________________
એક બાબતની મારે તારી પાસે માફી માગવાની છે” જેલમાંથી છૂટીને ઘરે જઈ રહેલ કેદીને જેલર વાત કરી રહ્યો હતો.'
શેની?' ‘તને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ તો મારી પાસે ૧૦દિવસ પહેલાં આવી જ ગયો હતો પણ મને એનો ખ્યાલ જ ન રહ્યો અને તારે મારા કારણે ૧૦દિવસ જેલમાં વધુ રહેવું પડ્યું.”
જેલર સાહેબ, એમાં શું થઈ ગયું?” કેમ તને તકલીફ તો પડી જ ને?” એક કામ કરશો?”
“શું ?' હું ફરીવાર જેલમાં આવું અને મને જે પણ સજા થાય, એમાં તમે ૧૦દિવસ વહેલા છોડી મૂકજો. હિસાબ બરાબર થઈ જશે’ કેદી બોલ્યો.
ચા ને બદલે હું દૂધ પીઉં તો કેમ?” બહુ સારું. દૂધ શરીર માટે લાભકારી છે”
‘દૂધ ગાયનું પીઉં તો ?' ‘વધુ સારું. કારણ કે ગાંધીજી નહીં પણ હિન્દુસ્તાનના મોટા ભાગના લોકો એ જ પીએ છે.'
અને ભેંસનું દૂધ?” ‘એ તો વધુ સારું કારણ કે ચા એની જ સરસ બને છે”
અને બકરીનું દૂધ?' એના જેવું ઉત્તમ દૂધ તો બીજું એકે ય નહીં કારણ કે ગાંધીજી એનું જ દૂધ પીતા
હતા !”
એમ કહેવાય છે કે એક નાના માણસને હજાર ડાહ્યા માણસો પણ ભેગા થઈને વધુ નાગો કરી શકતા નથી. આજે આ નાગાઈની વધુ ને વધુ બોલબાલા થતી રહે એવો કાળ ચાલી રહ્યો છે. શરીરને સંપૂર્ણ ઢાંકેલું રાખીને પિકચરમાં કામ કરવા માગતી અભિનેત્રીને પ00 રૂપિયા પણ મળે કે કેમ એમાં શંકા છે જ્યારે શરીરને સંપૂર્ણપણે ખુલ્લુ કરી દેવા તૈયાર થઈ જતી અભિનેત્રીને ૫,,,0 રૂપિયાની ઓફર થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે.
ટૂંકમાં, આજે તમે નાગાઈ કેટલી આચરી શકો છો એના આધારે જ તમારો બજારભાવ નક્કી થાય છે. સીતા રાવણને ત્યાં ય પવિત્રતા ટકાવી શકી હતી એ વાત રામાયણમાં ભલે આવતી હોય. આજે તો પોતાની સીતા [૭] ઓ રાવણની લંકામાં જઈને સોનું લાવે એ ગણતરીએ રાવણો પાસે સામે ચડીને પોતાની સીતાઓ [2] ને મોકલનારા પતિદેવોનો ફાલ તૈયાર થઈ ચૂક્યો છે !
તમારો અહં અને તમારું અંતઃકરણ, આમ જુઓ તો એ બંને તમારા જ છે અને છતાં એ બંનેની માગ આખી જુદી જ છે. તમારા અહંની માગ આ છે કે મારી પ્રત્યેક વાતમાં સામાએ ‘હા’ જ પાડવી જોઈએ અને પોતે જેમાં અસંમત હોય એ વાતમાં સામાએ પણ ‘અસંમતિ' જ દર્શાવવી જોઈએ.
જ્યારે
અંતઃકરણ તમારું એમ કહે છે કે જે પ્રવૃત્તિમાં મારું અહિત જ છે અથવા તો મને નુકસાન જ છે એ પ્રવૃત્તિમાં સામાએ મને પરાણે પણ રોકવો જ જોઈએ અને જે પ્રવૃત્તિમાં મારું હિત - લાભ જ છે એ પ્રવૃત્તિમાં સામાએ મને પરાણે પણ જોડવો જ જોઈએ.
સાચે જ જીવનને જો સાર્થક કરી દેવા માગો છો તો એક કામ ખાસ કરો. અહંને તૃપ્ત કરે એવા મિત્રોથી દૂર જ રહો અને અંતઃકરણને પ્રસન્ન રાખે એવા મિત્રોની શોધમાં નીકળી પડો.
દુર્યોધને જો શકુનિને બદલે શ્રી કૃષ્ણની વાત - સલાહ માની લીધી હોત તો મહાભારતના યુદ્ધને બદલે મહાન ભારતનો ઇતિહાસ લખાઈ ગયો હોત એવું નથી લાગતું?
૩૩