________________
‘તમારા બાથરૂમમાં તમે ત્રણ ટબ રાખ્યા છે?”
દુનિયામાં મારો વટ પડી જાય એવું મારે કંઈક કરી બતાવવું છે. તારી પાસે કોઈ વિકલ્પ ખરો?'
છે ને?”
કારણ?” એક ટબ ગરમ પાણીનું
‘ફાવશે?”
‘ઠંડા પાણીનું
અને ત્રીજું ?” જેને બાથરૂમમાં જવું હોય પણ નહાવું ન હોય એને માટે !”
‘તો એક કામ કર. તું હાથી પર ચડીને શીર્ષાસન કર’
‘હાથી પર શીર્ષાસન ?”
‘હ્ય'
પછી?” ‘એનો ફોટો પડાવ’
“પછી?' એ ફોટાને ઊંધો કરીને તું જુદા જુદા પેપરોમાં અને મેગેઝીનોમાં મોકલાવી દે.
“એનાથી શું થશે ?” બધાયને એમ લાગશે કે તે માથા પર હાથીને ઊંચક્યો છે.”
ગરીબ અને શ્રીમંતની વ્યાખ્યા પૂર્વના કાળે ગમે તે હશે તે, આજના કાળે એક જ વ્યાખ્યા અમલમાં છે. જેની પાસે જરૂરિયાતથી વધારાનું કાંઈ જ નથી એ ગરીબ અને જેના ઘરમાં, જીવનમાં અને મનમાં પાર વિનાનાખ બિનજરૂરીની પ્રતિષ્ઠા, પ્રવેશ અને પધરામણી થઈ ચૂકી છે એ શ્રીમંત.
તમે એક વાતની નોંધ ન કરી હોય તો કરી જોજો. ગરીબને ત્યાં કોક જમવા જાય છે તો ‘શું જમી આવ્યો’ એની નોંધ એના મનમાં હોય છે જ્યારે શ્રીમંતને ત્યાં યોજાયેલ લગ્નાદિ પ્રસંગના જમણવારમાં કોઈ જમવા જાય છે તો થાળી કેટલાની છે” એની જ પૃચ્છામાં એ અટવાયેલ હોય છે. અરે, ગરીબના ઘરમાં જનારની નજર ‘ગરીબ' તરફ જ હોય છે. જ્યારે શ્રીમંતના ઘરમાં જનારની જબાન ‘શ્રીમંતના ઘરમાં શું-શું હતું' એના વર્ણનમાં જ વ્યસ્ત રહેતી હોય છે.
વાસ્તવિકતા આ હોવા છતાં સહુને સંપત્તિ ક્ષેત્રે જ શ્રીમંત બનવું છે પછી ભલે એ શ્રીમંતાઈ પ્રાપ્ત કરવા જતાં મન ક્ષેત્રે સાવ જ ભિખારી બની જવું પડતું હોય અને મનમાં એ ભિખારીપણાના હિસાબે મરણ અને પરલોક બંને ય બગડી જતાં હોય અને બરબાદ થઈ જતા હોય !
અહંકારને બે જ બાબતમાં રસ હોય છે. કાં તો વાહક બનવું અને કાં તો વિશિષ્ટ બનવું. તમે એને વિશુદ્ધ બનવાની વાત કરો. એ તુર્ત જ છંછેડાઈ જશે અને તમારાથી મોઢું ફેરવી લેશે.
પણ,
અહંકારનું મૂળ પોત તો હવાથી ફુલાયેલ ફુગ્ગાનું છે. ફુગ્ગો ભલે ને ગમે તેટલો મોટો દેખાતો હોય, સોયની એક જ નાનકડી અણી એને અડે છે અને એનું ૐ નમઃ શિવાય થઈ જાય છે.
સાચે જ પ્રાપ્ત થયેલ ઉત્તમ જીવનને જીતી જવું છે ? વિશુદ્ધ બનવાના પ્રયાસમાં લાગી જાઓ. ઍટમબૉમ્બ પણ તમને કાંઈ કરી નહીં શકે !
૭૮