પહોંચી ગયો. લખાણ વાંચ્યું અને એનું માથું ફાટી ગયું. ‘વાંચવાવાળો પાગલ છે’ આ લખાણ હતું એ બોર્ડ પર. ગુસ્સામાં ને ગુસ્સામાં એ લખાણ ભૂંસીને નવું લખાણ એણે લખી દીધું. લખવાવાળો લલુ છે’ તમે બનાવેલ કવિતાની રચના પર હું એટલો બધો આફરીન પોકારી ગયો છું કે તમે જે માગો તે આપી દેવા તૈયાર છું” રાજાએ કવિને કહ્યું. ‘વચનપાલન કરશો ?” ‘પરીક્ષા કરી જુઓ... એક લાખ સોનામહોર આપી દો’ એક લાખનો આંકડો સાંભળીને રાજા તો સ્તબ્ધ થઈ ગયો. “આટલી બધી?” એક સોનામહોર આપી દો' આટલી ઓછી ?' “એક લાખ સોનામહોર માગી હતી આપની ઉદારતા જોઈને અને એક સોનામહોર અત્યારે માગી રહ્યો છું મારી પાત્રતા જોઈને !' કવિએ જવાબ આપ્યો. રાજાએ એક લાખ સોનામહોર આપી દીધી. દારૂના નશામાં માણસ સીધો ચાલી શકે, કમળાવાળી આંખે માણસ સ્પષ્ટ જોઈ શકે, થોથવાતી જીભે માણસ સ્પષ્ટ બોલી શકે તો ક્રોધના નશામાં માણસ સ્પષ્ટ વિચારી શકે. ક્રોધ કર્યા બાદ પણ પ્રસન્નતા અનુભવી હોય એવો એક પણ પ્રસંગ જિંદગીમાં ન બન્યો હોવા છતાં માણસ કોણ જાણે કેમ પણ ક્રોધ કર્યા જ કરે છે, ક્રોધ કર્યો જ જાય છે. ક્રોધ કરવા માટે જાણે કે તકની રાહ જ જોતો હોય છે ! શું કારણ હશે આની પાછળ, એ જાણવું હોય તો એનાં મુખ્ય કારણ બે છે. નંબર એક : ક્રોધના સેવનકાળમાં પોતે ‘તાકાતવાન' હોવાનો ભ્રમ માણસ મજેથી સેવી શકે છે. નંબર બે : ક્રોધનું સેવન તાત્કાલિક એની અસર નીપજાવે છે. પણ, અસરકારક અનુભવાતો ક્રોધ વિનાશક છે એ સત્ય અસ્થિમજ્જા બનાવી દેજો . ક્રોધ કરી નહીં શકાય. તમે કોઈ ગણિતશને બે બગડા આપી દો. એ ૨ + ૨ =૪ બનાવી દેશે પણ તમે કોઈ સંવેદનશીલ વ્યક્તિને બે બગડા આપી દો, એ ૨૨ બનાવી દેશે. કારણ? ગણિતજ્ઞ પાસે મન છે, બુદ્ધિ છે, ગણતરી છે અને એટલે જ ચાલાકી છે, ચાલબાજી છે. એ બે બગડાને ભેગા રાખી દેવાનું વિચારી શકતો જ નથી જ્યારે સંવેદનશીલ વ્યક્તિ પાસે હૃદય છે, લાગણી છે, આંસુ છે, કલ્પના છે, ભાવના છે, ઊર્મિ છે અને એટલે જ સરળતા છે, સહૃદયતા છે. એ બે બગડા વચ્ચે કોઈ પણ પ્રકારનું વ્યવધાન કે કોઈ પણ પ્રકારનો અંતરાલ ઊભું કરવાનું વિચારી શકતો જ નથી. સાચે જ જીવનને ધન્ય બનાવી દેવું છે? સંસારના ક્ષેત્રમાં બગડા વચ્ચે ભલે કંઈક ને કંઈક મૂકતા રહેજો પણ ધર્મના ક્ષેત્રમાં તો બે બગડાને સાથે જ રાખી દેજો. Page #29 -------------------------------------------------------------------------- ________________ “શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો. તમે મારી યાદમાં શું બનાવશો ?' પત્નીએ પતિને પૂછ્યું. દીવાનખાનામાં તારો ફોટો મૂકીશ' બસ, એટલું જ ?” ‘ફોટા પર હાર ચડાવીશ' “બસ, એટલું જ ’ ‘ઘીનો દીવો કરીશ’ બસ ?' ‘નમસ્કાર કરીશ’ ‘શેના માટે ?’ “મારાથી તારો છુટકારો વહેલો થઈ જવાના આનંદ બદલ' પતિએ જવાબ આપ્યો. નદીના ઉપરના ભાગમાં તમને ભલે ને નિર્મળ પાણીનાં દર્શન થતાં હોય પણ તમે અંદર ઊંડા ઊતરતા ઊતરતા તળિયે પહોંચી જાઓ, તમારા હાથમાં સિવાય કાદવ બીજું કાંઈ જ નહીં આવે. જે સંબંધના કેન્દ્રમાં કેવળ વાસના જ છે, સ્વાર્થપૂર્તિ અને અપેક્ષાપૂર્તિ જ છે એ સંબંધમાં તમે ઊંડા ઊતરતા જાઓ, એ સંબંધમાં તમે સમય જવા દો, એ સંબંધમાં તમે વધુ ને વધુ ઘનિષ્ટતા અને નિકટતા કેવળો, તમને ત્યાં સંઘર્ષ-સંક્લેશ અને સમસ્યાના કાદવ સિવાય બીજું કાંઈ જ અનુભવવા નહીં મળે. સંસાર અસાર છે એનો અર્થ એ નથી કે સંસારમાં બધેય કાદવ જ કાદવ છે. ના. અર્થ એનો આ જ છે. અહીં તમે ચાલતા ચાલતા, ચડતા ચડતા કે ઊતરતા ઊતરતા ક્યાંય પણ પહોંચો. મંજિલે તમને ઉકળાટ, ઉદ્વેગ અને ઉત્તેજના સિવાય બીજું કાંઈ જ અનુભવવા નહીં મળે ! ૫૭ તમને આવતી કાલે હૉસ્પિટલમાંથી રજા આપી દેવાની ગણતરી છે. કારણ કે તમને ધાર્યા કરતાં ઘણો વધારે અને ઘણો ઝડપી સુધારો છે' ડૉક્ટરે ટ્રકનો ઍક્સિડન્ટ થવાથી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને કહ્યું. ‘ડૉક્ટર સાહેબ ! મને ખૂબ ડર લાગે છે’ *ડર ?” પણ....' ‘પણ શેનો ડર લાગે છે ?' ‘ટ્રક અકસ્માતનો’ “એ તો ભૂતકાળ થઈ ગયો. હવે શું છે ?’ ‘ડૉક્ટર સાહેબ, જે ટ્રક મારી સાથે ટકરાઈ ગઈ એ ટ્રકની પાછળ લખ્યું છે કે ‘પિર મિšt' ભૂખ સખત લાગી હોય ભિખારીને અને રાતના આકાશમાં ઊગેલા પૂર્ણિમાના ચાંદમાં ભિખારીને જો રોટલીનાં દર્શન થતાં હોય તો એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. ધનલંપટને રસ્તામાં પડેલા થૂંકના બળખામાં રૂપિયાનાં દર્શન થતાં હોય તો એમાંય આશ્ચર્યા પામવા જેવું કાંઈ નથી. વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરને ટ્રેનમાં ચડી રહેલ દરેક નવા યાત્રિકમાં ટી.સી.નાં દર્શન થતાં હોય તો એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી. કારણ ? વાસ્તવિકતા એ છે કે જે વિષયમાં કે વિચારમાં તમે ઊંડા ઊતરી જાઓ છો એ વિષય કે વિચાર તમારામાં એટલો જ ઊંડો ઊતરી જાય છે. ઊતરવું જ હોય ઊંડા તો પ્રભુમાં અને પ્રભુવચનોના વિચારોમાં જ ઊંડા ઊતરી જાઓ. આ લોક ધન્ય બની જશે, પરલોક સદ્ધર બની જશે. પર Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘તું તો કમાલ કરે છે’ પત્નીને પતિએ પૂછ્યું, ‘કેમ શું થયું?” ચૂંટણીમાં ઉમેદવારી મેં નોંધાવી છે અને પ્રચાર તું એવી રીતે કરી રહી છે કે જાણે તારે જ જીતી જવાનું ન હોય ?' ‘હજી તો હું વધુ જોરશોરથી પ્રચાર કરવાની છું” પાછો તું અહીં આવી ગયો ?' ન્યાયાધીશે ગુનેગાર તરફ આંખ કરડી કરીને પૂછ્યું. ‘u” તને ખ્યાલ છે ખરો, તું અહીં કેટલામી વાર આવ્યો છે?” ‘૨૨ મી વાર’ મેં તને ગઈ વખતે નહોતું કહ્યું કે વારંવાર કોર્ટમાં આવવું પડે એવાં કામો તારે બંધ કરી દેવા જોઈએ!” ‘સર ! કહ્યું હતું? ‘તોય પાછો તું અહીં આવી ચડ્યો?” ‘સર ! એક પ્રશ્ન આપને પૂછું ?” | ‘કારણ?” ‘તમારો વિજય થવો જ જોઈએ.’ ‘પણ મને વિજેતા બનાવવામાં તને આટલો બધો રસ કેમ છે એ મને સમજાતું નથી.’ ‘તમે ચૂંટાઈ જાઓ તો ઘરમાં કમ સે કમ પાંચ વરસ તો શાંતિ રહે!' પત્નીએ જવાબ આપ્યો. પૂછ હું તો અહીં ૨૨ મી વાર આવ્યો છું પણ આપ તો અહીં છેલ્લાં ૨૨ વરસથી રોજ આવી રહ્યા છો એનું શું?” તમે ગુંડાને શાહુકાર બનાવી શકો, દુરાચારીને સદાચારી બનાવી શકો, દુર્જનને સજ્જન બનાવી શકો, વ્યભિચારિણીને સતી બનાવી શકો. ગાંડાને ડાહ્યો બનાવી શકો, મૂર્ખને બુદ્ધિમાન બનાવી શકો, પરંતુ જેની આંખોમાંથી શરમનાં જળ સુકાઈ ગયા છે. એવા બેશરમને તમે ન તો સંસ્કારી બનાવી શકો કે ન તો સજ્જન બનાવી શકો. ન તો સારો બનાવી શકો કે ન તો શાણો બનાવી શકો. સંપત્તિની નુકસાની વેઠવી પડે તો એક વાર વેઠી લેજો. કોક કારણસર તંદુરસ્તીનું બલિદાન દઈ દેવું પડે તો દઈ દેજો . કોક નિમિત્તવશ મિત્ર ગુમાવી દેવો પડે તો ગુમાવી દેજો. કોક ખતરનાક પરિબળ તમને પરિવારથી અલગ થઈ જવા મજબૂર કરી બેસે તો એક વાર એ વિકલ્પમાં સંમત થઈ જજો પણ આંખમાં રહેલ શરમનાં જળને તો ક્યારેય સુકાવા ન દેશો. કારણ કે એ બચેલું રહેશે તો જીવનનાં તમામ મૂલ્યો સુરક્ષિત રહી જશે. શું થઈ ગયું છે આજના યુગના માણસને, એ જ સમજાતું નથી. એને કૂતરા સાથે જામે છે, પોતાની ગાડી સાથે એને ફાવે છે, ફર્નિચર સાથે એ ગોઠવાઈ જાય છે, ટ્રેનની મુસાફરી દરમ્યાન બાજુમાં બેઠેલ અજનબી સાથે જમાવી દેવામાં એને ફાવટ છે. સરકસ જોવા જાય તો જોકર સાથે ય એને ફાવે છે અને પ્રાણી સંગ્રહાલયમાં જાય છે તો સસલા સાથે ય એને જામે છે. પાંજરાપોળમાં જાય છે તો બળદિયા સાથે ય એને ફાવે છે તો હૉસ્પિટલમાં જાય છે તો ગરીબ દર્દી પ્રત્યે ય એના હૈયામાં સ્નેહ ઊભરાય છે. પણ, કોણ જાણે કેમ, એને પોતાના પરિવાર સાથે જ ફાવતું નથી. પપ્પા પાસે એ બેસવા તૈયાર નથી. મમ્મીની તબિયત કેવી છે એ જાણવાની એને દરકાર નથી. પત્નીની શી અપેક્ષા છે એને એ પૂછવા તૈયાર નથી. બાબો શેના વિના ઝૂરી રહ્યો છે એ જાણવાની એને કોઈ તલપ નથી. રે માનવ ! તું પશુજગતથી ય