________________
લગ્ન પછી તારું શરીસ સુકાઈ ગયું હોય એવું લાગે છે” એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું.
રોજ હૉટલમાં જમવું પડે છે’ કેમ ભાભીને રસોઈ બનાવતા આવડતું નથી ?” રસોઈ તો સરસ બનાવી શકે છે પણ એને રસોઈ બનાવવી જ નથી. શું કરું ?”
સ્ત્રીઓના સ્વભાવને સમજવો અશક્ય જ છે’
‘તારો કોઈ અનુભવ ?” તારી ભાભીની જ વાત લે ને? એને રસોઈ બનાવતા આવડતી જ નથી અને છતાં રસોઈ એ બનાવ્યું જ જાય છે અને એની બનાવેલી બેકાર રસોઈ મને ખવડાવ્યે જ જાય છે. મારી તબિયત એણે આમ જ ખલાસ કરી નાખી છે” બીજા મિત્રે હૈયાવરાળ ઠાલવી.
‘તમારે કાંઈ જોઈએ છે ?' પત્નીએ પતિને પૂછ્યું,
ના. કેમ?' ‘આ તો ક્યારના ય તમે કંઈક શોધ્યા કરતા હો એવું મને લાગ્યું એટલે મેં પૂછ્યું
ના. કાંઈ નથી.’ ‘જો કાંઈ જ નથી તો છેલ્લા એક કલાકથી હાથમાં લગ્ન કરાવ્યાનું સર્ટિફિકેટ લઈને શા માટે ઊભા છો?”
કહું તને ?' કહી દો ને! વિલંબ શું કામ કરો છો?” સર્ટિફિકેટમાં જોઈ રહ્યો છું કે.”
“કે?” “એમાં લગ્ન ક્યારે સમાપ્ત થાય છે (EXPIRY DATE) એની કોઈ તારીખ લખી છે કે નહીં?”
ટોપી સરસ મળે અને લમણે મસ્તક બેકાર ઝીંકાયું હોય, રૂપ આકર્ષક મળ્યું હોય અને પત્ની અમાસના અંધકારનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય, ઇનામમાં ઝવેરાત મળ્યું હોય અને રહેવાનું ઝૂંપડામાં હોય, ભાઈ ચાર ચોપડી ભણ્યા હોય અને ભાભીના ગળામાં એમ.એ.પી.એચ.ડી. નો સ્વર્ણચન્દ્રક લટકતો હોય, ભાભીના કંઠ સામે કાગડો ય જતી જતો હોય અને ભાઈના કંઠ પાસે અનુપ જલોટાને ય પોતાની હાર સ્વીકારી લેવી પડતી હોય, ફોટાને વર્તમાનપત્રોમાં સ્થાન મળતું હોય અને એક્સ-રે સ્મશાનગૃહમાં પહોંચાડવાની આગાહી કરતો હોય, વિચારો આસમાનમાં ઊડવાના ચાલતા હોય અને આચરણે સમુદ્રમાં ડુબાડી દેવા તૈયાર હોય. આવા જાતજાતનાં અને ભાતભાતનાં કજોડાંઓથી ભરેલો આ સંસાર છે.
અહીં મનની પ્રસન્નતા ટકાવી રાખવાના ત્રણ જ વિકલ્પો છે-સ્વીકારભાવ, સમાધાનભાવ અને સહકારભાવ. આપણી પાસે એનું સ્વામિત્વ ખરું ?
છૂટાછેડા’ ‘સંબંધ વિચ્છેદ' ‘જુદાઈ' સંસારની આ જ તો વ્યાખ્યા છે. પાણીના એક પરપોટાનો બીજા પરપોટા સાથે તમે સંબંધ બાંધો, થાય શું? મેઘધનુષ્યના રંગોને સંધ્યાના રંગો સાથે દોસ્તી થઈ જાય, એનું ટકાઉપણું રહેવાનું કેટલું ? વહેતી નદીને ચંચળ પવન સાથે પ્રીત થઈ જાય, એનો અંજામ આવવાનો શું?
અસ્થિર, આગ્રહી અને અપેક્ષાસભર એક મનવાળો, એવા જ એક બીજા મનવાળા સાથે જીવનભર સાથે જ રહેવાના કોલ-કરાર કરે અને એવા જ મનવાળા બન્યા રહીને એ કોલ-કરારને નિભાવવાના પ્રયાસો કરે તો એમાં એમને બંનેને સફળતા મળે ખરી ? રામ રામ કરો રામ રામ !
સંબંધની સ્થિરતા અને નિર્મળતા, એ બંને તો આભારી છે અનાગ્રહવૃત્તિને, અપેક્ષારહિતવૃત્તિને અને નિઃસ્વાર્થવૃત્તિને. રાગકેન્દ્રિત સંબંધમાં આ ત્રણ વૃત્તિ તમે ક્યાંથી લાવી શકશો ?