________________
પ્રેમલગ્ન કરી ચૂકેલો એક યુવાન એના જિગરજા મિત્ર સાથે - કે જેણે ગોઠવેલા લગ્ન કર્યા હતા-બગીચામાં ફરવા ગયો હતો. બંને જણા એક બાંકડા પર બેઠા હતા અને ત્યાં એ બંનેનો એક કૉલેજકાળનો મિત્ર આવી ચડ્યો કે જેનાં લગ્ન થયા જ નહોતા.
‘તમને એક પ્રશ્ન પૂછવો છે”
બોલ’ ‘તમારી દષ્ટિએ લગ્ન કયા સારા? પ્રેમલગ્ન કે ગોઠવેલાં લગ્ન ?'
‘તારો આ પ્રશ્ન તો એવો છે કે તું અમને પૂછ કે મારે કઈ રીતે મરવું વધુ સારું? પંખા પર લટકી જઈને કે પછી ગાડીના પાટા નીચે ઝુકાવી દઈને ? અમારે તને જવાબ શો આપવો?
“ડૉક્ટર! તબયિતમાં કોઈ જ સુધારો નથી’
“શું વાત કરો છો?” ‘બિલકુલ સાચું જ કહું છું. પેટ હજી ય ભારે રહે છે અને સુસ્તી તો શરીરમાંથી જવાનું નામ જ નથી લેતી.”
‘તમે ખાધું શું?’ ‘આપે કહ્યા પ્રમાણે હળવો ખોરાક જ લીધો છે”
‘તો ય શું એ તો કહો’ ગાંઠિયા-જલેબી-કચોરી’
આ હળવો ખોરાક કહેવાય?' નહિતર શું? કારણ કે આ બધાય તેલ-ઘી ઉપર જ તરતા હોય છે ને? જો હળવા ન હોય તો તરી જ શી રીતે શકે ? દર્દીના આ તર્કનો ડૉક્ટર પાસે કોઈ જવાબ જ નહોતો.
ખબર થી પડતી કે આકર્ષણના શરૂઆતના તબક્કામાં એક-બીજા વિના ન જીવી શકવાની વાતો કરતા દંપતી ખૂબ અલ્પ સમયમાં એક-બીજા સાથે જીવવા રાજી કેમ નહીં રહેતા હોય ? સંબંધ એમને અકારા બંધન જેવો કેમ લાગવા માંડતો હશે ? પ્રેમનું સ્થાન હૃદયનો ધિક્કારભાવ કેમ લઈ લેતો હશે?
એક જ કારણ લાગે છે. અપરિચયના કાળમાં સુખ માટેની જે કલ્પના મનમાં સાકાર થઈ હોય છે એ બધી જ કલ્પનાનું વાસ્તવિક પરિચયના કાળમાં સંપૂર્ણ બાષ્પીભવન થઈ જવાના કારણે જ પ્રેમના સ્થાને ધિક્કારભાવ પ્રતિષ્ઠિત થઈ જતો હશે.
ચાંદીના ચળકતા સિક્કાની કલ્પના કરીને હાથમાં ઉઠાવેલ વસ્તુ એ ચાંદીનો સિક્કો નથી પણ કોકે ઘૂંકી કાઢેલો બળખો જ છે એની સ્પષ્ટ પ્રતીતિ થઈ ગયા બાદ ચાંદીના સિક્કાની કલ્પનાનું સુખ કેટલા સમય સુધી ટકવાનું છે?
રે સંસાર ! તું કલ્પનામાં જ ‘પુષ્પ” છે. બાકી વાસ્તવિક સ્વરૂપે તો તું ‘કંટક' જ છે !
વેશ્યાનો તમે કોઈની ય સાથે સ્થિર સંબંધ પ્રસ્થાપિત કરી શકો તો જ તમે તર્કનો ય કોક પદાર્થ સાથે કે પ્રસંગ સાથે સ્થિર સંબંધ પ્રસ્થાપિત કરી શકો. વેશ્યા માટે એમ કહી શકાય કે એક બાજુ એ કોઈની ય નહીં તો બીજી બાજુ એ બધાયની. બસ, તર્ક માટે પણ એમ જ કહી શકાય કે એક બાજુ એ કોઈનો ય નહીં અને બીજી બાજુ એ બધાયનો.
આવા તર્કને જેણે પણ પોતાના જીવનમાં અગ્રિમ સ્થાન આપી દીધું, તર્ક આધારિત જેણે પોતાની જીવનશૈલી બનાવી દીધી એ આત્મા તથ્યથી કાયમ માટે દૂર ધકેલાઈ ગયો.
સીડીનું માધ્યમ અગાશી સુધી પહોંચવા માટે બરાબર છે પણ સીડી એ અગાશી તો નથી જ. તથ્ય સુધી પહોંચવા તર્કનો ઉપયોગ જરૂર કરીએ પણ સાથોસાથ એ વાત યાદ રાખીએ કે તર્ક એ તથ્ય તો નથી જ !