ગયો? પ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ આપ જીવતા છો?” ‘આપને ‘પ્રધાન’ પદે મળ્યાના સમાચાર અમનગરજનોને મળ્યા છે. આપનગરમાં પધારો. અમે “સુવર્ણ'થી આપની તુલા કરવા માગીએ છીએ” એક નગરજને પ્રધાનને ફોન કર્યો. ‘મને અત્યારે સમય નથી’ જવાબ મળ્યો. બે મહિના પછી સમાચાર મળ્યા કે એમને ‘પ્રધાન’ પદેથી હટાવીને “રાજ્યપાલ' પદે બેસાડી દેવામાં આવ્યા છે. “અમે ચાંદી'થી આપની તુલા કરવા માગીએ છીએ. આપ તુર્ત નગરમાં પધારો.' હું ત્રણ મહિના પછી આવી શકીશ’ બે મહિના પછી સમાચાર આવ્યા કે એમને ‘સરપંચ પદે ગોઠવી દેવામાં આવ્યા છે. અમે ‘રૂપિયાથી આપની તુલા કરવા માગીએ છીએ.” ‘અઠવાડિયામાં જ આવું છું” ત્રીજે દિવસે તો સમાચાર આવ્યા કે એમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. એ પોતે સામે ચડીને નગરજનો સમક્ષ આવી ઊભા રહી ગયા. આપ તૈયાર હો તો અમે આપને ‘પસ્તી’થી તોલવા તૈયાર છીએ” એક નગરજને સંભળાવી દીધું. ‘આજના પેપરમાં તમારી પ્રાર્થનાસભા'ની તો જાહેરાત આવી છે એ વાંચીને અમે આપને ત્યાં આવ્યા અને આપ તો બેઠા બેઠા પેપર વાંચી રહ્યા છો. વાત શી છે? બધું બરાબર જ છે' એટલે?” પેપરમાં પ્રાર્થનાસભાની જાહેરાત મેં જ આપી છે !” આપે પોતે જ?” ‘પણ કારણ કાંઈ?” હું જાણવા માગતો હતો કે મારા પર ખરેખર “પ્રેમ” કેટલા લોકોને છે ? તમને બધાયને આટલી વિશાળ સંખ્યામાં હાજર થયેલા જોતા એમ લાગે છે કે જાહેરાતના મેં ખરચેલા પૈસા વસૂલ થઈ ગયા છે” શેઠે હસતા હસતા જવાબ આપ્યો. મીઠાઈનાં વખાણ જો એમાં રહેલ સાકરના કારણે જ થતાં હોય છે, શરીરની શોભાનો બધો જ યશ જો એના પર રહેલ ચામડીના ફાળે જ જતો હોય છે, મુખનું સૌંદર્ય જો આંખને જ આભારી હોય છે, માણસની બોલબાલા જો એની પાસે રહેલ પૈસાના હિસાબે જ થતી હોય છે તો આ સંસારના કોઈ પણ જીવનું ગૌરવ એના પુણ્યના કારણે જ થતું હોય છે. જ્યાં એમાં કડાકો બોલાયો, એ કોડીની કિંમતનો થઈ ગયો. જ્યાં એમાં મંદી આવી, એ પસ્તીનું પ્રતિનિધિત્વ ધરાવતો થઈ ગયો. માનવ ! યાદ રાખજે, તને મોટો બનાવવાનું કામ પુણ્ય કરે છે પણ તું જો મહાન બનવા માગે છે તો ‘ગુણ'ના શરણે ગયા વિના તારા માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. ગાંડામાં અને અહંકારીમાં એટલો જ ફેર હોય છે કે ગાંડાનો ઉપલો માળ ખાલી હોય છે જ્યારે અહંકારીએ પોતાનો ઉપલો માળ ભાડે આપી દીધો હોય છે. ઉપલો માળ, જેનો ખાલી હોય એમાં તો તમે દાખલ થઈ શકો પણ ઉપલો માળ જેણે ભાડે જ આપી દીધો હોય ત્યાં તો તમે કાંઈ જ ન કરી શકો ! તમારે તપાસ કરવી હોય તો કરી લેજો. આ જગત માટે ગાંડાઓ એટલા ઉપદ્રવી નથી બન્યા જેટલા ઉપદ્રવી અહંકારીઓ બન્યા છે. રાવણ, દુર્યોધન, હીટલર, ઈદી અમીન વગેરેના ઉપદ્રવોથી આખું જગત પરિચિત છે. એવા આત્માઓમાં નંબર ન લગાવવો હોય તો અહંકાર સાથે દોસ્તી ક્યારેય કરશો નહીં અને કરી દીધી જ હોય તો વહેલી તકે તોડી નાખ્યા વિના રહેશો નહીં ! Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘દોસ્ત ! એક પ્રશ્ન પૂછું?” પૂછ ને’ ધાર કે તારી પાસે પૈડાનું પૅકેટ આવી ગયું હોય, એમાંથી તું પેડા ખાવાની તૈયારી કરી રહ્યો હોય અને અચાનક હું ત્યાં આવી ચડું તો તું શું કરે ?” ‘તને શું લાગે છે ?” ‘તું મને પેડો ખાવાની “ઓફર’ કરે જ ના, તું ભૂલે છે” ‘તો તું કરે શું?” હું તારા જવાની રાહ જોઉં !” કૃપણે જવાબ આપ્યો.” ૧૦વરસની વયે પિન્ટ પહેલી વાર અડધી ચડ્ડીમાંથી પેન્ટ પહેરવાનો હતો. એણે પેન્ટ પહેરી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે પેન્ટ એક વેંત જેટલું મોટું હતું. એણે મમ્મીને વિનંતિ કરી. મમ્મી, તું એક વેત કાપી આપ ને?” મને સમય નથી” ભાભી ! તમે એક વેંત ઓછું કરી આપો ને?” મને ય સમય નથી કાકી ! તમે આટલું કામ કરી આપશો ?” મને ય ક્યાં સમય છે ?” નિરાશ થઈ ગયેલ પિન્કે રડતા રડતા સૂઈ તો ગયો પણ એના સૂઈ ગયા બાદ એના પર દયા આવી જવાથી મમ્મીએ પેન્ટ એક વેંત ટૂંકું કરી નાખ્યું. મમ્મી બાદ એની ભાભીએ પણ એક વેંત પેન્ટ કાપી નાખ્યું અને ત્યાર બાદ કાકીએ પણ એક વેંત ઓછું કરી નાખ્યું. સવારનાપિન્ટેએ જયારે પેન્ટ પહેરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ પેન્ટ અડધી ચડ્ડીમાં ફેરવાઈ ગયું હતું ! સ્કૂલે જઈ રહેલ બાબાને વૅકેશનમાં મમ્મી ગમે ત્યાં મોકલતી હશે પણ રિસેસમાં ખાવા માટે જ્યારે નાસ્તાનો ડબ્બો તૈયાર કરીને એના દફતરમાં મૂકતી હોય છે ત્યારે બાબા એક સૂચન એ અચૂક કરતી હોય છે કે ડબ્બામાં રહેલ આ નાસ્તો તું એકલો જ ખાજે. બીજા કોઈને ય એમાંથી કાંઈ આપીશ નહીં.” આ જ મમ્મી ઘરમાં જૂના થઈ ગયેલ કપડાંના બદલામાં વાસણ લેતી હોય છે. સાંજ પડ્યે વધેલા દૂધમાં મેળવણ નાખીને દહીં બનાવતી હોય છે તો વધેલ રોટલીના ખાખરા બનાવી દેતી હોય છે. અરે, ફાટી ગયેલ દૂધનો ય માવો બનાવા બેસી જતી હોય છે ! જ્યાં બગડી ગયેલું, જૂનું થઈ ગયેલું, નકામું થઈ ગયેલું કે વધારાનું ય બીજાને આપવાનું મન ન થતું હોય ત્યાં જીવનમાં પરમાર્થનાં કાર્યો કરવાનું મન થતું રહે કે પોતાનાં સુખમાં બીજાનો ભાગ રાખવાની વૃત્તિ જાગતી રહે એવી આશા રાખવી વ્યર્થ જ છે ને? કમાલની છે માણસની મનોવૃત્તિ ! સુખ જ જોઈએ છે એને સહુ પાસેથી અને કોઈને ય સુખ આપવાની એની તૈયારી નથી !! પુણ્ય જ જેનું પરવારી ચૂક્યું હોય છે અને તમે ગમે તેવા અનુકૂળ સંયોગો આપો કે અનુકૂળ સામગ્રીઓ આપો, એને તમે અનુકૂળ વાતાવરણમાં મૂકો કે અનુકૂળ સોબતમાં મૂકો, એને સફળતા નથી જ મળતી તે નથી જ મળતી.. કરુણ વાસ્તવિકતા એ છે કે માણસને પૈસામાં શક્તિનાં દર્શન થાય છે, પુરુષાર્થમાં તાકાતનાં દર્શન થાય છે, પ્રતિષ્ઠામાં શક્તિનાં દર્શન થાય છે; પરંતુ પુણ્યમાં શક્તિ હોવાની બાબતમાં એનું મન કાયમ દ્વિધાગ્રસ્ત જ રહે છે. યાદ રાખજો , આત્યંતર જગતમાં “ગુણ’ વિના જો સરસતા નથી તો બહિર્જગતમાં ‘પુણ્ય' વિના સફળતા નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ પપ્પા! મારો આ સ્કૂલનો ‘રિપોર્ટ' છે. તમે જોઈ લો. એના પર તમારી સહી કરી આપવાની છે. ‘રિપોર્ટમાં છે શું?' ‘તમે જ વાંચી લો ને!” અને બાપે રિપોર્ટ વાંચ્યો. બેટાનાં પરાક્રમો [3] ની પૂરી યશોગાથા [3] એ પુસ્તક જેવડા રિપોર્ટમાં લખાઈ હતી. બાપે એ રિપોર્ટ નીચે પોતાના અંગૂઠાનું નિશાન લગાવી દીધું. પપ્પા! આ તમે શું કર્યું? તમે તો ભણેલા-ગણેલા છો અને છતાં તમારા હસ્તાક્ષરમાં સહી ન કરતા અંગૂઠાનું નિશાન કેમ લગાવ્યું?” ‘તારા જેવા ડફોળ દીકરાનો બાપ ભણેલો-ગણેલો છે એવું હું કોઈને ય જણાવવા માગતો નથી એટલે.” જટાશંકર જિંદગીમાં પ્રથમવાર જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એય પોતાની સાથે ૨૦ કિલોગ્રામ વજનવાળો ઘીનો ડબ્બો લઈને ! ટ્રેનમાં ગિર્દી ઘણી તી. માંડ માંડ પોતે તો અંદર ચડી ગયા પણ હાથમાં રહેલ ઘીના ડબ્બાને ક્યાં મૂકવો એની એમને ચિંતા થવા લાગી. અચાનક એમની નજર ટ્રેનની સાંકળ પર પડી અને પળની ય વાર લગાડ્યા વિના એમણે ઘીનો ડબ્બો સાંકળ પર લટકાવી દીધો. ૨૦કિલોગ્રામ વજનવાળો ડબ્બો સાંકળ પર લટકાતાંની સાથે જ ટ્રેન ઊભી રહી ગઈ. ગાર્ડ ડબ્બામાં આવ્યો. જોયું તો સાંકળ પર ડબ્બો લટકતો હતો. આ ડબ્બો કોનો છે?” મારો’ જટાશંકર ઉવાચ. ‘તમને ખબર છે ખરી કે આ ડબ્બાના વજનથી આખી ટ્રેન ઊભી રહી છે!” તે ઊભી જ રહે ને?” એટલે?’ “એટલે શું? આ ડબ્બામાં જે ઘી છે એ ચોખ્યું છે. ટ્રેન ઊભી ન રહે તો જાય ક્યાં ?” જટાશંકર બોલ્યા. કતલખાનામાં પશુઓ કપાય છે એટલે કતલખાના પ્રત્યે તો મનમાં અણગમાનો ભાવ સહજ જ પેદા થઈ જાય છે; પરંતુ આજની શિક્ષણસંસ્થાઓમાં થઈ રહેલ સંસ્કારશીલ અને આદર્શની જાલિમ અને કારમી કતલ કોઈને ય લગભગ દેખાતી નથી એટલે એના પ્રત્યે અણગમાનો ભાવ તો પેદા થતો નથી પરંતુ દેશ સમસ્તના સુંદર ભાવિનું નિર્માણ ત્યાં જ થઈ રહ્યું હોવાનો બહુજનવર્ગના મનમાં એક જાતનો ભ્રમ ઊભો થઈ ગયો હોવાના કારણે એ સંસ્થાઓ કેમ વધુ ને વધુ ફાલે અને ફૂલે એના પ્રયાસોમાં જ સહુ રાચતા થઈ ગયા છે. - સદુપયોગની બુદ્ધિ ન આવી હોય ત્યાં સુધી બાળકના હાથમાં છરી ન જ અપાય એનો ખ્યાલ સહુને છે પણ સદબુદ્ધિની ગેરહાજરીમાં યુવાનીના હાથમા શક્તિઓ ન જ સોંપાય એની ખબર અહીં કોને છે એ પ્રશ્ન છે. છિદ્ર મળતાં જ પાણી અંદર પ્રવેશી જાય છે એમ કહેવાને બદલે એમ કહો કે ક્યાંય પણ પ્રવેશ મેળવી લેવા પાણી છિદ્રની તપાસમાં નીકળી જાય છે. બસ, આ અહં છે બિલકુલ પાણી જેવો. નિમિત્ત મળતાં એ તગડો બનતો રહે છે એમ નહીં, તગડો બનતો રહેવા એ સતત નિમિત્તની શોધ કરતો જ રહે છે. અને કમાલની વાત તો એ છે કે સહજ બનતા પ્રસંગોને ય અહં પોતાના ખાતે ખતવતો રહીને પોતાના ફુગ્ગા જેવા શરીરને ફુલાવતો જ રહે છે. પણ વિરાટકાય પણ ફુગ્ગો એક નાનકડી ટાંચણી પાસે જેમ કમજોર પુરવાર થાય છે તેમ પુષ્ટ પણ અહંકાર મામૂલી પણ પ્રસંગ સામે નપુંસક પુરવાર થઈ જતો હોય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ‘ફરી પાછો તું જેલમાં આવી ગયો ?' ચોરી?” ‘તમારે દંડ ભરવો પડશે” ‘પણ શેનો ?” અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને તમારી સાઇકલમાં લાઇટ તો છે નહીં. લાઇટ વિના સાયકલ ચલાવવી એ કાનૂની અપરાધ છે.” એક પ્રશ્ન પૂછું?” ‘ના’ બળાત્કાર?” ‘ના’ પૂછો’ ખૂન ?” ‘તો?” “ખોટી સહી કરતા પકડાઈ ગયો એટલે અહીં આવવું પડ્યું ‘પણ તને વાંચતાં-લખતાં તો નહોતું આવડતું ને?” ‘નહોતું જ આવડતું પણ ગયે વખતે જેલમાં આવેલો ને ત્યારે અક્ષરજ્ઞાન શીખીને બહાર ગયેલો. બસ, એ અક્ષરજ્ઞાન જ મને નડ્યું !” ‘રસ્તા પર ચારેય બાજુ લાઇટ જ લાઇટ છે. પછી મારી સાઇકલમાં લાઇટ હોય કે ન હોય, શું ફરક પડે છે? પોલીસે સાઇકલ સવારના આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે એની સાઇકલના ટાયરમાંથી હવા જ કાઢી નાખી.” તમે આ શું કર્યું?' ‘ટાયરમાંથી હવા કાઢી નાખી’ ‘ચારેય બાજુ હવા જ હવા છે ને? તમારી સાઇકલના ટાયરમાં હવા હોય કે ન હોય, શું ફરક પડે છે?” પૉલીસે હસતા હસતા જવાબ આપ્યો. સંસ્કૃત શબ્દ ‘સાક્ષરાઃ' ને તમે ઉલટાવી દો, ‘રાક્ષસાઃ' બની જશે. અતિશયોક્તિ વિના કહેવું હોય તો એમ કહી શકાય કે આજના ‘સાક્ષરો'ને તમે “રાક્ષસો’ કહીને નવાજો તો રાક્ષસો પણ કદાચ કોર્ટમાં જઈને બદનક્ષીનો દાવો માંડી બેસે કે ‘આજના સાક્ષરો જે અંધમતમ કાર્યો કરી રહ્યા છે એવાં અંધમતમ કાર્યો અમારી આખીય રાક્ષસ પરંપરામાં કોઈએ પણ ક્યારેય નથી કર્યા ! પેટમાં રહેલ પોતાના બાળકની ઠંડે કલેજે હત્યા કરી નાખનાર ખૂની માતાઓને અમે ક્યારેય ઇનામોથી નવાજી નથી. કરોડો દર્શકો સમક્ષ પોતાનાં કપડાં ઉતારી રહેલ યુવતીઓને અમે ક્યારેય કરોડો રૂપિયા આપ્યા નથી. માત્ર હૂંડિયામણ મેળવવાની લાલચ લાખો-કરોડો અબોલ પશુઓને કાપી નાખતાં કતલખાનાઓ અમે ક્યારેય ખોલ્યા નથી. આજના સાક્ષરો એ જે પણ હશે તે, રાક્ષસો તો નથી જ !!! ભૂલનો કાં તો બચાવ અને કાં તો પ્રતિકાર, મનનો આ જ તો સ્વભાવ છે. અને આ જ સ્વભાવના કારણે તો માણસે પોતાના જીવનને કલ્પનાતીત હદે ક્ષતિઓથી વ્યાપ્ત બનાવી દીધું છે. કમાલનું આશ્ચર્ય તો એ છે કે ગણિતના દાખલામાં રહી ગયેલ ક્ષતિ સ્વીકારીને સુધારી લેવા માણસ તૈયાર છે. રસ્તો પકડવામાં થઈ ગયેલ ભૂલને સ્વીકારી લેવામાં માણસ વચ્ચે અહંને લાવતો નથી; પરંતુ જીવનમાં ડગલે ને પગલે થતી રહેતી ભૂલોને કબૂલ કરી લેતા ન જાણે માણસ કેટલો બધો ધૂંઆ-ફૂંઆ થઈ જાય છે. યાદ રાખજો, ભૂલનો બચાવ એ ભૂલને બેવડાવવાની જાલિમ બેવકૂફી છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ‘તું રડે છે કેમ ?’ મને શિક્ષકે લાફો માર્યો' ‘તોફાન કર્યું હશે’ ‘ના’ ‘લેસનમાં ગરબડ કરી હશે' ‘ના’ ‘ચાલુ કલાસમાં વાતો કરી હશે’ ‘ના’ ‘તો ?’ ‘કાંઈ જ નહોતું કર્યું” અને તોય તને લાફો માર્યો ?' ‘હા. પાછલી પાટલી પર ચાલુ ક્લાસમાં શાંતિથી સૂઈ ગયો હતો અને શિક્ષકે મને જગાડીને લાફો લગાવી દીધો' ચિન્ટુએ પપ્પાને રડતાં રડતાં જવાબ આપ્યો. ઇમારતની મજબૂતાઈનો આધાર પાયો છે. એ જ જો કાચો છે તો ઇમારતની સ્થિરતા સો ટકા જોખમમાં જ છે. સંપૂર્ણ જીવનની મજબૂતાઈનો આધાર બચપન છે. એ વયમાં બાળકને જો ન મળ્યા સુંદર સંસ્કારો, જો ન મળ્યું સુંદર વાતાવરણ, ન મળ્યું જો સમ્યક્ શિક્ષણ તો એનું આખું જીવન રહી જાય બોદું, બની જાય બેકાર અને ચડી જાય ગલત રવાડે ! હિન્દુસ્તાનના કોઈ પણ શહેર કે ગામડાંમાં તમે ચાલ્યા જાઓ. કોઈ પણ સ્કૂલની મુલાકાત લઈ જુઓ. તમને એક દશ્ય અચૂક જોવા મળશે. શિક્ષકો ગંભીરતાથી અને પ્રસન્નતાથી ભણાવતા નથી. બાળકો આનંદથી અને ઉલ્લાસથી ભણતા નથી. અતિ મહત્ત્વની કહી શકાય એવી ‘બાલ્યવય’ કલ્પનાતીત હદે છેતરાઈ રહી છે, ગુમરાહ બની રહી છે. Fe “બેટા ! એક ખુશખબર’ ‘શું છે ?’ પરીક્ષા નજીક આવે છે ને ?’ ‘ધ’ ‘આ વખતે પરીક્ષામં તું જો પ્રથમ નંબરે પાસ થઈ જઈશ તો હું તને ભેટમાં સ્કૂટર આપીશ.' અને પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બાપને ખબર પડી કે ચિન્ટુ પરીક્ષામાં નાપાસ જ થયો હતો. બેટા ! આ શું ?’ ‘પપ્પા ! હું શું કરું ?’ ‘પણ પરીક્ષા આવતા પહેલાં તું કરતો શું હતો ?’ “પપ્પા ! સ્કૂટર ચલાવવાનું શીખતો હતો.' મનની આ જ તો પ્રકૃતિ છે. એને પરિણામનું જબરદસ્ત આકર્ષણ છે પણ એ પરિણામ સુધી પહોંચાડનાર પ્રક્રિયા પ્રત્યે એ ઘોર ઉદાસીન છે. એને લ્પનાતીત હદે સફળતા ગમે છે પણ જે માર્ગ પર પસાર થયા બાદ જ સફળતા મળે છે એ માર્ગ પર કદમ મૂકવાની બાબતમાં એ કાયમ માટે ગલ્લાં-તલ્લાં જ કર્યા કરતું હોય છે. કહેવું હોય તો એમ કહી શકાય કે સાધના કર્યા વિના જ સિદ્ધિ મેળવી લેવાના અભરખામાં એ રાચતું હોય છે, મૂલ્ય ચૂકવ્યા વિના જ માલ મેળવી લેવાના અરમાનો એ પોતાના પેટમાં સંઘરીને બેઠું હોય છે. આ વૃત્તિનું પરિણામ એ આવે છે કે સફળતા મેળવી લેવા મન ગમે તે રસ્તે, ગમે તેવા માધ્યમે, ગમે તે રીતે, ગમે તે કાર્ય કરી લેવા તૈયાર રહેતું હોય છે. આ મનઃસ્થિતિમાં મૂલ્યપ્રતિષ્ઠા ટકી રહે કે થતી રહે એ શક્ય જ ક્યાં છે? ૩૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘તમારા હાથમાં કાંઈ તકલીફ છે?” ‘ના’ માથું ઠેકાણે નથી ?” ‘ઠેકાણે જ છે” ‘તો પછી...' એક ગુંડો પોતાના ચમચાઓ સમક્ષ બડાઈ હાંકી રહ્યો હતો. ‘તમને ખબર છે એક વાતની ?' કઈ?” મારો જન્મ થયો ત્યારે શું થયું હતું એની !” સાકર વહેંચાઈ હશે’ ‘પેંડા વહેંચાયા હશે’ તમે કાગળ આટલો બધો ધીમે ધીમે કેમ લખો છો?” “એવું છે ને કે મારા બાબાની ઉંમર હજી છ વરસની જ છે. હજી તો એ પહેલી ચોપડીમાં ભણી રહ્યો છે. એકદમ ઝડપથી તો એ કાગળ વાંચી જ કેવી રીતે શકે ? આ કાગળ હું એના પર લખી રહી છું એટલે લખવાની ઝડપ ધીમી રાખી છે' મમ્મીએ જવાબ આપ્યો. ‘તો?” ‘૨૧ તોપો ફૂટી હતી’ નિશાન ચૂકી ગઈ હશે એમ લાગે છે' એક યુવાન આમ બોલીને ઝડપથી ત્યાંથી ભાગી જ ગયો. પ્રશ્નો ઉઠાવવામાં મન હજી ક્યારેક પણ થાતું હશે પણ પ્રશ્નોને ગૂંચવી નાખવાની કુશળતા મન પાસે જેવી છે એવી તો આ જગતમાં કોઈની ય પાસે નથી. તમે ખુદ મન દ્વારા ઊભા કરેલા કુતર્કોના જંગલમાં એવા અટવાઈ જાઓ કે એમાંથી તમે બહાર નીકળી જ ન શકો. તમે પૂછો, ચન્દ્ર શીતળ છે ખરો ? એ તમને સામેથી પૂછશે. ચન્દ્ર તમને રોટલી જેવો હોય એવું નથી લાગતું? તમે પૂછો, સાગર ગંભીર નથી લાગતો ? એ તમને પૂછશે, સાગરનું પાણી ખારું હોય એવું શું તમે ક્યારેય અનુભવ્યું નથી ? ટૂંકમાં, ખૂંખાર ડાકૂ તો ક્યારેક પણ પૉલીસના શરણે આવવા તૈયાર થઈ જાય છે; પરંતુ કુતર્કબાજ મન તો ક્યારેય પોતાની હાર સ્વીકારી લેવા તૈયાર થતું નથી. આવા મનના હાથમાં જીવનની ગાડીનું સ્ટીઅરિંગ વ્હીલ પકડાવી દેતા પહેલાં લાખ વાર વિચાર કરજો. કેટલાક જીવોનાં જીવન એવા હોય છે કે તેઓ મરણ પછી ય અનેકનાં હૈયામાં ‘સ્મરણ' રૂપે જીવતા હોય છે જ્યારે કેટલાક જીવોનાં જીવન એવા હોય છે કે તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન પણ અનેકનાં હૈયામાં ‘કબર” રૂપે જીવતા હોય છે. પોતાના જીવનકાળ દરમ્યાન બની શકે કે પુષ્પ કોકના પગ નીચે કચરાઈ જઈને અકાળે પરલોકની યાત્રા પર નીકળી પડતું હશે કે સાંજ પડ્યે કરમાઈ જઈને સહજ રૂપે જ પરલોકની યાત્રાએ નીકળી જતું હશે પણ તો ય કવિઓની સ્તુતિનો વિષય, ભક્તોના આકર્ષણનો વિષય, પ્રેમીઓની પસંદગીનો વિષય હંમેશ માટે એ પુષ્પ જ રહ્યું છે, નહીં કે લાંબા સમય સુધી જીવતો અને કોઈનાથી ય ન કચરાતો કાંટો ! નક્કી કરજો. જીવનમાં બનશું તો સુવાસ પ્રસરાવતા પુષ્પ જેવા જ બનશું. કોકને માટે પીડારૂપ બનતા કંટક જેવા તો ક્યારેય નહીં બનીએ. ક Page #37 -------------------------------------------------------------------------- ________________ “વગર ટિકિટે મુસાફરી કરવા બદલ તમારે દંડ ભરવો જ પડશે.’ ‘નહીં ભરું’ ‘તો જેલમાં જવું પડશે’ ‘નહીં જાઉ’ “આ ગાડી તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની નથી એ તો તમારા ખ્યાલમાં છે ને ?’ ‘તમને ટ્રેનમાં મુકાયેલ બોર્ડ પરનું લખાણ યાદ તો છે ને ?” ‘શું લખાયું છે ?’ ‘રેલવે એ તમારી પોતાની જ સંપત્તિ છે. છૂટથી એનો ઉપયોગ કરો’ બસ, આ બોર્ડને અનુસારે જ તો મેં ટિકિટ લીધા વિના મુસાફરી કરી છે.’ ભલે ને ગુંડાના હાથમાં એ જ છરી છે કે જે છરીથી ડૉક્ટરે ઑપરેશન થિયેટરમાં ઓછામાં ઓછા ૫૦ દર્દીઓને મોતના મુખમાં હોમાઈ જતા બચાવી લીધા છે; પરંતુ એ જ છરી દ્વારા ગુંડાએ ૫૦ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા. છરી બિચારી શું કરે ? લખાણ ભલે ને તમે એકદમ સરસ કર્યું છે પણ એનું અર્થઘટન કરનારું મન જો વક્ર છે તો એ એવું અર્થઘટન કરી બેસશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય અને આનાથી વિપરીત, મન જો સરળ છે અને સરસ છે તો લખાણ ભલે ને એકવાર વિચિત્ર પણ છે, મન એનું એવું સુંદર અર્થઘટન કરી બેસશે કે તમે ખુદ અચંબામાં પડી જશો. બે જ કામ કરો. નંબર એક ઃ મનને બરાબર સમજી લો. અને નંબર બે : મનને બરાબર સમજી લીધા પછી એને સમ્યક્ સમજ આપી દો. જીવન સલામત રહી જશે. ૭૩ “એક દિવસમાં તે કેટલી ભૂલો કરી છે એનો તને કોઈ ખ્યાલ છે ખરો ?’ નોકરને શેઠે ખખડાવ્યો. ‘ના’ ‘યાદ કરાવું ?’ ‘હા’ ‘લોન્ડ્રીમાંથી કપડાં ન લાવ્યો’ બરાબર’ ‘મારા બૂટ ઠેકાણે ન મૂક્યા' બરાબર’ ‘હવે આજે એક પણ ભૂલ તેં કરી છે તો તારા પગારમાંથી ૧૦ રૂપિયા કાપી લઈશ.’ બરાબર' “અરે, તે મારા પેન્ટના ખીસામાંથી ૫૦૦ રૂપિયા ઉઠાવ્યા ?’ રાતના શેઠે નોકરને ધમકાવ્યો. ‘શેઠ, ભૂલ થઈ ગઈ. ૧૦ રૂપિયા પગારમાંથી કાપી નાખો’ નોકરે હસતાં હસતાં જવાબ આપ્યો. દૂધમાં નાખો તમે મેળવણ, એ દહીંમાં રૂપાંતરિત થઈ જાય. દૂધમાં નાખો તમે પાણી, એ પાતળું બની જાય, દૂધમાં તમે નાખો લીંબુનાં ટીપાં, એ ફાટી જાય. સ, મન બિલકુલ આ દૂધ જેવું છે. એને જામી જતાં પણ વાર નહીં તો ફાટી જતાં પણ વાર નહીં. અર્થનો અનર્થ કરતાં પણ એને વાર નહીં અને અનર્થનું અર્થમાં રૂપાંતરણ કરતાં પણ એને વાર નહીં. એ સીધું બોલેલાનું ઊંધું ય કરી બતાવે તો ઊંધું બોલેલાનું સીધું ય કરી બતાવે. આવા અતિ વિચિત્ર, વિષમ અને વિશિષ્ટ મન સાથે સાચવીને કામ લેતાં જેને ન આવડે એ રાક્ષસ પણ બની જાય અને કામ લેતાં આવડે એ પરમાત્મા પણ બની જાય ! ૭૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ખૂન કરવા બદલ ફાંસીની સજા પામેલ કેદીને વીજળીની ખુરશીમાં બેસાડીને યમસદન પહોંચાડવો એવો ન્યાયાધીશે ચુકાદો આપ્યો હોવાના કારણે છેલ્લે દિવસે એને વિજળીવાળી ખુરશીમાં બેસાડી જલ્લાદે પૂછ્યું, “બોલ, તારી કોઈ ઇચ્છા છે ?” બહેન ! તમે અડધા કલાકથી ફોન આગળ ઊભા રહીને ટેલિફોન ડિરેક્ટરીનાં પાનાંઓ ફેરવ્યા કરો છો. તમારે કોનો નંબર જોઈએ છે?' કોઈનો ય નહીં* ‘ફોન કોને કરવો છે?” “કોઈને ય નહીં’ તો પછી અહીં શું કરો છો?” એ તો એવું છે ને કે મારે મારા બાબાનું નામ પાડવુ છે. કુંભરાશિ અથવા તો કન્યા રાશિ પર નામ આવે છે. ટેલિફોન ડિરેક્ટરીનાં પાનાંઓ હું એટલા માટે ફેરવી રહી છું કે બાબા માટે કદાચ કોક સારું નામ મળી જાય’ બહેને જવાબ આપ્યો. “શું ?' ‘મને ડર ખૂબ લાગે છે' “હું કરી શકું?” ‘તમે વીજળીનો પ્રવાહ ખુરશીમાં વહેવડાવવાનું ચાલુ કરો ત્યારે કાં તો ખુરશીમાં મારી સાથે બેસી જાઓ અને કાં તો મારો હાથ પકડી રાખો' કેદીએ જલ્લાદને પોતાના મનની વાત કરી. બધીય નદીઓ ગમે તેટલી અલગ અલગ દિશાઓમાં વહેતી ભલે ને દેખાતી હોય, આખરે તો એ સાગરમાં જ વિલીન થઈ જતી હોય છે. ધનલંપટ પાસે વાતોના વિષયો ભલેને જાતજાતના હોય છે, એ વાતો છેલ્લે તો પૈસા આગળ આવીને જ અટકી જતી હોય છે. વાસનાલંપટ વાતો ભલે ને કદાચ પ્રભુની કરતો હોય છે, એનું અંતઃકરણ તો સ્ત્રીશરીરની આસપાસ જ ઘૂમતું હોય છે. બસ, એ જ ન્યાયે માણસ ભલે ને આજીવિકાના ભયથી ઘેરાયેલો લાગતો હોય કે અપયશના ભયથી થરથરતો હોય. અકસ્માત થવાનો ભય ભલે ને એને સતાવતો હોય કે રોગનો ભય ભલે ને એને ધ્રુજાવતો હોય, એ તમામ ભયોના કેન્દ્રમાં એક જ ભય હોય છે. અને એ છે મોતનો ભય ! એને કોઈ પણ ભોગે મરવું નથી અને હકીકત એ છે કે લાખ પ્રયાસો પછી ય મોત અને ભરખી ગયા વિના રહેતું નથી. ચીજ તમે ભલે ને દરેક વ્યક્તિ સમક્ષ એક જ લાવીને મૂકી દો પણ દરેક વ્યક્તિ પોતપોતાની રુચિ પ્રમાણે જ એનું દર્શન કરીને એની સાથે એ રીતનો વ્યવહાર કરશે. જે પ્રભુની પ્રતિમા માટે ભક્ત લાખો રૂપિયા ખરચી દેતો હોય છે એ જ પ્રતિમાના નિર્માણ પેટે હજારો રૂપિયા મળી જતાં કારીગર તૃપ્ત થઈ જતો હોય છે તો રોજ એ પ્રભુની પૂજા કરવાનું સદ્ભાગ્ય જેને સાંપડતું હોય છે એ પૂજારી માત્ર એ પૂજા પેટે એકબે હજારનો પગાર મળી જતાં આનંદિત થઈ જતો હોય છે. અરે, નાસ્તિક શિરોમણીને એ પ્રભુ પ્રતિમામાં ચટણી વાટવાના પથ્થરનાં દર્શન થતાં હોય અને એના કારણે એ મંદિર નિર્માણ પાછળ થતા સંપત્તિના સવ્યયને ‘ઘોર દુર્થય' માનતો હોય એ ય શક્ય છે. એક જ કામ કરવા જેવું છે. સત્યદર્શન, સ્નેહદર્શન અને આગળ વધીને સમ્યફદર્શન કરી શકીએ એવી દૃષ્ટિના સ્વામી બની જઈએ. રાગ-દ્વેષની માત્રામાં કડાકો બોલાતો જ રહેશે. ou Page #39 -------------------------------------------------------------------------- ________________ ‘તમારા બાથરૂમમાં તમે ત્રણ ટબ રાખ્યા છે?” દુનિયામાં મારો વટ પડી જાય એવું મારે કંઈક કરી બતાવવું છે. તારી પાસે કોઈ વિકલ્પ ખરો?' છે ને?” કારણ?” એક ટબ ગરમ પાણીનું ‘ફાવશે?” ‘ઠંડા પાણીનું અને ત્રીજું ?” જેને બાથરૂમમાં જવું હોય પણ નહાવું ન હોય એને માટે !” ‘તો એક કામ કર. તું હાથી પર ચડીને શીર્ષાસન કર’ ‘હાથી પર શીર્ષાસન ?” ‘હ્ય' પછી?” ‘એનો ફોટો પડાવ’ “પછી?' એ ફોટાને ઊંધો કરીને તું જુદા જુદા પેપરોમાં અને મેગેઝીનોમાં મોકલાવી દે. “એનાથી શું થશે ?” બધાયને એમ લાગશે કે તે માથા પર હાથીને ઊંચક્યો છે.” ગરીબ અને શ્રીમંતની વ્યાખ્યા પૂર્વના કાળે ગમે તે હશે તે, આજના કાળે એક જ વ્યાખ્યા અમલમાં છે. જેની પાસે જરૂરિયાતથી વધારાનું કાંઈ જ નથી એ ગરીબ અને જેના ઘરમાં, જીવનમાં અને મનમાં પાર વિનાનાખ બિનજરૂરીની પ્રતિષ્ઠા, પ્રવેશ અને પધરામણી થઈ ચૂકી છે એ શ્રીમંત. તમે એક વાતની નોંધ ન કરી હોય તો કરી જોજો. ગરીબને ત્યાં કોક જમવા જાય છે તો ‘શું જમી આવ્યો’ એની નોંધ એના મનમાં હોય છે જ્યારે શ્રીમંતને ત્યાં યોજાયેલ લગ્નાદિ પ્રસંગના જમણવારમાં કોઈ જમવા જાય છે તો થાળી કેટલાની છે” એની જ પૃચ્છામાં એ અટવાયેલ હોય છે. અરે, ગરીબના ઘરમાં જનારની નજર ‘ગરીબ' તરફ જ હોય છે. જ્યારે શ્રીમંતના ઘરમાં જનારની જબાન ‘શ્રીમંતના ઘરમાં શું-શું હતું' એના વર્ણનમાં જ વ્યસ્ત રહેતી હોય છે. વાસ્તવિકતા આ હોવા છતાં સહુને સંપત્તિ ક્ષેત્રે જ શ્રીમંત બનવું છે પછી ભલે એ શ્રીમંતાઈ પ્રાપ્ત કરવા જતાં મન ક્ષેત્રે સાવ જ ભિખારી બની જવું પડતું હોય અને મનમાં એ ભિખારીપણાના હિસાબે મરણ અને પરલોક બંને ય બગડી જતાં હોય અને બરબાદ થઈ જતા હોય ! અહંકારને બે જ બાબતમાં રસ હોય છે. કાં તો વાહક બનવું અને કાં તો વિશિષ્ટ બનવું. તમે એને વિશુદ્ધ બનવાની વાત કરો. એ તુર્ત જ છંછેડાઈ જશે અને તમારાથી મોઢું ફેરવી લેશે. પણ, અહંકારનું મૂળ પોત તો હવાથી ફુલાયેલ ફુગ્ગાનું છે. ફુગ્ગો ભલે ને ગમે તેટલો મોટો દેખાતો હોય, સોયની એક જ નાનકડી અણી એને અડે છે અને એનું ૐ નમઃ શિવાય થઈ જાય છે. સાચે જ પ્રાપ્ત થયેલ ઉત્તમ જીવનને જીતી જવું છે ? વિશુદ્ધ બનવાના પ્રયાસમાં લાગી જાઓ. ઍટમબૉમ્બ પણ તમને કાંઈ કરી નહીં શકે ! ૭૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘વકીલ સાહેબ, એક વિનંતિ છે” આજે આ શું માંડ્યું છે?” પત્નીને પતિને પડ્યું કેમ શું થયું?” આ નવાં કપડાં કેમ પહેર્યા છે ?' બહાર જવું છે? પણ ક્યાં ?” ‘ગાડીના પાટા પાસે’ કામ?' ‘આપઘાત કરવો છે” આપઘાત?” મારા ગુના બદલ મને તમે ફાંસીની સજા ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જનમટીપની સજા હું ભોગવી લઈશ પણ ફાંસીની સજા તો હું સાંભળી જ નહીં શકું.’ “સારું અને ન્યાયાધીશે કેદીને જ્યારે જનમટીપની સજાનો ચુકાદો સંભળાવ્યો ત્યારે એ કેદીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. કોર્ટની બહાર નીકળ્યા બાદ કેદીએ વકીલને પૂછ્યું, જનમટીપની સજા કરાવતા આપને મુશ્કેલી...” ખૂબ પડી એમ?' હા. ન્યાયાધીશ તો તને નિર્દોષ જ છોડી મૂકવાના હતા પણ તારો પોતાનો જ જનમટીપની સજાનો આગ્રહ હતો એટલે એ બાબતમાં ન્યાયાધીશને સંમત કરતા મને ખૂબ મુશ્કેલી પડી’ વકીલે જવાબ આપ્યો. મરી જવું છે તો જૂનાં કપડાં પહેરીને નથી જઈ શકાતું?” પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. આગને તો લાકડા આપવામાં આવે છે ત્યારે જ એ પ્રગટતી હોય છે; પરંતુ સંબંધમાં કડવાશ વ્યાપ્યા બાદ અંતરમાં સાચી વ્યક્તિ પ્રત્યે અણગમાની જે આગ પ્રગટી જાય છે એ આગ તો નિમિત્ત ન હોય એને ય નિમિત્ત બનાવીને સતત પ્રજ્વલિત જ રહ્યા કરે છે. વીતેલા ભૂતકાળને તપાસવો હોય તો તપાસી જજો. એકાદ વખતનો જ નહીં, અનેક વખતના એવા અનુભવો તમારી આંખ સામે આવી જશે કે જે અનુભવોમાં તમને તમારા અંતરમાં કોક ચોક્કસ વ્યક્તિ પ્રત્યે પ્રગટી ગયેલ અણગમાની આગને તમે પોતે સામે ચડીને જ પ્રગટેલી રાખી હોવાનું દેખાશે. મૈત્રી સર્વ જીવો પ્રત્યે’ અને ‘ક્ષમાપના સર્વ જીવો સાથે ” આ બે સૂત્રોને સાચા અર્થમાં અંતરમાં અને જીવનમાં જીવતા કરી દેવામાં આપણે જો સફળ બનીએ તો જ અંતરને અણગમાની આગથી બિનસ્પર્શલું રાખી શકીએ ! ગૅક્ટરને દર્દીમાં “માણસ'નાં દર્શન થતાં હોય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ માણસને બદલે જ્યારથી એને “ગ્રાહક'નાં દર્શન થવા લાગે છે ત્યારથી એના હૃદયમાં બેઠેલો શેતાન બહાર આવીને એના જીવનને રફેદફે કરી નાખતો હોય છે. આજના અર્થપ્રધાન યુગમાં બધાં જ ક્ષેત્રોમાં આ જ હકીકત અમલમાં આવવા લાગી છે. “માણસ'નાં દર્શન બંધ થઈ ગયા છે, ‘ગ્રાહક'નાં દર્શન ચાલુ થઈ ગયા છે. અને એનું જ આ દુષ્પરિણામ આવી રહ્યું છે કે સહુ એકબીજાને ગજા પ્રમાણે અને કદ પ્રમાણે વેતરી રહ્યા છે ! 2. Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘કેમ રહ્યું આજે સ્કૂલમાં ?' ‘મોટાભાઈ, શિક્ષકને મેં દાખલા બતાવ્યા તો એ એકદમ ધૂવાં-પૂંવા થઈ ગયા.’ પછી ?' ‘મને મારવા હાથમાં ફૂટ પણ લઈ લીધું’ ‘માર્યું?’ ના’ ‘કેમ?’ મેં એમને સાચું કહી દીધું કે આ દાખલા તો મને મારા મોટાભાઈએ કરાવ્યા છે. બસ, એમણે હાથમાં રહેલ ફૂટ નીચે મૂકી દીધું.’ ‘કાંઈ કહ્યું ?’ ‘હા. એટલું જ બોલ્યા કે તારા મોટાભાઈની ભૂલ બદલ તને સજા કરવાનો કોઈ અર્થ રહેતો નથી !' શિક્ષણમાં આજે અભ્યાસ એવો દાખલ કરી દેવામાં આવ્યો છે કે દીકરો જે ભણે છે એ બાપને આવડતું નથી અને દીકરી જે ભણે છે એ માને આવડતું નથી. અરે, શિક્ષકો શું ભણાવી રહ્યા છે એ કદાચ વિદ્યાર્થીઓને સમજાતું નથી અને વિદ્યાર્થીઓ શું ભણી રહ્યા છે એ જાણવાની શિક્ષકોને કોઈ તાલાવેલી નથી. સરકાર કરોડો-અબજો રૂપિયા શિક્ષણ પાછળ ખરચી રહી છે. મા-બાપ હજારોલાખો રૂપિયા દીકરા-દીકરીઓનાં શિક્ષણ પાછળ ખરચી રહ્યા છે અને યુવક-યુવતીઓ પોતાના જીવનના અતિ કીમતી કહી શકાય એવા સેંકડો કલાકો શિક્ષણ પાછળ આપી રહ્યા છે. એ પછી ય આજે શિક્ષણનું જે પરિણામ આવી રહ્યું છે એનાથી કોઈને ય સંતોષ નથી. શાસકોને પણ નહીં, મા-બાપોને પણ નહીં અને ખુદ વિદ્યાર્થીઓને પણ નહીં ! અને છતાં આ વ્યવસ્થામાં બદલાવ લાવવાનું કોઈ વિચારતા પણ નથી. કરુણતા જ છે ને! ૧ ‘કૂતરા પાસેથી શું શીખવા મળે ?’ ‘વફાદારી’ ‘કોયલ પાસેથી ?’ ‘મીઠું બોલો’ ‘કબૂતર પાસેથી ?’ ‘ભોળા રહો’ ‘મોર પાસેથી ?’ ‘નૃત્ય કરો’ ‘અને મધમાખી પાસેથી ?' ‘તમને કોઈ અડવા આવે તો એને ડંખ મારો' એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો. શબ્દો ગમે તેટલા સારા ભલે ને છે, એનું અર્થઘટન તો માણસ પોતાની રીતે જ કરવાનો છે ને ? પરિચયમાં આવનાર વ્યક્તિ ભલે ને એકદમ સજ્જન છે. માણસ એની સાથે વ્યવહાર તો પોતાની માનસિક સ્થિતિના આધારે જ કરવાનો છે ને ? આંખ સામે પ્રતિમા ભલે ને પરમાત્માની ગોઠવાઈ ગઈ છે, માણસ દર્શન તો પોતાની માન્યતાના આધારે જ કરવાનો છે ને ? મુશ્કેલી આજના કાળે આ જ સર્જાઈ છે. મંદિરોનાં સર્જન થતાં રહે છે તો વિકૃત બુદ્ધિવાળાઓ બુમરાણ મચાવે છે કે ‘આજના કાળે મંદિરોની જરૂર જ નથી' અને થિયેટરોમાં, મેગેઝીનોમાં અને વર્તમાનપત્રોમાં ખડકાઈ રહેલ અશ્લીલતા સામે કોઈ સજ્જન કે સંત અવાજ ઉઠાવે છે તો એમને આ સડેલા ભેજાઓવાળા સલાહ આપે છે કે ‘શ્લીલ-અશ્લીલ જેવું કાંઈ છે જ નહીં, જે છે એ બધું ય તમારી દૃષ્ટિમાં જ છે !’ પ્રભુની પ્રતિમામાં ‘પથ્થર’નાં દર્શન કરતી એ લોકોની આંખો અર્ધ નગ્ન યુવતીની તસવીરમાં પોતાની ‘માતા’નાં દર્શન કરતી હશે, એમ ? ૮૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ મમ્મી ! ભગવાન ક્યાં રહે ?' બધે જ ઘરમાં?' ‘બાથરૂમમાં ?” ‘હા’ ‘દીવાનખાનામાં ?” બે મિત્રો હતા. એકની ચામડીનો રંગ ગોરો હતો જ્યારે બીજાની ચામડીનો રંગ કાળો હતો. ગોરો વાતવાતમાં કાળિયાનું અપમાન કરતો રહેતો હતો. ‘મારી સામે આકર્ષિત કોણ નથી થતું એ જો પ્રશ્ન છે તો તારી સામે જોવા કોણ તૈયાર થાય છે એ ય પ્રશ્ન છે.' કાળિયાને એમ લાગ્યું કે એકવાર તો આ ગોરિયાને એનું સ્થાન બતાવી દેવું જ પડશે. અને એ મોકો એક વાર આવી જ ગયો. ગોરિયો કાળિયાની મશ્કરી કરી રહ્યો હતો અને એ વખતે કાળિયાએ ગોરિયાને કહ્યું. એક વાત કરું?’ મારા શરીરના રંગનો એક અંશ પણ તારા મુખ પર આવી જાય તો તારું ગૌરવ વધી જાય એ તો સાચી વાત ને?' મારા પેટમાં?” ‘તો મમ્મી, તું સાંભળી લે. પેટમાં રહેલ ભગવાન ચૉકલેટ માગી રહ્યા છે” બાબાએ મમ્મીને કહ્યું. અને તારા શરીરના રંગનો એક અંશ પણ મારા મુખ પર આવી જાય તો મારું ગૌરવ ઘટી જાય એ વાત પણ સાચી જ છે ને?” કાળિયાની આ વાત સાંભળીને ગોરિયો મૌન થઈ ગયો. સ્વાર્થપુષ્ટિ' માટેની હોશિયારી આ જગતમાં કોની પાસે નથી હોતી એ પ્રશ્ન છે. દુષ્કાળ પડે છે, ઘાસનો વેપારી આનંદમાં આવી જાય છે. વાતાવરણમાં સુકાળ હોય છે, ખેડૂત રાજીનો રેડ થઈ જાય છે. ચોમાસાની ઋતુ આવે છે, ડૉક્ટરોને એનામાં ‘સિઝન'નાં દર્શન થાય છે. બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે, શસ્ત્રોના સોદાગરોને એમાં ‘મલાઈ'નાં દર્શન થાય છે. અણગમતી પત્નીનું મોત થઈ જાય છે, પતિદેવને દિવાળી લાગે છે. ગમતી પત્ની મરી જાય છે, પતિદેવ હોળીની વેદના અનુભવે છે. સંસાર પ્રતિકૂળ છે, યોગી પ્રસન્ન થઈ જાય છે. સંસાર અનુકૂળ રહે છે, ભોગી પાગલ પાગલ બની જાય છે. અંધકાર થઈ જાય છે, ચોર મનમાં ને મનમાં મલકાય છે. પ્રકાશ થઈ જાય છે, વેપારી આનંદમાં આવી જાય છે. કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં ‘સ્વ' સિવાય અને ‘સ્વાર્થ' સિવાય કોઈને કોઈના ય પર પ્રીતિ નથી. સાગર ગંભીર છે તો ખારો પણ છે. નદી મીઠી છે તો છીછરી પણ છે. કોયલ મધુરકંઠી છે તો કાળી પણ છે. સૂર્ય ગરમ છે તો પ્રકાશક પણ છે. ગંગોત્રી નિર્મળ છે તો નાની પણ છે. ગંગા વિરાટ છે તો ગંદી પણ છે. મેઘધનુષ્ય આકર્ષક છે તો ક્ષણભંગુર પણ છે. સર્પ ખતરનાક છે તો એની ચામડી લીસી પણ છે. છોડ પર ગુલાબ છે તો સાથે કાંટા પણ છે. લીમડો કડવો છે તો ગુણકારી પણ છે. બસ, એ જ ન્યાયે સજ્જનમાં એકાદ દોષ પણ છે તો દુર્જનમાં એકાદ ગુણ પણ છે. અહીં કોઈએ અહંકારી બનવા જેવું પણ નથી તો લઘુતાગ્રંથિના શિકાર બનવા જેવું પણ નથી ! Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘બેટા ! મારી એક વાત સાંભળીશ ?’ ‘બોલો’ ‘બિલ ગેટ્સનું નામ તો...’ ‘મેં સાંભળ્યું છે’ ‘તારી ઉંમરે એ પરીક્ષામાં.’ પ્રથમ નંબરે પાસ થતો હતો એ જ કહેવું છે ને તમારે ?’ ‘હા’ પપ્પા ! મારી એક વાત સાંભળશો ?’ ‘બોલ’ નું નામ તો તમે...' હિટલરનું ન ‘સાંભળ્યું છે’ ‘તમારી ઉંમરે એ....’ ‘શું કર્યું હતું ?’ ‘તમને ખબર નથી ?' ‘ના’ ‘આપઘાત કરી લીધો હતો !' હા. આ એ યુગ ચાલે છે જ્યાં સમર્પણને ‘ગુલામી’નું લેબલ મળી રહ્યું છે અને સ્વચ્છંદતાને ‘સ્વતંત્રતા’નું ગૌરવ મળી રહ્યું છે. અહીં નિર્મળ શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા'ની ગાળ દેવાઈ રહી છે અને કુતર્કને ‘હોશિયારી’નું બિરુદ મળી રહ્યું છે. અહીં પવિત્રતમ મર્યાદા ‘બંધન’ના નામે વગોવાઈ રહી છે અને ‘સૌંદર્ય'નું બિરૂદ પામીને સ્વેચ્છાચાર મર્દાનગીપૂર્વક સર્વત્ર સત્કાર પામી રહ્યો છે. કલ્પના કરો. ઝેરને અમૃતનું ગૌરવ મળી જાય અને હીરાને ‘કાચના ટુકડા’ની ઓળખ મળી જાય એ કાળમાં સજ્જનોને અને શિષ્ટ પુરુષોને પ્રસન્નતાપૂર્વક જીવવું કેટલું બધું કપરું બની રહેતું હશે ! ૫ “પપ્પા ! એક પ્રશ્ન છે’ ‘પૂછ’ સ્કૂલમાં આજે શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો છે. આવતી કાલે મારે એનો જવાબ આપવાનો છે.’ ‘શું પૂછ્યું છે ?’ ‘તમને આવડશે ?’ ‘પહેલાં પ્રશ્ન તો કહે’ ‘હિમાલય છે ક્યાં ?’ ‘હિમાલય?’ ‘હા’ ‘તારી મમ્મીને પૂછી જો. કઈ ચીજ ક્યાં હોય છે એની ખબર એને જ હોય છે.’ પપ્પાએ જવાબ આપ્યો. ગતિ જેટલી તીવ્ર હોય છે, વસ્તુનું દર્શન એટલું સ્પષ્ટ થતું નથી એમ કહેવાય છે. લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારને હજી ટ્રેનની બંને બાજુ ઊગેલાં ઝાડ-પાન વ્યવસ્થિત દેખાતા હશે પણ ફ્રન્ટિયરમાં મુસાફરી કરનારને ? રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરનારને ? હેલિકૉપ્ટરમાં ઊડનારને ? વિમાનમાં જનારને ? રૉકેટમાં બેસનારને ? ઉત્તરોત્તર આજુબાજુનું કાં તો અસ્પષ્ટ દેખાય છે અને કાં તો દેખાતું સર્વથા બંધ થઈ જાય છે. આ આખો ય યુગ ‘ગતિ'નો યુગ છે. અહીં ‘સ્થિરતા'નું કોઈ મૂલ્ય નથી કે ‘સ્થિરતા’નું કોઈ ગૌરવ નથી. પૈસા કમાઈ લેવા છે ને ? તમામ તાકાતને કામે લગાડીને દોડો. ભોગો ભોગવી લેવા છે ને ? દવાઓ ખાઈ-ખાઈને ય શરીરને સાંઢ જેવું બનાવેલું રાખો. દુનિયામાં નામ કમાઈ લેવું છે ને ? મા-બાપ, પત્ની-પુત્ર યાવત્ શરીરની પણ ઉપેક્ષા કરીને ભાગતા રહો. આ સ્થિતિમાં ‘હિમાલય'ની તો શી, પણ પોતાની ‘પેન’ ક્યાં છે, એની જાણકારી ય માણસને ન હોય તો આશ્ચર્ય ન થાય ! Page #44 -------------------------------------------------------------------------- ________________ ‘ફિલ્મ કેવી લાગી ?’ ‘તમારે કેમ પૂછવું પડ્યું ?’ ‘આ ફિલ્મની ઢબ મેં નક્કી કરી છે' ‘એટલે ?” પટકથા મેં લખી છે’ ‘તમારે એક ફેરફાર કરવા જેવો હતો’ ‘કયો ?’ ‘ફિલ્મમાં હીરો વિલનને ચાકુ મારે છે એના બદલે બૉમ્બ ફેંકતો બતાવવાની જરૂર હતી’ ‘કારણ ?’ *કમ સે કમ દર્શકો જાગતા તો રહેત !' ‘મનોરંજન’ના નામે આજે ટી.વી.માં જે દર્શાવાઈ રહ્યું છે અને થિયેટરમાં જે પીરસાઈ રહ્યું છે, મેગેઝીનોમાં જે બતાવાઈ રહ્યું છે અને સમાચારપત્રોમાં જે છપાઈ રહ્યું છે એ તમામ અંગે કહેવું હોય તો એમ કહી શકાય કે દરમાં છેક ઊંડે રહેલા સર્પને મોરલીનો અવાજ કરવા દ્વારા બહાર પ્રગટીકરણની ગંદી ચાલબાજી ચાલી રહી છે. મોરલીનો અવાજ સાંભળવા ન મળ્યો હોત તો સર્પ કદાચ બહાર આવત જ નહીં પણ સર્પને બહાર લાવીને એને જો ખતમ જ કરી નાખવો છે તો એને મોરલીનો અવાજ સંભળાવવો અનિવાર્ય જ છે. બસ, આખી ને આખી પ્રજાને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરવી છે ને ? સુસંસ્કારોથી નષ્ટ કરવી છે ને ? શરમના ક્ષેત્રે એને ધૃષ્ટ બનાવી દેવી છે ને ? એક જ કામ કરો. એક એક વ્યક્તિમાં સુષુપ્ત પડેલા કુસંસ્કારોના સર્પો સહજરૂપે બહાર આવવા લાગે એવાં કુનિમિત્તોના મોરલીના સૂર એમને સંભળાવતા રહો. પરિણામ એનું આજે આંખ સામે જ છે. ૮૩ કનુ સ્કૂલે જવા નીકળ્યો અને સામેથી સાંઢને પોતાના તરફ દોડતો આવી રહ્યો જોયો. એ ડરી ગયો. એણે ય દોટ લગાવી તો ખરી પણ એને દોડતો જોઈને સાંઢ વધુ ઝડપથી એની પાછળ દોડવા લાગ્યો. ય કનુને લાગ્યું કે હવે બચવા માટે કંઈક કરવું જ પડશે. રસ્તાની એક બાજુ એણે ખાડો જોયો અને એ ખાડામાં કૂદી પડ્યો. સાંઢ જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો પણ બે જ મિનિટમાં કનુ ખાડામાંથી બહાર આવ્યો. એને જોતા વેંત સાંઢે કનુ તરફ દોટ લગાવી. કનુ પુનઃ ખાડામાં કૂછ્યો. બે મિનિટમાં જ બહાર આવ્યો ત્યાં પુનઃ સાંઢ એના તરફ દોડ્યો. થોડેક દૂર ઊભેલા કનુને મનુએ કહ્યું, “સાંઢ બહાર જ ઊભો છે તો પછી ખાડામાંથી જલદી બહાર શું કામ નીકળી જાય છે ?’ ‘હું શું કરું પણ ? કારણ કે ખાડામાં અલ્સેશિયન કૂતરો બેઠો છે !’ કનુએ જવાબ આપ્યો. હા. સંસારનું આ જ તો સ્વરૂપ છે. પત્નીની બેવફાઈથી ત્રાસીને તમે પુત્રના શરણે જાઓ છો તો પુત્ર ઉદ્ધત નીકળે છે. વેપારીની બદમાશીથી થાકી જઈને તમે જો નોકરીએ લાગી જાઓ છો તો શેઠ હરામખોર નીકળે છે. મેલેરિયાના તાવથી છૂટવા તમે ગોળીના શરણે જાઓ છો તો એ ગોળી એની આડઅસરમાં તમારા શરીરને તોડી નાખે છે. ભોજન મળે છે તો પાણી નથી મળતું અને પાણી મળે છે તો સરબત નથી મળતું. સરબત મળે છે તો સરબતમાં સાકર ગાયબ હોય છે અને સાકર હાજર હોય છે તો જીભ કડવી હોય છે. સાગર ! તારું પ્રત્યેક બુંદ ખારું. સંસાર ! તારું પ્રત્યેક ક્ષેત્ર દુઃખભર્યું ! દર Page #45 -------------------------------------------------------------------------- ________________ “તમે રાહતકાર્યના ફંડમાં રકમ લખાવી ?' ‘ના’ ‘એક પણ રૂપિયો નહીં ?’ ‘ના’ ‘તમારી આર્થિક સ્થિતિ સારી હોવા છતાં ય નહીં ?’ ‘ના’ ‘કારણ કાંઈ ?’ ‘સાંભળી શકશો ?’ જરૂર’ ‘રાહતકાર્યમાં તમે કાંઈ પણ રકમ લખાવો. પચાસ ટકા જેટલી રકમ તો ચવાઈ જ જાય છે.’ ‘એક વિકલ્પ બતાવું ?’ ‘શું ?’ “તમે બસો ટકા રકમ જ લખાવો. તમારી ઇચ્છા મુજબની રકમ વપરાઈને જ રહેશે.’ એમ તો પેટમાં જતું બધું જ ભોજન કાંઈ પચતું નથી અને છતાં માણસ પેટ ભરીને જ જમે છે. એમ તો ધરતીમાં વાવેલા બધા જ દાણાઓ કાંઈ ઊગતા નથી અને છતાં ખેડૂત ધરતીમાં થોબંધ દાણાઓ જ વાવતો રહે છે. એમ તો ધંધામાં રોકેલા બધા જ નાણાંનું પૂરેપૂરું વળતર મળતું નથી અને છતાં માણસ પોતાની મોટા ભાગની સંપત્તિ ધંધામાં રોકી દે છે. પણ કમાલ ! ભિખારીને એ એક રૂપિયો પણ આપે છે અને ઇચ્છે છે કે એનું એને પૂરેપૂરું વળતર જ મળવું જોઈએ. કોક સંસ્થામાં એ સો રૂપિયા જ આપે છે અને આગ્રહ રાખે છે કે પોતાના એક એક રૂપિયાનો પૂરેપૂરો ઉપયોગ થવો જ જોઈએ ! દાન ન કરવા માટેની મનની આ ચાલબાજી જ હોય એવું નથી લાગતું ? ૮૯ ‘તમે મારી ૧૦,૦૦૦ ની રકમ ચૂકવી જ દો’ ‘પણ મારી પાસે..' ‘રકમની વ્યવસ્થા નથી એમ ?' ‘હા’ ‘તમે બીજા પાસેથી ૨કમ ઉધાર લઈને ય મને તો ચૂકવી જ દો.’ ‘નહીં ચૂકવું તો ?’ ‘તો હું શું કરીશ એ તમારે જાણવું છે ?’ ‘હ્ય’ ‘તમારા જેટલા પણ લેણદારો છે એ તમામને ફોન કરીને હું કહી દઈશ કે મારી ૨કમ મને મળી ગઈ છે. તમારે રકમ લેવાની હોય તો વહેલી તકે પહોંચી જજો’ પેલાએ ૧૦,૦૦૦ ની રકમ ચૂકવી દીધી. ‘જેના માથે એક પણ પૈસાનું દેવું નથી એ જ સાચો શ્રીમંત છે’ ‘આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો એ જ મનની સ્વસ્થતા અને ઘરની વ્યવસ્થા ટકાવી રાખાવાનો રાજમાર્ગ છે’ ‘પથારી જેવડી હોય, પગ એટલા જ પહોળા કરવા’ આ બધી શિષ્ટ પુરુષોએ બતાવેલ ઉક્તિઓને આજના વિજ્ઞાનયુગે રદબાતલ અને નકામી જાહેર કરી દીધી છે. આજે તો ‘દેવું કરીને પણ ઘી પીઓ'ની ચાર્વાકની સલાહ ચલણમાં છે. લોન, ક્રેડિટ કાર્ડ, હપતા પદ્ધતિની બોલબાલાવાળા આ યુગમાં જેના માથે એક પણ પૈસાનું દેવું ન હોય એની ગણના કદાચ ‘મામા’માં થઈ રહી છે. બીજાને નવડાવી નાખવાની કુશળતા જેના હાથમાં ન હોય એને આજે કદાચ ‘ડફોળ' શબ્દથી નવાજવામાં આવી રહ્યો છે. રે કલિયુગ ! તને ‘કલહયુગ’નું વિશેષણ અમારે શા માટે ન આપવું ? ed Page #46 -------------------------------------------------------------------------- ________________ ‘તારાં લગ્ન થઈ ગયા?” ‘સર ! તમને શું લાગે છે?” શેનું ?' આ વખતે હું પાસ થઈશ કે નહીં?” લાગવાનું શું છે? તારું પરિણામ તૈયાર...' થઈ જ ગયું છે ?' શું છે?” આપણી સ્કૂલનું ‘ગીનીઝ બુક’ માં નામ આવે એવું” એટલે ‘એકના એક વર્ગમાં તું અગિયારમી વખત નાપાસ થઈ રહ્યો છે... શિક્ષકે જવાબ આપ્યો. કેટલાં વરસ થયા?” “ચાર” ‘અનુભવ?" શેનો ?' તારી મમ્મી સાથે તું ૨૪/૨૪ વરસ સુધી રહ્યો. અને પત્ની સાથે તે ૪ વરસ ગાળ્યા. કાંઈ ફરક?” મામૂલી ફરક ખરો’ ‘શું?' ‘આપણને રડતા રડતા આ જગતમાં લાવે એ મમ્મી અને પછી આખી જિંદગી રોવડાવ્યા કરે એ પત્ની’ કનુએ જવાબ આપ્યો. ‘રમવાની ઉંમરે ભણવાનું અને ભણવાની ઉંમરે રખડવાનુ’ એ આજના જમાનાની તાસીર બની ગઈ છે. જે બાલ્યવયમાં બાબાના હાથમાં ગોટી-રમકડાં કે ગિલ્લી-દંડા પૂર્વના કાળમાં રહેતા હતા, આજના કાળે બાલ્યવયમાં એ બાબાને કયૂટર સામે બેસાડી દેવામાં આવ્યો છે. જે યુવાવયમાં પૂર્વના કાળે કિશોરો અને યુવકોના જીવનમાં શ્રમ-સંસ્કાર અને શિક્ષણની બોલબાલા હતી, આજના કાળે એ કિશોરો અને યુવકોના હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવ્યા છે. સ્કૂલોમાં એમને જાતીય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કૉલેજોમાં એમને ચૂંટણી માટે ગુંડાગીરી કેવી કરવી પડે એનું વાતાવરણ આપવામાં આવી રહ્યું છે. શરીરનો કમજોર સમાજ માટે જો નકામો પુરવાર થાય છે તો બુદ્ધિનો વ્યભિચારી સમસ્ત જગત માટે ત્રાસદાયક પુરવાર થાય છે. આજના વિજ્ઞાને શરીરને સશક્ત રાખવા પુષ્કળ ઉપાયો શોધ્યા છે પણ બુદ્ધિને સમ્યફ રાખવાના? આગ સાથેની દોસ્તીમાં ‘બળવાનુ' જો નિશ્ચિત જ છે તો વાસના સાથેની દોસ્તીમાં ‘રડવાનું’ પણ નિશ્ચિત જ છે. કારણ? એક જ છે. વાસનાની ભૂખ જે મનમાંથી જાગે છે એ મન અસીમ છે અને એ ભૂખ જે શરીરના માધ્યમે શાંત કરવી પડે છે એ શરીર સંખ્યાબંધ મર્યાદાઓથી બદ્ધ છે, અશક્ત છે અને સીમિત છે. ફૂટપટ્ટીથી હિમાલયને માપવામાં હજી સફળતા મળી જાય, ચમચીથી સાગરને ખાલી કરવામાં પણ હજી કદાચ સફળતા મળી જાય પણ સીમિત શરીરથી મનની વાસનાની અસીમ ભૂખને શમાવવામાં સફળતા મળી જાય એ વાત તો ચામડાની આંખે આકાશમાં રહેલા તારાઓ ગણવા જેવી સર્વથા અશક્ય છે અને અસંભવિત છે. મનને સ્વસ્થ, શાંત અને તૃપ્ત રાખવું છે? એક જ કામ કરો. એને વાસનાની ભૂખ લાગે જ નહીં એવા વાતાવરણમાં અને એવાં નિમિત્તો વચ્ચે રાખો. ફાવી જશો. Page #47 -------------------------------------------------------------------------- ________________ બેટા ! આ શું ?” ‘કેમ ?’ ‘તારા ગાલ લાલ કેમ છે ?' ‘માર પડ્યો’ ‘તું આટલો તાકાતવાન અને તને કોઈ મારી ગયું ?’ ‘હા’ ‘પોલીસચોકીમાં ફરિયાદ...’ ‘નથી નોંધાવવી’ ‘પણ કેમ ?’ ‘એક જણનું ખીસું કાપતા મને એક પોલીસ જોઈ ગયો અને એણે જ મને ગાલ પર બે-ચાર તમાચા લગાવી દીધા છે.' દીકરાએ જવાબ આપ્યો. સંપત્તિ જો નીતિથી નિયંત્રિત ન હોય, ભોગ જો સદાચારથી નિયંત્રિત ન હોય, સર્પ જો મદારીથી નિયંત્રિત ન હોય, નદી જો કિનારાથી નિયંત્રિત ન હોય, આંખો જો શરમથી સુશોભિત ન હોય, ઘરેણું જો તિજોરીથી નિયંત્રિત ન હોય, સાંઢ જો દોરડાથી નિયંત્રિત ન હોય અને નારી જો લજ્જાથી નિયંત્રિત ન હોય તો હાહાકાર જ સર્જાય એમાં જો કોઈ શંકા જ નથી તો શક્તિ પણ જો સબુદ્ધિથી નિયંત્રિત ન હોય તો સ્વ-પર અનેકને નુક્સાન થઈને જ રહે એય શંકા વિનાની વાત છે. યાદ રાખજો. રોટલો તો રસ્તે રખડતા રહેતા કૂતરાને ય મળી રહેતો હોય છે તો શક્તિઓ તો દુર્જનને ય મળી રહેતી હોય છે. પ્રશ્ન જે છે એ શક્તિઓના સદુપયોગનો છે. સદુપયોગ માટેની જન્મદાત્રી સબુદ્ધિનો છે. પ્રભુ પાસે ત્રણ જ ચીજની માગણી કરજો. સદ્ગુદ્ધિની, સદુપયોગની અને સમાધિની. સદ્ગતિ નિશ્ચિત થઈને જ રહેશે. ૯૩ ‘તમે બસમાં બેસી તો ગયા છો પણ તમારે જવું છે ક્યાં ?' કન્ડકટરે નટુભાઈને પૂછ્યું. “બસ ક્યાં જાય છે ?’ ‘ઈન્દૌર’ બીજે?’ ‘મહિદપુર’ ‘પછી ?’ ‘ખંડવા’ ‘પછી ?’ ‘ધંધાના’ ‘પછી ?’ પછી પછી શું પૂછ્યા કરો છો ? તમારે જ્યાં જવું હોય એનું નામ કહો ને ? તમને એની ટિકિટ ફાડી આપું !' ‘એક વાત તમને કહું ? તમારે જેની પણ ટિકિટ ફાડી આપવી હોય એની ફાડી આપો. મારે આ ગામમાં નથી રહેવું એટલું નક્કી છે' નટુભાઈએ જવાબ આપ્યો.' હા. તમે કોઈ પણ સાધકને પૂછી જોજો. ‘તારે મરીને જવું છે ક્યાં ? સ્વર્ગમાં ? વૈકુંઠમાં ? જન્નતમાં ? કે પછી મોક્ષમાં ?' એ સાધકનો આ જ જવાબ હશે કે મરીને મારે ક્યાં જવું છે એની વાત તમે મને પૂછો જ નહીં. પણ એક જવાબ મારો નિશ્ચિત છે કે મારે આ સંસારમાં તો નથી જ રહેવું. જ્યાં જીવોને મારતા રહ્યા વિના જીવી શકાતું નથી, જ્યાં ડગલે ને પગલે કષાયો કર્યા વિના રહી શકાતું નથી, જ્યાં વિષયો પાછળ દોડતા રહ્યા વિના ઇન્દ્રિયોને ચેન પડતું નથી એવા સંસારથી મારે આજે ને આજે જ, અત્યારે ને અત્યારે જ છુટકારો મેળવવો છે !' ૯૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘તમે ઑફિસમાંથી એક મહિનાની રજા લીધી હતી એમ તમારા મિત્ર છગને મને કહ્યું હતું. વાત સાચી ?” ‘ક્યાં ગયા હતા ?” મહાબળેશ્વર” એક મહિનો ત્યાં જ પૂરો કર્યો ?' ‘ના’ તો ?' ‘એક જ દિવસ ત્યાં રહેવાનું બન્યું ‘ત્યાં કર્યું શું?” ઘોડેવારી’ આખો દિવસ?' ના. એક જ કલાક’ પછી બાકીના ૨૯ દિવસ ?” ‘હૉસ્પિટલમાં પસાર કર્યા.” પપ્પા ! પેપરમાં યુદ્ધના સમાચારો તો ખૂબ આવે છે; પરંતુ યુદ્ધની શરૂઆત થાય કેવી રીતે ? ચિન્હએ પપ્પાને પૂછ્યું. ધાર કે અમેરિકા ભારત પર આક્રમણ કરે.’ ‘તમે શું ગપ્પા લગાવો છો? અમેરિકા તો ભારતનુંમિત્ર છે. એ ભારત પર આક્રમણ કરે જ શેનું”ચિન્હની મમ્મી વચ્ચે બોલી. અરે, આ તો ધારવાની વાત છે' ‘એમ ખોટું શું કામ ધારવાનું?” હું તો ચિન્હને યુદ્ધ કઈ રીતે શરૂ થાય એ સમજાવી રહ્યો છું.' ‘તમારે સમજાવવું હોય તો સાચું જ સમજાવો ને ? ભારત પર આક્રમણ કરવાની હિંમત કરે તો પાકિસ્તાન કરે, અમેરિકા તો કરે જ શું કામ?” ‘તું વચ્ચે બોલવાનું બંધ કરી તમે મને કોણ કહેનારા?' પપ્પા! યુદ્ધ કેવી રીતે શરૂ થાય એનો જવાબ મને મળી ગયો. હવે મારે કાંઈ જ સાંભળવું નથી’ ચિન્હ બોલ્યો. અભ્યાસ વિના અને સાતત્ય વિના તો સંસારના ક્ષેત્રમાં પણ જો સફળ બની શકાતું નથી તો અધ્યાત્મ જગતમાં પગ જમાવી દેવા માટે કે પ્રસન્નતા અનુભવતા રહેવા માટે અભ્યાસ અને સાતત્ય વિના તો ક્યાં ઠેકાણું પડે તેમ છે ? કમાલનું આશ્ચર્ય એ છે કે વરસાદના એક જ ટીપાથી પાક પેદા થઈ જાય એવી આશા ખેડૂત રાખતો નથી. એક જ વખત સાઇકલ ચલાવવાનો પ્રયાસ કરવાથી સાઇકલ ચલાવવામાં કુશળતા આવી જવાની આશા કોઈ યુવક રાખતો નથી પણ અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરતો નવો સાધક પણ એવા વિશ્વાસમાં રાચતો થઈ જાય છે કે અતિ અલ્પ પ્રયાસ પણ સાધનાજીવનમાં હું જામી જ જઈશ. સાવધાન ! સર્પના મુખમાંથી ઝેર નીકળી જાય પછી તમારે એની સાથે રમવું હોય તો ખુશીથી રમો, તમારા જીવન પર કોઈ જ જોખમ નથી. તલવારની ધાર જ બુઠ્ઠી થઈ ગઈ હોય પછી એને ભલે ને તમે જીભ પર ફેરવો, તમારી જીભ પર કોઈ જ જોખમ નથી. મનમાંથી અહંના ઝેરને નિચોવીને સાફ કરી નાખો, સંબંધમાં રહેલ આત્મીયતા પર કોઈ જ ખતરો નથી. યાદ રાખજો, અહં એક એવું ઝેર છે કે જે માણસને જીવતો રહેવા દઈને એના જીવનને શેરડીના કૂચા જેવું નિરસ બનાવી દે છે. ૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ‘પણ આ તું કરે છે શું ?’ ‘કેમ શું થયું ?’ ‘એક સાથે દારૂની ત્રણ પ્યાલી ?' “જો. એક વાતનો તને ખુલાસો કરી દઉં છું. મારો એક મિત્ર અમેરિકા ગયો છે એને યાદ કરીને એક પ્યાલી પીઉં છું. એક મિત્ર કૅનેડા ગયો છે એને યાદ કરીને એક પ્યાલી પીઉં છું અને એક પ્યાલી મારી ખુદની પીઉં છું. આમાં હું ખોટું શું કરું છું ? જિગરજાન મિત્રોની યાદમાં કંઈક તો ભોગ આપવો પડે કે નહીં ? 'ચિન્ટુએ પિન્ટુને આ જવાબ તો આપ્યો. પણ, એક દિવસ ચિન્ટુએ પેટમાં જ્યારે દારૂની બે પ્યાલી પધરાવી ત્યારે પિન્ટુએ ચિન્ટુને પૂછ્યું. ‘આજે બે જ પ્યાલી ?' જ હા. બંને મિત્રો ઘણા વખતથી મારાથી દૂર જ હોવાથી એની વ્યથામાં મેં મારી પ્યાલી છોડી દીધી છે' ચિન્ટુએ જવાબ આપ્યો. એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે જીવનમાં પાપને મળી જતું સ્થાન તો દૂધમાં નખાતી બદામ જેવું હોય છે. બદામને તમે જેમ દૂધમાંથી ધારો ત્યારે અલગ કરી શકો છો તેમ પાપને તમે જીવનમાંથી ધારો ત્યારે દેશવટો આપી શકો છો. પરંતુ જીવનમાં વ્યસનોને અપાઈ જતું સ્થાન તો દૂધમાં ભળી જતી સાકર જેવું હોય છે. સાકરને દૂધથી અલગ કરવામાં સફળતા જેમ નથી જ મળતી તેમ વ્યસનીને પોતાના જીવનમાંથી વ્યસનોને તિલાંજલિ આપવામાં સફળતા નથી જ મળતી. પાપથી જ બચતા રહેજો. પાપથી ન જ બચી શકાય તો ય વ્યસનોથી તો જાતને બચાવતા જ રહેજો. ૯૭ પિતાજી ! સાંભળો છો ?' ‘હા’ ‘ડૉક્ટરનું કહેવું એમ છે કે હવે તમે વધુમાં વધુ એક કલાકના મહેમાન છો.’ બરાબર’ ‘તમારી કોઈ ખાસ ઇચ્છા છે ?' ‘હા’ “શું ?' મારા મર્યા પછી તમે મારું મુંડન પસલા હજામ પાસે જ કરાવજો’ ‘કેમ?’ “એની પાસેથી ઉઘરાણીના ૫૦ રૂપિયા લેવાના મારે એક વરસથી બાકી છે.' આટલું બોલતા બોલતા તો એક આંચકી આવી અને પપ્પાના શરીરના પિંજરમાંથી હંસલો ઊડી ગયો. મોજાં મુખ્ય બની જાય અને પગ ગૌણ બની જાય, ચશ્માં નંબર એક પર આવી જાય અને આંખ નંબર બે પર ગોઠવાઈ જાય, મકાનની એવી બોલબાલા થાય કે મકાનમાલિક જ વિસરાઈ જાય, ભોજનનાં દ્રવ્યો પાછળ એ હદે પાગલપન આવી જાય કે પેટની ઉપેક્ષા જ થઈ જાય અને જે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય એના કરતાં અનેકગણી હાસ્યાસ્પદ સ્થિતિ ત્યારે સર્જાય છે કે જ્યારે ‘સાધન’ના સ્થાનને પામેલો પૈસો ‘સાધ્ય’ના સ્થાને ગોઠવાઈ જવામાં સફળ બની જાય છે. સાધના નંબર બે પર રહી જાય અને શરીર નંબર એક પર આવી જાય એ જો સાધકની કરુણતા છે તો સંપત્તિ નંબર એક પર આવી જાય અને વ્યક્તિ પોતે નંબર બે પર ગોઠવાઈ જાય એ સંસારી માન્નસની કરુણતા છે. ૯૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘તમે સ્કૂલમાં ભણ્યા છો?” કૉલેજમાં ગયા છો?” ‘હા’ શું આવડે છે ?' ‘સાંભળતાં આવડે છે, લખતાં આવડે છે, વાંચતાં બિલકુલ નથી આવડતું.” ‘તમારું નામ લખી શકો ?” ગામડિયો પહેલી જ વાર શહેરમાં આવ્યો હતો એની એની નજર થિયેટરની બહાર લગાડાયેલા એક પોસ્ટર પર પડી. એણે બાજુમાં ઊભેલા એક ભાઈને પૂછ્યું, આ શું છે ?' મનોરંજનનું સ્થળ’ એટલે?” અંદર જા. ત્રણ કલાક મનોરંજન જોવા મળશે.’ પૈસા આપીને, ટિકિટ લઈને એ અંદર જઈને ખુરશી પર બેસી ગયો. અને પિક્યર શરૂ થવાની પાંચ મિનિટ પહેલાં થિયેટરમાં અંધારું થઈ ગયું. અંધારું થતાંની સાથે જ ગામડિયો થિયેટરના દરવાજા પાસે ઊભેલા ગેટકીપર પાસે પહોંચી ગયો અને સીધી એની બોચી જ પકડી લીધી. | ‘તું સમજે છે શું તારા મનમાં પૈસા ખરચીને હું અંદર આવ્યો છું અને તે અંધારું કરી નાખ્યું ?' ‘લખો' ઇન્ટર-બૂ આપવા આવેલા યુવકે પોતાનું નામ એક કાગળ પર લખ્યું તો ખરું પણ ત્યાર બાદ ઇન્ટર-બૂ લેનારે એને કહ્યું. ‘તમે જે લખ્યું છે એ વાંચી જાઓ’ ‘મેં આપને કહ્યું તો ખરું કે મને લખતાં આવડે છે, વાંચતાં નથી આવડતું !' અક્ષરજ્ઞાન એક અલગ ચીજ છે, જ્યારે શાણપણનું જ્ઞાન અને ડહાપણનું જ્ઞાન એ બિલકુલ અલગચીજ છે. આજની આખીય શિક્ષણવ્યવસ્થામાં એક જ ચીજની બોલબાલા છે-અક્ષરજ્ઞાનની. ડહાપણ-જ્ઞાનની કે શાણપણના જ્ઞાનની ત્યાં કોઈ વાત નથી. શરીરમાં રોગ આવે ત્યારે અને ધંધામાં મંદી આવે ત્યારે, સ્વજનો બેવફા બને ત્યારે અને મિત્રો તરફથી વિશ્વાસઘાત થાય ત્યારે પ્રસન્નતા શું ટકાવી રાખવી, એનું કોઈ જ્ઞાને ત્યાં આપવામાં આવતું નથી; તો સંપત્તિ પુષ્કળ મળતી રહે ત્યારે અને શક્તિઓનો જીવનમાં બેસુમાર ઉઘાડ થાય ત્યારે એનો સદુપયોગ કેમ કરવો એની કળા પણ ત્યાં શીખવવામાં આવતી નથી. દિશાનો સમ્યક્ બોધ નહીં અને ગાડીની ગતિ વધુ, એ ગાડીનું ભાવિ શું? ધર્મથી મળતા સુખની અને ગુણની વાતો સાંભળીને કોક વ્યક્તિ ધર્મના માર્ગે આવી તો જાય છે પરંતુ પ્રારંભિક તબક્કામાં એને જ્યારે સુખને બદલે કષ્ટોનો અનુભવ થવા લાગે છે, આત્મનિરીક્ષણ કરતાં અંદર બધેય અંધારું ધબ હોવાનો અનુભવ થવા લાગે છે ત્યારે એની અકળામણનો પાર નથી રહેતો. ‘હું તો સમજતો હતો કે ધર્મ તો પ્રકાશનો અનુભવ કરાવીને રહેશે પણ અહીં તો ખાલીપા સિવાય કશું ય અનુભવાતું નથી.’ કોણ સમજાવે એને કે અધ્યાત્મની યાત્રા તો એક અપેક્ષાએ અંધકારની યાત્રા છે. અંધકારની યાત્રા એટલે ? એકાંતની યાત્રા, એકલાની યાત્રા, અનજાન પ્રદેશની યાત્રા. એનો સ્વીકાર કર્યા વિના મનોભંજનની મજા માણવાનું સદ્ભાગ્ય નથી જ મળવાનું. ૧00 Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશપદાન એ જ લક્ષ્ય અનુભવ કરવો છે મીઠાશનો, પણ એ માટે હાજર કરવી પડે છે સાકરને. બાબાને બતાડવો છે ચન્દ્ર, પણ એ માટે ઉપયોગ આંગળીનો કરવો પડે છે. રસ્તા પર કરવો છે ઉજાશ, પણ એ માટે હાથમાં બૅટરી રાખવી પડે છે. બસ, એ જ ન્યાયે જાણવી છે સંસારની અસારતા અને ધર્મની તારકતા, પણ ક્યારેક એ માટે દૃષ્ટાન્તોનો લેવો પડે છે સહારો. અહીં એવો એક પ્રયોગ કર્યો તો છે, પણ એ પ્રયોગની સફળતાનો આધાર છે વાચકોનાં દૃષ્ટિબિંદુ પર. દૃષ્ટિબિંદુને સમ્યક બનાવવાની સંખ્યાબંધ યુક્તિઓ બતાવતું પુસ્તક એટલે જ ટૉર્ચનો પ્રકાશ” ધર્મ તો એ સાગર છે કે જેનાં તળિયે સદગુણોનાં મોતીઓ પડ્યા છે, જ્યારે સંસાર તો એ નદી છે કે જેનાં તળિયે વાસનાનો કીચડ ખડકાયેલો છે. પરિવારથી ઉપેક્ષિત થઈ રહેલ વૃદ્ધ પુરુષના મુખ પર કવચિત્ દેખાતા હાસ્ય પાછળ બની શકે કે જાલિમ દર્દી છુપાયેલ હોય, જ્યારે પ્રભુનાં દર્શને રડી રહેલ ભક્તનાં આંસુ પાછળ શક્ય છે કે ગજબનાક હર્ષ છુપાયેલ હોય. ટૂંકમાં, બહાર જુદું, અંદર જુદું એ વાસ્તવિકતા માત્ર સંસારજગતમાં જ નથી, અધ્યાત્મજગતમાં પણ એ જ વાસ્તવિકતા હોઈ શકે છે; પરંતુ બંને વચ્ચે ફરક એટલો જ છે કે સંસારજગતમાં એ વાસ્તવિકતા તમને કદાચ ‘મુત્સદી’ ‘ચાલાક’ કે ‘હોશિયાર બનાવી શકે છે, જ્યારે અધ્યાત્મજગતમાં એ વાસ્તવિકતા તમને સર્જન, સંત યાવતું પરમાત્મા પણ બનાવી શકે છે. આ પુસ્તકમાં સંગ્રહિત કરેલા 100 ટુચકાઓ આમ જોવા જાઓ તો ‘હસાવનારા' છે; પરંતુ એ ટુચકાઓની નીચે જે ઉપનય મૂક્યો છે એ ઉપનય ગંભીરતાથી જો વાંચવામાં આવશે તો અચૂક સમ્યક સમજનો કો'ક નવો જ પ્રકાશ અંતરમાં પ્રગટશે અને સાચું કહું તો મારું લક્ષ્ય વાચકો સમ્યફ સમજનો પ્રકાશ પામે એ જ છે. પણ ટુચકાઓની ટૉર્ચ વિના એ પ્રકાશ સહજતાથી વાચકો સમક્ષ નહીં પહોંચી શકે એવું મને લાગવાથી અહીં ટુચકાઓની ટોંચનો મેં ઉપયોગ કર્યો છે. એટલું જ કહીશ વાચકોને કે તેઓ પ્રકાશને પામીને સ્વ-જીવનને ઉજાળી લે. ટૉર્ચને ન બહુ વજન આપે કે ન એની જ ગુણવત્તાની ચર્ચામાં પડે ! પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્... દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